ગોવા પોતાના સમુદ્રના કિનારોની ખૂબસૂરતી માટે જાણિતું છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ હવે અહીં મસ્તી ભારે પડી શકે છે. ગોવાના બીચો ઉપર ઝેરી જેલીફિશનો આંતક વધી ગયો છે. બે દિવસોમાં 90 લોકોને જેલીફિશે ડંખ માર્યા હોવાની ઘટનાઓ બની છે. છેલ્લા બે દિવસમાં ગોવાના કેલંગ્યૂટ બીચ ઉપર જેલીફિશનો શિકાર થયેલા 55થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે કેન્ડોલિમ બીચ ઉપર આ ઝેરી માછલીએ 10 લોકોને ડંખ માર્યો છે.
આ ઉપરાંત દક્ષિણ ગોવામાં પણ 25થી વધારે મામલા સામે આવ્યા છે. જેમાં ઝેરી જેલીફિશનો શિકાર થયેલા લોકોના પ્રાતણિક ઉપચારની જરૂરત પડી છે. જેલીફિશના સંપર્કમાં આવવાથી શરીરમાં દુઃખાવો હોય છે. જે બોડી પાર્ટ ટચમાં આવે છે તે ભાગ બહેરો થઈ જાય છે. આ ઉપરાંત અનેક કેસમાં ટચના કારણે બહેરાસની પણ ફરિયાદો મળી છે.

જેલીફિશ બે પ્રકારની હોય છે. સામાન્ય અને ઝેરી. મોટાભાગે જેલીફિશ લોકોને કોઈ નુકસાન પહોંચાડતી નથી. તેના સંપર્કમાં આવવાથી સામાન્ય બળતરા થાય છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જેલીફિશના સંપર્કમાં આવવાથી લોકોને નુકસાન પહોંચાડે છે. જોકે, એ કહેવામાં આવે છે કે જેલિફિશના ડંખ મારવાની ઘટના ખૂબ જ ઓછી હોય છે. પરંતુ તાજેતરમાં આ ઘટનાઓ વધી રહી છે.

English



You must be logged in to post a comment.