Guj Govt is looting public money to prevent dog bite incidents
કુતરાની વસતી વધી, કરડવાનો વર્ષે 20 ટકા વધારો
હડકવાથી 1400 લોકોના મોત?
ગુજરાતમાં દર વર્ષે કુતરા કરડવાની ઘટનામાં 20થી 30 ટકાનો વધારો થઈ રહ્યો છે. કુતરાઓનો જન્મદર ઘટાડવા ખસીકરણ કરાય છે, છતાં 2001થી કુતરા કરડવાની સમસ્યા ઉકેલાવાના બદલે વધી છે. મોટા શહેરની સરકારો ખર્ચ કરે છે, પણ નાના 250 શહેરો અને 18 હજાર ગામ ખર્ચ કરી શકતા નથી. છતાં ગુજરાતમાં કતરા કરડવાની 30 લાખ ઘટનાઓ બને છે અને 1500 દર્દીઓના હડકવાના કારણે મોત થતાં હોવાનો અંદાજ છે. રાજ્ય સરકાર કોઈ ફંડ આપતી નથી. દેખરેખ રાખે છે પણ ડોગ બાઈટ ફ્રી માનસ વસ્તી બનાવવામાં 25 વર્ષથી નિષ્ફળ છે. શહેરોમાં કુતરા રાખાવ પર પ્રતિબંધ અને ભારે દંડ અને સજા આપતો કાયદો આગામી વિધાનસભામાં લાવવો જોઈએ.મોત
દર વર્ષે ભારતમાં 20 હજાર લોકોના હડકવાના કારણે મોત થાય છે.
2024માં 37 લાખ લોકોને કૂતરાં કરડ્યા હતા. 22 ટકાનો વધારો થયો હતો.
2021માં 17 લાખ 1 હજાર 133 કુતરા કરડી ગયા હતા.
2020માં 46 લાખ 33 હજાર 493 લોકોને કુતરા કરડી ગયા હતા.
2019માં 72 લાખ 77 હજાર લોકોને કુતરા કરડ્યા હતા.
1000 લોકોમાંથી 6 લોકોને કોઈ ને કોઈ પશુ કરડ્યું હોય છે. દેશમાં આશરે 91 લાખ લોકોને વર્ષે પશુ કરડી જાય છે.
દેશમાં, રખડતા કૂતરા 3 કરોડ 50 લાખ છે. 1 કરોડ પાલતુ કૂતરા છે.
ગુજરાતમાં 1500 લોકોના મોત કુતરા કરડવાના કારણે થતા હોવાનું અનુમાન દેશના આંકડા પરથી મૂકી શકાય તેમ છે.
ગુજરાતમાં તમામ પ્રકારના 40 લાખ કુતરા છે. જેમાંથી મોટાભાગના કૂતરો કરડે છે. રાજ્યમાં દરરોજ 464 લોકોને કુતરા કરડે છે. રોજના 464 અને પ્રતિ કલાક 19 લોકોને સરેરાશ કુતરા કરડે છે. 2021માં 17 લાખ, 2023માં 30 લાખ ઘટના બની હતી. 80 ટકા સુધી વધી હતી.દેશમાં દંડ
જો દેશમાં વળતર આપવાનો કાયદો હોત તો શહેર સત્તાવાળાઓને રૂ. 3,700 કરોડથી રૂ. 10 હજાર કરોડનું વળતર આપવું પડત.કાયદો
શેરીમાં રખડુ,કરડતા,પાછળ દોડતા શ્વાનોને પકડીને તે વિસ્તારથી દૂર કરી શકાતા નથી, પ્રતિબંધ છે, કાયદાનું મજબૂત રક્ષણ છે પરંતુ, શ્વાનોથી કરડવાથી નાગરિકો પોતાનું રક્ષણ કરી શકતા નથી. સાપ કરડતા નથી એટલા કુતરા કરડે છે. કતરાઓ મોતને ઘાટ ઉતારે છે.સજા
અમદાવાદની એક રહેણાંક સોસાયટીમાં પાલતુ રોટવીલર કૂતરાના હુમલાથી ચાર મહિનાની બાળકીનું દુઃખદ મૃત્યુ થયું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે કેસ નોંધ્યો છે. કુતરા કરડવાની કોઈપણ ઘટનાની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. પોલીસે DDR (ડેઇલી ડાયરી રિપોર્ટ) દાખલ કરીને ઘટનાની તપાસ કરવી જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપાલિટી ઓફિસને જાણ કરો. સરકારે ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે કુતરા વેબસાઈટ બનાવવાની જરૂર છે.માલિક IPC ની કલમ 289 હેઠળ પાળતુ પ્રાણીના કૃત્યો માટે જવાબદાર છે. કલમ હેઠળ એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિનાની જેલ અથવા બંને સજા થઈ શકે છે.અમદાવાદમાં 2022માં કુતરા કરડવાનાં 58,668 બનાવો બન્યા હતા. આ નિયમ ગુજરાત સરકારે પણ લાગુ કરવો જોઇએ.ચુકાદો
પંજાબ અને હરિયાણા વડી અદાલતે નવેમ્બર 2023માં કુતરા કરડવાના બનાવોમાં વળતર માટે ચુકાદો આપ્યો હતો. દરેક દાંતના નિશાન માટે રૂ. 10 હજારનું વળતર આપવામાં આવશે.કૂતરું કરડવાથી હડકવાનો અસાધ્ય,ભયાનક રોગનું જોખમ હોવાથી કોઈ પણ નાગરિક ઈન્જેક્શન નહીં લઈને ઘરેલું સારવાર કરવાનું જોખમ લેતા નથી. ઍન્ટિ-રેબિઝ વૅક્સિનમાં ઘટ પડી રહી છે.વાયરસ
હડકવા બુલેટ આકારના રેબડો વાયરસને કારણે થાય છે જે હડકવા થયો હોય તેવા પ્રાણીની લાળમાં હાજર હોય છે. હડકાયા પ્રાણીઓના કરડ્યા પછી, સલાઇવા એટલે કે લાળમાંથી વાયરસ કરડ્યું હોય તે વ્યક્તિના ઘા પર જમા થાય છે. હડકવાથી વિશ્વમાં મૃત્યુ થાય છે, તેમાંના 36 ટકા મૃત્યુ ભારત દેશમાં થાય છે. યુરોપ, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક લેટિન અમેરિકન દેશોમાં હડકવા થતો નથી. હડકવા 100% જીવલેણ રોગ છે. હડકવા થાય એટલે મોત થાય છે.
જો હડકવા થયો હોય તો તેના લક્ષણોમાં શરીર કઠણ બની જાય શરીરમાં સતત તાવ આવે અને ધ્રુજારી થાય તથા વ્યક્તિના મોઢામાંથી લાળ પણ ટપકે છે. વ્યક્તિ કૂતરાની જેમ ઘુરાટા પણ મારતો થઇ જાય છે. તો દર્દીને પાણીથી ખૂબ જ ડર લાગે છે. જે વ્યક્તિને હડકવા થઈ ગયો હોય તેને કંટ્રોલ કરવું પણ ખૂબ અઘરું હોય છેહડકવાની રસી અને સારવાર
કુતરું કરડે એટલે તુરંત દાંતના ઘાને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે. કુતરાની લાળમાં વાયરસ હોય તે પાણી અને સાબુ દ્વારા લાળ દૂર થાય છે. સાબુ કે ડિટર્જન્ટ સાબુ વાયરસને મારી નાંખે છે. ડિટર્જન્ટ સાબુ વધુ આલ્કલાઇન સાબુ વાયરસની ઉપરના લિપિડના (ચરબી) કોટિંગને તોડી પાડે છે.
પછી એન્ટિસેપ્ટિક દવા લગાવી દેવામાં આવે છે. તે વાયરસને ન્યુટ્રલાઇઝ્ડ કરે છે. હડકવા વિરોધી રસી મૂકાવો.
કૂતરું કરડ્યા પછી તેના ઇન્જેક્શન લેવામાં શેડ્યુલમાં કૂતરું કરડે તે દિવસે પછી ત્રીજા, સાતમા, ચૌદમા, એકવીસમાં, દિવસે અને બેતાલીસમાં દિવસે એમ મળીને 7 વખત હડકવા વિરોધી રસીના ડોઝ લેવા જોઈએ.
જો માત્ર 2થી 3 ડોઝ લીધા બાદ ડોઝ લેવામાં ના આવે તો હડકવા થવાની શક્યતા વધી જાય છે માટે આ 7 ડોઝનો કોર્સ પૂર્ણ કરવો અનિવાર્ય છે. .
ઘા પર હળદર અને લીમડાના પાન લગાવવાથી તે વાયરસને અંદર ધકેલશે. કેરોસીન, ડીઝલ, ચા અથવા લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરવો નહીં.
ઘટનાઓ
2023- ભાવનગરમાં ત્રણ દિવસમાં રખડતાં કુતરાએ બે મહિલાનો ભોગ લીધો
અમદાવાદમાં જુહાપુરામાં મજૂર કુટુંબના ઘોડિયામાં સુતેલા બાળકને કુતરાઓ લઈને ભાગ્યા હતા.
2 વર્ષની બાળકીને કુતરાએ પીંખી નાખતા મોત થયું.
જૂનાગઢમાં બે બાળકોને કૂતરાઓએ લોહીલુહાણ કર્યા.
2022માં વડોદરામાં માતા પાણી ભરવા ગઈ અને કુતરાએ 5 મહિનાની બાળકીનું માથું ફાડી નાખ્યું હતું.
ખર્ચ
અમદાવાદ:
2022માં અમદાવાદમાં 58 હજાર 125 કુતરા કરડવાની ઘટના નોંધાઈ હતી.
અમદાવાદ શહેર દ્વારા વર્ષ 2022-23માં રૂ. 35.15 કરોડનું ખર્ચ કર્યું હતું. જે આખા દેશમાં સૌથી ઉંચો ખર્ચ છે. છતાં કુતરા કરડી રહ્યાં છે.
અમદાવાદમાં 2023-24માં 49.66 કરોડ કુતરા પાછળ ફાળવ્યા હતા. 1.5 કરોડ ખસીકરણ માટે ખર્ચવામાં આવે છે.
આટલું ઊંચું ખર્ચ છતાં અમદાવાદમાં રોજના 120 થી 130 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. ખસીકરણ માટે કુતરાઓને ડોગ હોસ્ટેલમાં લાવી 4 દિવસ રાખવામાં આવે છે. જ્યાં જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી ખસીકરણ થાય છે. અને કુતરાના કાન પર ઓળખ માટે કાપ મુકાય છે.
ગુજરાતમાં 433 કતરા કરડે છે, એક કુતરાની નશબંધીનું રૂ. 1 હજારનું ખર્ચ
5 સપ્ટેમ્બર,2025
ગુજરાતમાં દરરોજ સરેરાશ 433 લોકોને કૂતરા કરડે છે.
2019માં 4,80,424 સરેરાશ, દરરોજ 1,316 લોકોને કૂતરા કરડતા હતા.
2020માં 4,31,425 થઈ ગઈ હતી
2021માં 1,92,364 કુતરા કરડેલા હતા.
અમદાવાદ ગોટાળો
રખડતા કૂતરાઓના ત્રાસને કારણે લોકો મોર્નિંગ વોક માટે જઈ શકતા નથી. ગુજરાતની વડી અદાલતે 2023માં કહ્યું હતું કે, અમદાવાદમાં જ રખડતા કૂતરા કરડવાના 60,000 થી વધુ કેસ નોંધાયા છે. શેરીઓમાં રખડતા કૂતરાઓના ત્રાસને કાબૂમાં લેવો એ નાગરિક સંસ્થાઓની પ્રાથમિક જવાબદારી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં ડોગબાઈટના 17 હજાર 540 કિસ્સા સારવાર માટે આવ્યા હતા. વળી અમદાવાદમાં 573 ખાનગી તબિબો છે તે માત્ર કુતરા કરડવાની સારવાર કરે છે. શહેરમાં 4 વર્ષમાં શ્વાન કરડવાની 3 લાખ ફરિયાદો હોવાનો આરોપ વિપક્ષનો છે.
બે એજન્સીને રખડતા કૂતરાં પકડીને તેનુ ખસીકરણ કરવાની કામગીરી સોંપાઈ છે. એક રખડતા કૂતરાં દીઠ રુપિયા 950 આપવામાં આવે છે. રખડતા કૂતરાં કરડવાની ઘટના ઘટવાના બદલે વધી રહી છે. ખસીકરણ માટે AMC પાસે માત્ર 2 ટીમ અને 5 લોકો છે જેથી ખસીકરણની પ્રક્રિયા છીમી ચાલી રહી છે. પહેલા 150 શ્વાનનું ખસીકરણ થતું હતું પણ હવે માત્ર 40 શ્વાનનું જ ખસીકરણ કરાઇ રહ્યું છે.
2021-25 સુધી શ્વાન કરડવાની 3 લાખથી વધુ ફરિયાદ
દરરોજ 10 જેટલા શ્વાન કરડવાના બનાવ બન્યા છે તથા 2021-25 સુધી શ્વાન કરડવાની 3 લાખથી વધુ ફરિયાદ આવી છે. ખસીકરણ માટે છેલ્લા 5 વર્ષમાં 12 કરોડથી વધુ ખર્ચ થયો છે અને 50 હજાર પાલતુ શ્વાન પૈકી માત્ર 18 હજારનું રજિસ્ટ્રેશન કરાયું છે.
AMCની સામાન્ય સભામાં વિપક્ષ 2021થી 2024માં શ્વાનની 41 હજાર ફરિયાદ મળી હોવાનું જણાવવામાં આવે છે. વર્ષ-દર-વર્ષે કૂતરા કરડવાના કેસ મુજબ, 2020 માં 52,318, 2021 માં 51,812 અને 2022 માં 59,513 કેસ નોંધાયા હતા.પણ, 2 લાખ રખડતા શ્વાન રોડ પર ફરી રહ્યા છે. 2024માં 392,837 કેસ નોંધાયા હતા. દરરોજ 10 શ્વાન કરડવાના બનાવ બનેલા છે. 2021 થી 25 સુધી 3 લાખ થી વધારે શ્વાન કરડવાની ફરિયાદ આવી છે.
5,162 પાલતુ કૂતરા નોંધાયા હતા.
એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ મુજબ અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર રખડતા કૂતરાંનુ ખસીકરણ કરાવાયું છે. શહેરમાંથી કુતરાને પકડી લાવી દાણીલીમડા અને બહેરામપુરા ખાતે ખસીકરણ કરવામા આવે છે.
અમદાવાદમાં શેરીમાં કૂતરાઓની વસ્તી 2025માં 3.75 લાખ છે. જૂન 2019 માં એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, શહેરમાં કુલ 2.20 લાખ કૂતરાઓની વસ્તી હતી. આનો અર્થ એ થાય કે શહેરમાં ત્રણ વર્ષમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં આશરે 70.45 ટકાનો વધારો થયો છે.
માત્ર શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં છેલ્લા ત્રણ વર્ષમાં કૂતરા કરડવાના 1,63,643 કેસ નોંધાયા હતા. ખાનગી હોસ્પિટલો અથવા જે નોંધાયેલા ન હતા તેના આંકડા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.
2020-21માં રૂ. 2.30 કરોડ, 2021-22માં રૂ. 2.56 કરોડ અને 2022-23માં રૂ. 4.5 કરોડ ખર્ચ્યા છે.
2024માં
કૂતરા કરડવાના તીવ્ર વધારાથી લઈને બિલાડીઓ, વાંદરા અને સાપના હુમલાઓમાં પણ આશ્ચર્યજનક વધારો થયો છે.
અમદાવાદમાં 2023 વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2024ના પ્રથમ નવ મહિનામાં શહેરમાં કરડવાના વધુ કેસ નોંધાયા છે. વર્ષે 60 હજાર બનાવો બન્યા હતા. જે 2023ની સરખામણીએ 21
ટકા વધારો બતાવે છે. વધારો બોપલ, ઘુમા, કઠવાડા અને નાના ચિલોડા જેવા નવા વિસ્તારોમાં છે.
બિલાડીના કરડવાના કેસોમાં 91.4%નો વધારો થયો છે, જે 2023 માં 1,163 થી વધીને 2024 માં 2,226 થયા છે.
વાંદરાના હુમલામાં 103.3% નો વધારો જોવા મળ્યો છે, ગયા વર્ષે 180 ની સરખામણીમાં આ વર્ષે 366 કેસ નોંધાયા છે.
સુરત:
સુરત શહેરમાં 5 વર્ષમાં 30,300 કૂતરાઓનું રસીકરણ અને વંધ્યીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ 3 કરોડ 28 લાખ 60 હજાર 204 ખર્ચાયા હતા. એક કૂતરા પાછળ રૂ. 1191નો ખર્ચ થયો હતો. બીજી તરફ દરરોજ 50-70 કુતરા કરડી રહ્યા હતા.
સુરત શહેરમાં કૂતરા કરડવાના 50થી 70 બનાવ દરરોજ બને છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 10,255 કુતરા પકડાયા હતા. જેમાં કુતરા કરડવાના 22,503 કુતરા કરડવાની ઘટના બની હતી.
2023માં 18 હજાર કુતરા કરડવાની ઘટના બની હતી.
સુરતમાં પાંચ વર્ષમાં 33,761 કૂતરા પકડ્યા અને તેના પાછળ રૂ. 3.28 કરોડનો ખર્ચ કર્યો.
પશુપાલન વિભાગે કહ્યું કે, સુરત શહેરના 101 વોર્ડમાં 2754 કુતરા છે. આ આંકડો 2018માં કરાયેલા સર્વેનો છે. મહાપાલિકા સર્વે કરાવતી નથી. સર્વેક્ષણો માત્ર 40 ટકા જ સચોટ હોય છે. રસ્તા પર દેખાતા કૂતરા જ ગણાય છે. લોકો જે કહે છે તે લખવામાં આવે છે.
રાજકોટ:
રાજકોટ મહાનગરપાલકાના પશુ નિયંત્રણ શાખા છે. રસ્તા પર રખડતા કુતરાની સંખ્યા અંદાજે 30 હજાર છે. વર્ષે રૂ. 1 કરોડ ખર્ચ કરે છે.
નિયમિત રીતે વર્ષ 2008થી ખસીકરણ થાય છે. અત્યાર સુધીમાં 70 હજાર કુતરાઓનું ખસીકરણ કર્યું છે. છતાં શહેરમાં 30 હજાર કુતરા છે.
રાજકોટ શહેરમાં 8 માસમાં 11 હજાર 292 લોકોને શ્વાનો કરડયા, 4 હજાર 228ને મનપા તથા બાકીનાને સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઈન્જેક્શન અપાયા. મહિને 1 હજાર ઘટના સામે આ વર્ષે 1400 કુતરા કરડવાની ઘટના બની હતી. રાજકોટમાં બે વર્ષમાં શ્વાન કરડવાના બનાવોમાં 34 ટકાનો વધારો થયો. પહેલા રોજ સરેરાશ 35 નાગરિકોને શ્વાન કરડતા હતા. 2025માં 8 માસની સરેરાશ રોજ 47 કુતરા કરડી રહ્યાં છે.
જુનાગઢ:
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજે 7થી 8 હજાર શ્વાનોની અંદાજીત સંખ્યા છે.
બે વર્ષથી ખસીકરણ જ બંધ કરી દીધું છે. કુદતાનો ત્રાસવાદ દૂર કરવા કોઈ નાણાં ખર્ચવામાં આવતા નથી. જ્યારે જૂનાગઢ જિલ્લામાં એક વર્ષમાં બે બાળકોના શ્વાનના કરડવાથી મોત થયા છે.
કચ્છ:
કચ્છ જિલ્લામાં 1લી જાન્યુઆરીથી 25મી ઓક્ટોબર 2023 સુધીમાં 3965 લોકોને કુતરા કરડયા હતા. 2500 ખસીકરણ કર્યું હતું. સરકાર તરફથી જિલ્લા પંચાયતને કોઈ કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. કચ્છ નગરપાલિકા વર્ષે રૂ. 1 લાખ ખર્ચ કરે છે.
ભાવનગર:
ભાવનગર શહેરમાં વર્ષ 2022-23માં 76 લોકોને કુતરાએ બચકા ભર્યા હતા. 15,000 શ્વાનનું ખસીકરણ કર્યું હતું. સરકાર નાણા આપતી નથી. મહાનગરપાલિકાએ રૂ. 50 લાખ ખર્ચ કર્યું હતું.
સરકારની દેખરેખ:
ગુજરાત સરકારે રેબીજ ફ્રી સિટી માટે જિલ્લાના વડા અને કોર્પોરેશનના વડાને પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે.
ગુજરાતમાં શ્વાન, બિલાડા, સાપ, ઊંટ અને બીજા જંગલી જાનવરો રાજ્યના નાગરિકોને કરડે નહીં તે માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કંટ્રોલ પ્રોગ્રામ અને વાઈટ પ્રોગ્રામ દ્વારા તમામ ઘટનાઓનું રોજ મોનીટરીંગ કરે છે.
તમામ માહિતી કેન્દ્ર સરકારના IHIP પોર્ટલ અને રાજ્યની તમામ હોસ્પિટલો વિગતો આપે છે.
નેશનલ રેબિશ કંટ્રોલ પ્રોગ્રામ કે જેમાં હડકવા વિરોધી રસી આપવામાં આવે છે.
ભારત
કેન્દ્ર સરકારનું જૂઠ
2022 માટેના સરકારી ડેટામાં ફક્ત 21 હડકવાથી થયેલા મૃત્યુ નોંધાયા હતા.
WHO એ ભારત સરકાર અને અન્ય સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે જ વર્ષે 305 મૃત્યુ નોંધાવ્યા હતા.
WHOના મોડેલિંગમાં ભારતમાં વાર્ષિક 18,000-20,000 મૃત્યુનો અંદાજ છે – જે વૈશ્વિક હડકવાથી થતા મૃત્યુના 36% થી વધુ છે.
આમાંના મોટાભાગના પીડિતો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, જે ખાસ કરીને રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ બને છે.
કેન્દ્રએ વૈશ્વિક આરોગ્ય લક્ષ્યો સાથે સુસંગત રહીને 2030 સુધીમાં હડકવાને નાબૂદ કરવાનું વચન આપ્યું છે. પરંતુ વાર્ષિક લાખો કૂતરા કરડવાથી અને મૃત્યુદરના બોજને ખૂબ ઓછો કરવા ખોટા આંકડા આપવામાં આવે છે.
કુતરા કરડવા
2018માં 75.7 લાખ
2021માં 17 લાખ
2024માં 37.2 લાખ
2022 અને 2024ની વચ્ચે 13.5 લાખ કેસ સાથે મહારાષ્ટ્ર સૌથી આગળ છે, ત્યારબાદ તમિલનાડુ (12.9 લાખ) અને ગુજરાત (8.4 લાખ) આવે છે.
2019ની ગણતરી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં રખડતા કૂતરાઓની વસ્તી સૌથી વધુ 20.6 લાખ છે, ત્યારબાદ ઓડિશામાં 17.3 લાખ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દરેકમાં 12.8 લાખ રખડતા કૂતરા નોંધાયા છે, જ્યારે કર્ણાટકમાં 11.4 લાખ છે. ગુજરાતમાં 15 લાખ કુતરા હોઈ શકે છે.
કર્ણાટકમાં 2024માં 3.6 લાખ કૂતરા કરડવાથી અને 42 હડકવાથી મૃત્યુ થયા હતા.
પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023, પ્રમાણે નસબંધી કરાયેલા કૂતરાઓને તેમના મૂળ સ્થાનો પર પાછા મૂકી દેવાનો કાયદો છે.
ભારત સરકારે પશુ જન્મ નિયંત્રણ (કૂતરા) નિયમો બનાવ્યા છે.
એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધન મુજબ ભારતમાં 2 ટકા કુતરા આક્રમક છે. જેમાં ભસવું, પીછો કરવો અથવા કરડવું સામેલ હતું.
15 રાજ્યોમાં 2022-23 ના સર્વેક્ષણમાં, કૂતરા કરડવાના કિસ્સાઓ પ્રતિ 1,000 વસ્તી દીઠ 4.7 નોંધાયા હતા.
ભારત
બાળકો પર હુમલા
જાન્યુઆરી-ડિસેમ્બર 2024 દરમિયાન, દેશભરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર 5,19,704 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. 2020 પહેલા 72 લાખ અને 2024માં 37 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા.
ભારતમાં કૂતરા કરડવાના કેસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે જાહેર આરોગ્ય નિષ્ણાતો તેને ખૂબ જ ચિંતાજનક માને છે. ફક્ત 2024માં, દેશમાં 37.17 લાખ કેસ નોંધાયા હતા, જે સરેરાશ દરરોજ 10,000થી વધુ કૂતરા કરડ્યા હતા.
નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં ૪.૨૨ લાખ લોકોને કૂતરા કરડયા
આંધળો કાયદો : અમદાવાદમાં કુતરૂં કરડ્યું તો એક વર્ષની સજા, પશુથી મોતમાં નહીં ?
ગુજરાતના તમામ શહેર અને ગામમાં લાલ રંગના પાણીની બોટલ મૂકાઈ, કૂતરા ભાગે છે ?
અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો
પશુ ઈમરજન્સી કરૂણા એમ્યુલન્સ પ્રોજેક્ટ 6 વર્ષે પણ ગુજરાતમાં અધુરો, કુતરાઓની સારવાર વધારે કરી