અમદાવાદ 3 જૂલાઈ 2023
લોથલ બંદરનું સંગ્રહાલય
રાષ્ટ્રિય સમુદ્રી વારસા સંકુલ – નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ભારતના વૈવિધ્યસભર દરિયાઇ ઇતિહાસને શીખવા અને સમજવા માટેનું કેન્દ્ર બની રહ્યું છે. રૂ.4500 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ આ NMHC કોમ્પ્લેક્સ 400 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ, એશિયાનું સૌથી મોટું અંડર વોટર મરીન મ્યુઝિયમ અને ભારતનું નેવલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે.
ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ સાથે એક દરિયાઇ ગેલેરી: “ધ જર્ની ઓફ ઇન્ડિયન નેવી એન્ડ કોસ્ટ ગાર્ડ ” (ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડની યાત્રા) માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના સાગરમાલાનો પ્રોજેક્ટ્સમાંનું એક છે અને તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ છે.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન ફાળવી છે. આ ઉપરાંત, સ્ટાફ ક્વાર્ટર્સના વિકાસ માટે વધારાની 25 એકર જમીન ફાળવવામાં આવી છે; રાજ્ય ધોરીમાર્ગથી NMHC પ્રોજેક્ટ સાઈટ સુધીના રોડનું 4 લેનિંગનુ કામ ચાલુ છે; લગભગ 25 કિમી દૂરથી નર્મદા પાણી પુરવઠો પહોંચાડવાનું કામ પૂરું થઈ ગયું છે; લગભગ 17 કિમીની ટ્રાન્સમિશન લાઇનો નાખવાનું કામ પ્રગતિમાં છે અને 66 KV GIS સબસ્ટેશનની સ્થાપના માટે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેનું કામ પણ પ્રગતિ હેઠળ છે અને મૂળભૂત આંતરિક માળખાના વિકાસ માટે રૂ.150 કરોડનું યોગદાન રાજ્ય સરકારે આપ્યું છે.
જાહેર અને ખાનગી સંસ્થાઓના ભંડોળ અથવા વિવિધ સંસ્થાઓ અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ) ભંડોળ દ્વારો વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય બંદરો રૂ.209 કરોડના ભંડોળનું યોગદાન આપી રહ્યા છે.
2030 તરફ એક ડગલું આગળ લઇ જશે. તે વૈશ્વિક મોરચે ભારતને સ્થાપિત કરશે અને આપણા દરિયાઈ ક્ષેત્રના સમૃદ્ધ વારસા વિશે દેશના લોકોને શિક્ષિત કરશે.
રૂ.4500 કરોડ અને 400 એકર જમીનના ખર્ચ મળીને 5 હજાર કરોડ નવી ઈમારત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખર્ચ કરી રહ્યાં છે. પણ ગુજરાતનો 40 મ્યુઝીયયમો અને 1200 હડ્ડપન સાઈટો નધણીયાતી છે. તેના વિકાસ માટે મોદીએ 23 વર્ષથી કંઈ કર્યું નથી.
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું પતન
https://allgujaratnews.in/gj/historical-sites-of-hindu/
પ્રોજેક્ટ સ્ટેટસ
સરગવાડા ગામથી પ્રોજેક્ટ સાઈટ સુધીના 1.58 કિલોમીટરના 4 લેન રોડનું બાંધકામ પૂર્ણતાના આરે છે. 25 કિલોમીટરની પાણી પુરવઠાની લાઇન અને 10 લાખ લિટરની ક્ષમતાની પાણીની ટાંકીનું કામ પૂર્ણ થયું છે. ફેઝ 1A ની ભૌતિક પ્રગતિ 30% થી વધુ છે. પ્રથમ 5 ગેલેરીઓ માટે ગેલેરી ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે અને નેવલ (દરિયાઈ) ગેલેરી અને લોથલ ટાઉન માટેના ટેન્ડરો તૈયારીના અંતિમ તબક્કામાં છે. જોધપુરમાંથી ખાસ ગુલાબી પથ્થરની ખાણો આઇડેન્ટિફાય કરવામાં આવી છે અને NHMCના ફેકેડ એટલે કે રવેશના બાંધકામ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. મ્યુઝિયમોમાં કલાકૃતિઓ માટે વિવિધ રાજ્યોના વિભાગો અને સંસ્થાઓ સાથે જોડાણો કરવામાં આવ્યા છે.
NHMCને ભારતના મેરિટાઇમ હેરિટેજ એટલે કે દરિયાઈ વારસાને સમર્પિત આ પ્રકારના સર્વપ્રથમ મ્યુઝિયમ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. તે માત્ર ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને જ પ્રદર્શિત નહીં કરે, પરંતુ તે આપણા દેશના મજબૂત દરિયાઇ ઇતિહાસ અને જીવંત દરિયાકાંઠાની પરંપરાને પણ હાઇલાઇટ કરશે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના મેરીટાઇમ હેરિટેજની છબિને ઉન્નત કરશે.
લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે
લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે
ગુજરાતને મોદીના પ્રધાન સીતારમને મ્યુઝિયમ આપ્યા, મંદીનું શું
https://allgujaratnews.in/gj/modi-gives-gujarat-minister-sitaram-a-museum-what-about-the-recession/
નોંધનીય છે કે, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે દેશમાં બંદર ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગુજરાતમાં સાગરમાલા કાર્યક્રમ હેઠળ રૂ.57,000 કરોડના 74 પ્રોજેક્ટ્સ આઇડેન્ટિફાય કર્યા છે. તેમાંથી રૂ.9,000 કરોડના 15 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે; રૂ.25,000 કરોડથી વધુની કિંમતના 33 પ્રોજેક્ટ્સ અમલમાં છે અને રૂ.22,700 કરોડના 26 પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે. કેન્દ્રીય લાઇન મંત્રાલયો, મુખ્ય બંદરો, રાજ્ય મેરીટાઇમ બોર્ડ અને અન્ય રાજ્ય એજન્સીઓ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકે છે.
પ્રોજેક્ટની સમીક્ષા કરી. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ગુજરાત સરકારના સહયોગથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. મંત્રાલયની સાગરમાલા યોજના હેઠળ લોથલ (ગુજરાત)ના ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ વિસ્તારમાં 3500 કરોડના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.
ભારતનો સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસ છે. ધોળાવીરા અને લોથલ પ્રાચીન સમયમાં તેમાં મુખ્ય હતા.
હેરિટેજ થીમ પાર્ક, મ્યુઝિયમ થીમ આધારિત હોટેલ અને મરીન થીમ આધારિત ઇકો-રિસોર્ટ જેવી ઘણી વિશિષ્ટ રચનાઓ બની રહી છે.
ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ ગૌરવ દર્શાવવામાં આવી રહ્યો છે. દેશના દરિયાઈ વારસાનો પ્રથમ પ્રોજેક્ટ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના દરિયાઈ વારસાની છબીને વધારશે.
વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે હશે. પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીના દેશના દરિયાઈ વારસાની ઝલક મળશે.
લોથલ એ ભારતના ગુજરાતના મહત્વના પશ્ચિમી રાજ્યમાં 2400 બીસી પહેલા હડપ્પન સંસ્કૃતિના મુખ્ય શહેરોમાંનું એક હતું. પુરાતત્વીય ખોદકામમાં જાણવા મળ્યું છે કે લોથલમાં 5000 વર્ષ પહેલાં માનવસર્જિત ડોકયાર્ડ હતું. લોથલના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને આવા મહત્વપૂર્ણ સ્થાન પર મેરીટાઇમ હેરિટેજ સંકુલ હશે અને તેને અસાધારણ અને અનોખો મેરીટાઇમ હેરિટેજ ઝોન બનવામાં મદદ કરશે.
NMHC એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કલાકૃતિઓ/સમુદ્રીય વારસાને પ્રદર્શિત કરવા માટે ભારતના દરેક દરિયાકાંઠાના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) માટે એક પેવેલિયન રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દરેક દરિયાકાંઠાના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તેની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ તેમજ મૂર્ત અને અમૂર્ત વારસો રજૂ કરશે.
પ્રાચીન શહેર લોથલનું પુનરુત્થાન છે, જે 2400 બીસીની આસપાસ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય શહેરોમાંનું એક હતું.
મુલાકાતીઓ માટે નીચેના પ્રકારના ડિજિટલ અનુભવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે:
1. દરિયાઈ વારસાના ઇમર્સિવ અનુભવને અનુભવવા માટે વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ
2. ધ્વનિ અને પ્રકાશ શો
3. ટચ સ્ક્રીન કિઓસ્ક
4. દરિયાઈ ઇતિહાસને લગતી મહત્વની ઘટનાઓ પરની ટૂંકી ફિલ્મો.
મરીન અને નેવલ થીમ પાર્ક, મેમોરિયલ પાર્ક, ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક, એડવેન્ચર અને એન્ટરટેઈનમેન્ટ થીમ પાર્ક વગેરેને NMHC ખાતે જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા વિકસાવવામાં આવશે, જે મુલાકાતીઓને સંપૂર્ણ પેકેજ અને ઉત્તમ અનુભવ પ્રદાન કરશે.
વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ
વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ
ગુજરાતમાં 144 ટાપુ અને 45 દીવા દાંડીમાંથી માત્ર 3 વિકસાવાઈ