Macrotech Developers collected Rs 740 crore from 14 anchor investors
મુંબઈ, 9 એપ્રિલ 2021
જમીન મિલકતના વિકાસ કારોબાર સંબંધિત મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉ લોધા ડેવલપર્સ)એ આઈપીઓ આવવાથી પહેલા જ એન્કર ઈન્વેસ્ટરોસથી 740 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીનો આઈપીઓ આજે એટલે કે બુધવારે માર્કેટમા હિટ થઈ જશે. આમાં રોકાણકારો આગામી શુક્રવાર સુધી બીડ લગાવી શકાશે.
મુંબઈની મેક્રોટેક ડેવલપર્સે શેરમાર્કેટને મંગળવારે આપેલી માહિતીમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે, તેણે 14 એન્કર રોકાણકારો પાસેથી 740 કરોડ રૂપિયા મેળવ્યા છે. તેણે 486 રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે 1.52 કરોડ શેર એન્કર ઈન્વેસ્ટોને જારી કર્યા છે.
જમીન, મકાનના વિકાસ સાથે જોડાયેલ મેક્રોટેક ડેવલપર્સ આઈપીઓ માટે એક શેરના પ્રાઈસ બોન્ડ 483-486 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. મેક્રોટેક ડેલવપર્સ અગાઉ લોઢા ડેલવપર્સના નામથી જાણીતી હતી. કંપનીના 2500 કરોડ રૂપિયાના આઈપીઓ આજે ખુલીને 9 એપ્રિલે બંધ થશે.
કંપની આઈપીઓ દ્વારા એકઠી કરાયેલ રાશિનો ઉપયોગ 1500 કરોડ રૂપિયા સુધી દેવામાં ઘટાડો આવશે, 375 કરોડ રૂપિયા સુધી જમીન અધિગ્રહણ અથવા લેન્ડ ડેવલપમેન્ટ રાઈટ્સ હાંસિલ કરવા તથા વધારાના સામાન્ય કંપની કામકાજમાં કરશે.
મેક્રોટેકનો આઈપીઓ લાવવા અને શેરમાર્કેટમાં લિસ્ટિંગનો આ ત્રીજો પ્રયત્ન છે. કંપનીએ પહેલી વાર સપ્ટેમ્બર 2009માં લગભગ 2800 કરોડ રૂપિયા એકઠા કરવા માટે વિવરણ પુસ્તિકા (DRHP) સેબી પાસે જમા કરાવ્યા હતા. તેણે સેબી પાસેથી જાન્યુઆરી 2010માં મંજૂરી મળી પરંતુ ત્યાર બાદ વૈશ્વિક નાણાકીય સંકટ પછી બજારની સ્થિતિ અનુકૂળ નહિં હોવાને કારણે યોજનાને એક બાજુ મુકી દીધી. ત્યાર બાદ એપ્રિલ 2018માં કંપનીએ ડીઆરએચપી જમા કરી અને જુલાઈ 2018માં સેબી પાસેથી 5500 કરોડ રૂપિયા મેળવવા માટે આઈપીઓ લાવવાની મંજૂરી મળી. પરંતુ બજારની સ્થિતિ સારી નહિં દેખાતા યોજના ઠેલવી દીધી. હવે એકવાર ફરી કંપનીએ આઈપીઓ બજારમાં દસ્તક દીધી છે.