રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે

Maniben produces 1,100 liters of milk daily. मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2025
બનાસકાંઠાના માનીબેને વર્ષ 2024-25માં રૂ.1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદીને રૂ.3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્ય છે.

કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા 65 વર્ષીય માનુબેન જેસુંગભાઈ ચૌધરી સ્થાનિક ધી પટેલવાસ (કસરા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દરરોજ 1100 લિટર દૂધ ભરાવે છે.
વર્ષ 2024-25માં તેમણે 3,47,180 લીટર દૂધ ભરાવ્યું હતું જેનું મૂલ્ય રૂ.1,94,05,047 થાય છે.

પરિવારમાં ત્રણ દીકરાઓ પૈકી સૌથી નાના વિપુલભાઇ છે.
2011માં 10 ગાય અને ભેંસ હતી. જે 2025માં 230 છે. 140 મોટી ભેંસ, 90 ગાય અને 70 બચ્ચા છે. 100 ભેંસ ખરીદીને દૂધ ઉત્પાદનને વધારવા માંગે છે.
શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બન્ની, મહેસાણી અને મુરાહ પ્રજાતિની ભેંસો છે. તેમજ એચ એફ ગાયોની સાથે ચાર દેશી કાંકરેજ પ્રજાતિની ગાય છે.

16 પરિવારને રોજગારી
માનુબેન સાથે 16 જેટલા પરિવાર સંકળાયેલા છે. ગાય અને ભેંસોના દૂધ દોહવા માટે મશીનનો ઉપયોગ કરે છે.
ત્રણેય ધૂધના ધંધામાં છે. ગ્રેજ્યુએટ છે.
રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત
રાજ્યના કુલ 36 લાખ સભાસદો પૈકી 11 લાખ સભાસદો મહિલા છે. બનાસ ડેરીમાં, એક દિવસમાં 90 લાખ લિટર જેટલું દૂધ આવે છે.