કોરોના COVID-19માં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ દવાખાનાઓ દ્વારા ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ છે.
આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ માટે આર્સેનિક આલ્બ-૩૦ દવાનું વિતરણ પણ ચાલી રહ્યું છે .
આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તથા સફાઇ કર્મીઓને પણ વિવિધ કચેરીઓ ખાતે ઉક્ત દવાઓ આપવામાં આવી રહી છે. જિલ્લામાં ચાલતા કોરેન્ટાઇન સેન્ટર ખાતે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આયુર્વેદિક ઉકાળા તથા સંશમની વટી અને હોમયોપેથીક દવાનું વિતરણ પણ થઈ રહ્યું છે.
અમદાવાદ જિલ્લામાં ગઇકાલ સુધીમાં અમૃત પે આયુર્વેદિક ઉકાળાનો કુલ ૨૨,૭૦,૦૬૮ લાભાર્થીઓએ તથા હોમિયોપેથીક દવાનો કુલ ૧૩,૨૧,૧૩૮ લાભાર્થીએ લાભ લીધો તથા ઉક્ત દવાઓ જીલ્લાની સરકારી આયુર્વેદિક, હોમીયોપેથીક હોસ્પિટલો અને દવાખાનાઓ ખાતે મળશે જેના માટે ૧૦૪ હેલ્પલાઈનનો સંપર્ક કરવા જીલ્લા આયુર્વેદિક અધિકારી વૈધ હેમંત જોષીએ જણાવ્યું છે.