અમદાવાદમાં મેટ્રો ટ્રેનની એક બોગી આવી ગઈ છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેઈન થઈ રહી છે જેનું કૂલ ખર્ચ રૂ.10,700 કરોડ અંદાજવામાં આવ્યું છે. એક શહેરની વ્યવસ્થા માટે આટલું જંગી ખર્ચ પ્રજા પરનો મોટો બોજ બની રહેશે. BRTS પાછળ રૂ.2000 કરોડ અને AMTS પાછળ રૂ.800 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું છે. 13,500 કરોડનું કૂલ માસ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવ્યું છે. જે માથા દીઠ રૂ. 27000નું ખર્ચ અને એક કુટુંબ દીઠ કાર ખરીદી શકાય એટલું ખર્ચ આ ત્રણ ટ્રાન્સપોર્ટેશન પાછળ ભાજપ સરકાર ખર્ચ કર્યું છે. માત્ર મેટ્રો ટ્રેન પાછળ જે ખર્ચ કરાયું છે જેમાં રૂ.30 લાખની એક એવી 35,667 બસ ખરીદ કરી શકાય તેમ હતી. METRO, BRTS, AMTS નું કૂલ ખર્ચ ગણવામાં આવે તો કૂલ 45,000 બસ ખરીદી શકાઈ હોત. આટલી બસથી સમગ્ર ગુજરાતમાં 8 મહાનગર, 25 જિલ્લા મથકના શહેરો અને 200 નાના શહેરોને સાવ મફતમાં સરકાર બસ આપી શકી હોત. તેનો લાભ સમગ્ર ગુજરાતને મળી શક્યો હોત. પણ અહીં તો અમદાવાદના લોકો એક નાની કાર ખરીદી શકે એટલો ખર્ચ આ ત્રણ યોજનાઓ પાછળ ભાજપની સરકારે કર્યો છે.
મેઈક ઈન ઈન્ડિયા નહીં પણ, મેઈક ઈન કોરિયા
અમદાવાદ-ગાંધીનગરની મેટ્રો ટ્રેનનો પહેલો કોચ મેઈક ઈન ઈન્ડિયા નથી પણ તે મેઈક ઈન સાઉથ કોરિયા છે. અમદાવાદ ખાતે પહોંચી ગયો છે. પહેલા મેટ્રો કોચને હાલમાં રિવરફ્રંન્ટ પર રાખવામાં આવ્યો છે. જ્યાં તેને સામાન્ય લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે. સાઉથ કોરિયામાં બનીને તૈયાર થયેલા મેટ્રોનો આ કોચ સૌપ્રથમ મુંદ્રા પોર્ટ ખાતે પહોંચ્યો હતો. જ્યાંથી તેને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. શહેરમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચેના પટ્ટામાં ડિસેમ્બર 2018માં મેટ્રોનું ટ્રાયલ થવાનું છે. ત્યારે મેટ્રોમાં મુસાફરી કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
શહેરમાં મેટ્રોનું કામકાજ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે, અને વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના પહેલા ફેઝનું કાર્ય લગભગ પૂર્ણ થવાને આરે છે. ડિસેમ્બર 2019 સુધીમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડતી થઈ જશે. સંપૂર્ણ પ્રોજેક્ટ માટે અંદાજિત 10,700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને શક્ય તેટલું ઝડપી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરીને સામાન્ય નાગરિકોને ભેટ આપવાની તૈયારીમાં છે.