લદ્દાખ,
છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતી તંગ બની છે, ચીનના સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક નિષ્ફળ રહી હોવાનું લાગી રહ્યું છે, હવે ચીને એક વીડિયો પોસ્ટ કરીને તેની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
આ યુદ્ધાભ્યાસ તિબ્બેતના કોઇ વિસ્તારમાં કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ચીની સૈનિકો જોશ સાથે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યાં છે. ચીનના વીડિયો સામે ભારતે પણ વીડિયોથી જ ભારતીય સૈન્યનું સાહસ દેખાડ્યું છે.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં લદ્દાખ સરહદે ભારતીય સેનાની તૈયારીઓ દેખાડવામાં આવી છે.જે ચીનને એક રીતે જવાબ છે કે અમે પણ ગમે તેવી સ્થિતી સામે લડવા તૈયાર છે. બીજી તરફ ચીની સેનાના ફાઇટર એરક્રાફ્ટ લદ્દાખ સરહદ નજીક ઉડી રહ્યાં છે, જેના પર ભારતીય સેનાની પુરી નજર છે.