ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2020-21 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)

આર્થિક બાબતો અંગેની સંસદીય સમિતિ (સીસીઈએ)એ માર્કેટિંગ સિઝન 2020-21ના તમામ અનિવાર્ય ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે.

ખેડૂતોને તેમની કૃષિ પેદાશો માટે વળતરપ્રદ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકારે ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2020-21 માટેના ટેકાના ભાવમાં વધારો કર્યો છે.

ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો કાળા તલ (રામ તલ)માં (પ્રતિ ક્વિન્ટલ રૂા. 755) કરવામાં આવ્યો છે, તે પછી તલ (પ્રતિ ક્વિન્ટલ રૂા. 370), અડદ (પ્રતિ ક્વિન્ટલ રૂા. 300) અને કપાસ (લોંગ સ્ટેપલ) (પ્રતિ ક્વિન્ટલ રૂા. 275)માં વધારો કરાયો છે. વિભિન્ન મહેનતાણાંનો ઉદ્દેશ પાક વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવાનો છે.

માર્કેટિંગ સિઝન 2020-21 માટે તમામ ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ:

ક્રમ પાક અંદાજીત કિંમત 2020-21 ખરીફ માટે એમએસપી 2020-21
1 ડાંગર (સામાન્ય) 1,245 1,868
2 ડાંગર (ગ્રેડ એ) 1,888
3 જુવાર (સંકર) 1,746 2,620
4 જુવાર (માલંડી) 2,640
5 બાજરી 1,175 2,150
6 રાગી 2,194 3,295
7 મકાઈ 1,213 1,850
8 તુવેર (અરહર) 3,796 6,000
9 મગ 4,797 7,196
10 અડદ 3,660 6,000
11 મગફળી 3,515 5,275
12 સૂર્યમુખીનાં બી 3,921 5,885
13 સોયાબીન (પીળો) 2,587 3,880
14 તલ 4,570 6,855
15 કાળા તલ 4,462 6,695
16 કપાસ (મધ્યમ તાર) 3,676 5,515
17 કપાસ (લાંબો તાર) 5,825