[:gj]ચેન્નાઈની યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ થયું[:]

[:gj]અમિત શાહની શનિવારની ચેન્નાઈની યાત્રા વિશે રાજકીય વર્તુળોમાં ઉત્તેજના હતી ત્યારે સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર અમિત શાહ અને ભાજપ વિરોધી ટ્વિટ્સ તથા મીમ્સનો મારો ચાલુ થઈ જતાં શનિવાર સવારથી જ આ હેશ ટેગ ટ્રેન્ડિંગમાં હતું અને આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહ્યું. બપોર સુધીમાં જ ચાર લાખ કરતાં વધારે ટ્વિટ્સ આ હેશ ટેગ સાથે થઈ ગઈ હતી. આ હેશ ટેગને ટોપમાં ટ્રેન્ડિંગ કરાવીને ડીએમકેના સ્ટાલિને ફરી વર્ચ્યુઅલ શક્તિપ્રદર્શન કરી નાંખ્યું.

તમિલનાડુમાં ભાજપના કોઈ પણ નેતા આવે ત્યારે ગોબેક હેશ ટેગ સાથે ડીએમકે તૂટી પડે છે. આ પહેલાં મોદી તમિલનાડુ ગયા ત્યારે પણ ડીએમકેએ આ જ વ્યૂહરચના અપનાવી હતી. શાહની ચેન્નાઈ યાત્રા સત્તાવાર રીતે કેટલાક વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ માટે હતી પણ અંદરખાને તમિલનાડુમાં આવતા વરસે યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં હતી. વિશ્લેષકોના મતે, સોશિયલ મીડિયા ટ્રેન્ડ એ વાતનો સંકેત છે કે, તમિલનાડુમાં પગ જમાવવા ભાજપે બહુ મહેનત કરવી પડશે.[:]