ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021
હિંગ અને ફૂદીનાના સ્વાદ ધરાવતું પાણીપુરીનું પાણીએ એટલો ચસ્કો લગાવેલો છે કે, મહિલાઓ તેની દીવાલી બની ગઈ છે. તેના પર દર 10 હજારની વસતીએ એક પાણી પૂરીનો ખૂમચો ચાલે છે. હિંગના સ્વાદ-સોડમના અચૂક દિવાના બની જશો. સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. ફુદીનાના નિયમિત સેવનથી આશરે 70 રોગો દૂર થઈ શકે છે. ભારતમાં ફૂદીનાના તેલની ભારે માંગ છે. ખેતર પરથી ખરીદી થઈ રહી છે. લાખોની કમાણી આપતો આ પાક ગુજરાતમાં હાલ 200 એકરમાં લેવામાં આવી રહ્યો છે.
તેલ કાઢવાની ખેતી
ગુજરાતમાં 200 એકર ફૂદીનો વવાયો છે. ભાવ સારા મળે છે. એરોમા અગ્રીકલ્ચરનો નવો ખ્યાલ છે. તેલનો ઉપયોગ તુથપેસ્ટ, માથાનું તેલ, સાબુ, પાઉડર, દવા, ફ્લોક ધોવા, ગુટખા, તમાકું, ઠંડાપીણા, કફ-સીરપ, ચોકલેટ, પીપરમીન્ટ, વિક્સ જેવી ફાર્મસી પ્રોડક્ટ, બેકરી, કોસ્મેટિકમાં થાય છે. વિશ્વમાં મેથોલ તેલ વાપરે છે. બિસ્કીટ ચોકલેટ, ઠંડા પીણા, પોતા મસાજ તેલમાં વપરાય છે. બ્યુટી પાર્લરમાં અને કોસ્મેટિક્સમાં ભરપુર ઉપયોગ થાય છે.
ખેતીની શરુઆત ઠંડી ઓછી થાય એટલે તરત જ, લગભગ જાન્યુઆરીના અંતમાં થાય છે.
ધોરાજીના ખેડૂતની ખેતી
રાજકોટના ધોરાજીના 70 વર્ષના ખેડૂત હસમુખ રાણાભાઈ હીરપરા બીએસસી થયા પછી 2001થી ખેતી કરે છે. તેમણે જણાવ્યું હતું કે, પોતે સુગંધીત પાકની – એરોમા પાકોમાંથી પ્રોસેસિંગ કરીને તેનું તેલ વેચે છે. જાપાનીજ ફૂદીનો, મેન્થોલ – મિન્ટની ખેતી 20 વર્ષથી કરે છે. કોઈ ખેડૂત જો ફૂદાનીની ખેતી કરવા માંગતા હોય તો તેમને બિયારણથી બજાર સુધીની સગવડ આપું છે. ખેડૂતના ફાર્મ પર પણ જાવ છું. તેને ભાવની ખાતરી આપું છું. હું ખરીદી લઈ લઉ છે.
તેમણે હજારો ખેડૂતોને તૈયાર કર્યા છે, ગુજરાતના વિશ્વ વિદ્યાલયમાં તેઓ લોકોને જ્ઞાન આપે છે. 45 વીઘા જમીનમાં તેઓ મેડિસીનલ પ્લાંટનું વાવેતર કરે છે. તેમની પાસે 3 ટનનો પ્લાન્ટ છે. તેઓ પોતે વર્ષે 50 લાખનો વેપાર કરી શકે છે.
તેમણે ઇ.સ.2000થી પ્રથમ વખત મેન્થા-ફૂદીનાની ખેતી કરી હતી. ત્યારે રૂ.250નો તેલનો ભાવ મળ્યો હતો. જે 2008થી વધીને 2450 રૂપિયા કિલોના ભાવ હતો. 2012-13માં 2800 થી 3250 રૂયિયાનો તેલનો ભાવ મળતો હતો.
ગુજરાતમાં થાય છે
લખનૌની CIMAP અને કનૌજાની FFDC સંસ્થાના વિજ્ઞાનીઓએ ગુજરાતમાં ખેતી માટે અનુકુળ વાતાવારણ જણાવ્યું છે. પંચમહાલ અને નર્મદા જિલ્લામાં ખેતી સારી થઈ શકે એવું કહ્યું છે. ગાંધીનગર ઔષધી બોર્ડ કે હોર્ટીકલ્ચર બોર્ડમાં ખેતીમાં સબસીડી મળી શકે છે.
તેલ કાઢી ઉપયોગ
તેલ કાઢવા માટે મશીન આવે છે. વળી બાષ્પીભવન દ્વારા નિષ્યંદન દ્વારા તેલ મેળવી શકાય છે. ઘરે આ મશીન રાખીને પણ તેલ કાઢી શકાય છે. તેલ કાઢી લીધા પછી સુકો માલ બળતણમાં વાપરવામાં આવે છે.
કપાસની ખેતી કરતા ફાયદા કારક
એક એકરે ત્રણ વખત છોડને કાપીને તેમાંથી 150 કિલો તેલ નિકળે છે. જેનો સરેરાશ રૂ.1 હજારના કિલો વેચાય છે. રૂ.1.50 લાખનો નફો થાય છે. તેની સામે કપાસમાં 60 મણના ઉતારે 12500 નો નફો થાય છે. આમ કપાસ કરતાં ઘણો સારો નફો મળે છે. નિશ્ચિત આવક થાય છે. કપાસના બિયારણની જેમ દર વર્ષે મેન્થા બિયાણ લેવું પડતું નથી.
1954થી શરૂઆત
1954માં જમ્મુ પ્રયોગશાળા દ્વારા ભારતમાં ફૂદીનાની ખેતીની શરૂઆત થઈ હતી. હવે ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશના બારાબંકી, કાનપુર, લખનૌ, બરેલી, કનોજ, રામપુર, ગોરખપુર જિલ્લામાં ખેડૂતો ખેતી કરે છે. ભારતમાં 1 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. ગુજરાતમાં માંડ 200 એકરમાં ખેતી થાય છે. મેન્થા તેલની નિકાસ 25700 ટનની થઈ હતી. ઉત્પાદન 50 હજાર ટન તેલનું થાય છે. દેશમાં 80 ટકા પાક ઉત્તર પ્રદેશમાં થાય છે. જેમાં 325 લાખ ખેડૂતો રોકાયેલા છે.
ઉત્પાદન
મેન્થાની ખેતીમાં એકરે 15થી 20 ટન લીલા ફૂદીનાની ઉપજ થાય છે. જેમાં 0.80 થી 1.50 ટકા તેલ નિકળે છે. એક ટને 10થી 12 કિલો તેલ નિકળે છે. જો સ્ટિમડીસ્ટીલેશન પ્લાંટ હોય તો એક ટનમાં 18થી 20 કીલો તેલ મળે છે. એક એકરે 150 થી 180 કિલો તેલ મળે છે. 3 મહિનાના પાકમાં 70થી 80 કિલો તેલ મળે છે.
પશુ ખાતા નથી
ફૂદીનાને પશુ ખાતા નથી. તેથી ભૂંડ કે નિલગાય તે અન્ય પ્રાણીઓથી નુકસાન થતું નથી. તેને દવા કે બધું મોંઘા રાયાણીક ખાતરની જરૂર પડતી નથી. ઢોર ખાય નહીં.
8થી 45 ડીગ્રી સુધીના તાપમાનમાં થઈ શકે છે.
પ્રથમ કાપણી 120 દિવસે અને બીજી કાપણી 60થી 70 દિવસે કરવી પડે છે. વાવેતર માટે શર્કરાના મૂળનો ઉપયોગ થાય છે. ફૂદીનો ત્રણ વખત વાઢી લીધા બાદ તેને ઉખેડીને તૂલસી વાવી શકાય છે.
ઈજમેટના ફૂલ કે મેન્થોલ
ઉત્તર પ્રદેશમાં ખેડૂતો ઘરે ફૂદીનાથી તેલ કાઢે છે. 60 કિલો તેલ મેન્થલ નિકળે છે. ઈજમેટના ફૂલ, મેન્થોલના નામથી ઓળખવામાં આવે છે. સફેદ દૂધને ઠંડીમાં જમાવી દેવામાં આવે છે. તે ઈજમેટના ફૂલ બની જાય છે. પાનમાં નંખાતુ ઇજમેન્ટ પણ બનાવવામાં આવે છે.
માલવણ ગામમાં ખેતી
ખેડા જિલ્લાના વિરપુર તાલુકાના માલવણ ગામમાં 60 વર્ષના ખેડૂત નરેન્દ્રભાઇ છોટાભાઇ પટેલ પણ ફૂદીનાની 2003થી 24 એકર જમીન પર ખેતી કરીને લાખોની કમાણી પણ કરી રહ્યા છે. જાપાનીઝ મીંટ અને સુગંધીત ઘાસની ખેતી કરે છે. ફૂડ અને ફાર્મસી ઇન્ડસ્ટ્રીઝ સામેથી શોધતી આવે છે. જાપાનીઝ મીંટનું બિયારણ એટલે કે એ છોડના મૂળિયા લઇ આવ્યા હતા. ફૂદીનાના પાંદડામાંથી ઓઇલ પણ થાય અને પાવડર પણ થાય. વાપી, ભરુચ, અને હાઇવે ઉપરની ઇન્ડસ્ટ્રીઓ 24 એકરના ખેતરનો માલ જ સોદો કરીને લઇ જાય છે.
ડીસ્ટીલેશન યુનિટ
વાપીથી ખરીદીને ડીસ્ટીલેશન યુનિટ નાખ્યું છે. ડીસ્ટીલેશન યુનિટમાંથી આ છોડના પાંદડા અને ડાળખાનું તેલ નીકળે છે. તેલ ઇન્ડસ્ટ્રીમાં 1800 રૂપિયામાં લઈ જાય છે. એક એકરે રૂપિયા 50 હજારનો ખર્ચ થાય છે.
40 વર્ષથી ગામમાં કરે છે ફુદીનાની ખેતી
વલસાડના ફણસવાળા ગામની મહિલા ખેડૂત શીલાબેન પટેલ અને ગામના ખેડૂતો 40 વર્ષથી ફુદીનાની ખેતી કરે છે. ઓછા ખર્ચામાં વધુ નફાકારક સાબિત થઇ રહ્યો છે. ફુદીના માટે વધારે મહેનત કરાવી પડતી નથી અને ખર્ચ પણ ઓછો લાગે છે.
ફુદીનાને પાણીમાં ઉકાળ્યા બાદ તે પાણી ખેતીના પાક પર છાંટવાથી શાકભાજીમાં બેસતી ઈયળનો નાશ થઇ જાય છે.
70 રોગોમાં કામ
પેટમાં દુખાવો, ઝેરી જંતુના કરડવાથી, ગેસ, આંતરડાના કૃમિ, ચહેરાની સુંદરતા, વીંછીના ડંખ, ત્વચાના રોગો, અપચો, ત્વચાની ગરમી, શરદી અને ખાંસી, લોહી. ઠંડું, કોલેરા, બાળકોના રોગો, હવાના રોગો, આંતરડાના રોગો, શરદી તાવ, માથાનો દુખાવો, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને અન્ય રોગો સંપૂર્ણ દવા છે. ફુદીના થી શરીરમાં ઠંડક રહે છે. ફુદીનાના પાનને અંજીર સાથે લેવાથી કફ દૂર થાય છે. શ્વાસ અને ઉનાળામાં ગરમીથી રાહત થાય છે.
ફુદીનો સ્વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.
ભૂખ માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.
તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દિવસમાં બે વખત પીવો. મધ સાથે આપી શકાય છે.
અપાચન, અજીર્ણ અને ઊલટીમાં તાજો રસ ફાયદો કરે છે.
પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.
શરદી, સળેખમ અને પીનસમાં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં.
મો ની દુર્ગંધ દુર કરવા માટે
ફુદીનાના સુકા પાનનું ચૂર્ણ દાંતમાં લગાવવાથી દુર્ગંધ દુર થાય છે.
ફુદીનાના થોડા પાન, લીંબુના 3 ટીંપા ચહેરાના ખીલ અને તેના ડાઘા દૂર કરે છે.
ફૂદીનાના પાન હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશરની સમસ્યા મદદરૂપ સાબિત થાય છે.
દરરોજ ફુદીના સાથે લીંબુ નો રસ અને મધ ભેળવીને સેવન કરવાથી પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
પાનનું ચૂર્ણ મધ સાથે દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે.
ડિહાઇડ્રેશનથી છુટકારો થાય છે.
એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં ફૂદીનો પીવાથી લાભ મળે છે.
ફૂદીનાનો રસ પીવાથી હેડકીની સમસ્યામાં રાહત મળે છે.
ફૂદીનાનો શરબત બને છે.
વાવેતર
પંજાબ, હરિયાણા અને બિહાર ભારત વિશ્વનો સૌથી મોટો પેપરમિન્ટ નિકાસ કરતો દેશ છે. ભારત મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, જાપાન, વગેરેમાં પેપરમિન્ટ અથવા તેના ઉત્પાદનોની નિકાસ કરે છે, જે ખેડૂતોની આવક પર સીધી અસર કરે છે.
95% વાવેતર ઉત્તર પ્રદેશ અને અન્ય 5% અન્ય રાજ્યો દ્વારા થાય છે. ઉત્તર પ્રદેશમાં 1.30 લાખ હેક્ટર જમીનમાં મેન્થાની ખેતી થાય છે. વાર્ષિક 22,000 ટન તેલનું ઉત્પાદન થાય છે.
ગુજરાતી
English




