દેશનો વિકાસ કરનારી ઈન્ડસ્ટ્રિયલ બેંકની 50 હજાર કરોડની લોન સલવાઈ જતાં મોદીએ બેંકને ફૂંકી મારી

ગાંધીનગર, 7 મે 2021

દેશના આર્થિક વિકાસમાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંકે મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ બેંકની રૂપિયા 50 હજાર કરોડની લોન મોદી સરકાર પરત લાવી શકતી ન હોવાથી દેશની મહત્વની બેંકને ફૂંકી મારવામાં આવી રહી છે. મોદીની આર્થિક અણઆવ઼ત માનવામાં આવી રહી છે. આ રીતે કૂલ આ વર્ષે પોણા બે લાખ કરોડની જનતાની મિલકતો મોદી ફૂંકી મારવાના છે.

કેન્દ્ર સરકાર અને એલઆઈસી મળીને આઈડીબીઆઈ બેંકના કુલ હિસ્સોના 94 ટકા હિસ્સો ધરાવે છે. ભારત સરકારનો આઈડીબીઆઈ બેંકમાં 45.48% હિસ્સો છે.  ભારતના જીવન વીમા નિગમ (એલઆઈસી) માં 49.24% હિસ્સો છે. એલઆઈસી પાસે બેંકના 49.21 ટકા શેર સાથે પ્રમોટર અને બેંકના સંચાલનનું નિયંત્રણ પણ ધરાવે છે.

47,272 કરોડ રૂપિયાની કુલ એનપીએ – લોન પરત મળતી નથી. તેમાં રૂપિયા 41,833 કરોડની લોન માંડવાળ કરવા જોગવાઈ કરવામાં આવી હતી. બેંકની રિટેલ લોન બુક 56 ટકા છે, જે પગારદાર ગ્રાહકોને હોમ લોન આપી છે.

ડિસેમ્બર 2016 માં, આઈડીબીઆઈ બેંકની ચોખ્ખી એનપીએ 9.61 ટકા અને કુલ એનપીએ 15.16 ટકા હતી. મોદી સરકારની અણઆવડતના કારણે એનપીએમાં આઈડીબીઆઈ નંબર વન બની ગઈ છે.  આઈડીબીઆઈ બેંકના કુલ એનપીએ 28.7% થયો છે.

આઈડીબીઆઈ મે 2017 થી પીસીએમાં છે. આરઓએ સતત બે વર્ષ માટે નકારાત્મક છે. પીસીએ હેઠળ બેંકોને મૂડી સુરક્ષા અને ડિવિડન્ડ ચુકવણી, શાખા વિસ્તરણ, મેનેજમેન્ટ વળતર અને ક્રેડિટ વૃદ્ધિ પર પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

મોદી આ વર્ષે દેશની મિલકતો વેચીને રૂ. 1.75 લાખ કરોડ ભેગા કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી આર્થિક બાબતોના કેન્દ્રીય મંત્રીમંડળે આ મામલે સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. એલઆઇસી, રિઝર્વ બેન્કની સાથે ચર્ચા વિચારણા કરીને ટ્રાન્ઝેક્શનનાં સ્ટ્રક્ચરિંગના સમયે કરશે.

મોદી સરકાર કો-પ્રમોટર છે.

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ યુનિયન (એઆઈબીઇએ) એ આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

બેંકના સંગઠને બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક મુશ્કેલીમાં છે કારણ કે કેટલાક કોર્પોરેટ ગૃહોએ તેની લોન પરત ન આપીને તેની છેતરપિંડી કરી હતી. લોન લેનારાઓ સામે પગલાં લેવામાં આવે, જે પૈસા વસૂલ કરે.

બેંક વેંચી મારવાની છે એવા સમાચાર સાથે આઈડીબીઆઈ બેન્કનો શેર 12 ટકાથી વધુ વધીને રૂ.38.25 થયો હતો.

આઈડીબીઆઈ બેંક લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. 2020 સપ્ટેમ્બરમાં, ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) અને સરકારે બેંકને સંકટમાંથી બહાર લાવવા ઇક્વિટી કેપિટલ તરીકે રૂ.9,300 કરોડનું રોકાણ કર્યું હતું. જેમાં મોદી સરકાર દ્વારા 4,557 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે એલઆઈસી દ્વારા 4,743 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એલઆઈસીએ કુલ 21000 કરોડનું રોકાણ કરીને આઈડીબીઆઈમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે

દેશની આર્થિક પ્રગતિ માટે આઈડીબીઆઈની સ્થાપના 1964 માં થઈ હતી. હવે સરકાર આખો હિસ્સો વેચે છે પછી આ બેંક સંપૂર્ણ ખાનગી બેંક બની જશે.

માર્ચ ક્વાર્ટરમાં 135 કરોડનો નફો કર્યો છે.

મૂડી પર્યાપ્તતા 13.31 ટકા છે અને ચોખ્ખી એનપીએ 4.19 ટકા છે. બેંકે માર્ચ 2020 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં એક વર્ષ અગાઉ રૂ. 4,918 કરોડની કૂલ ખોટ સાથે 135 કરોડનો નફો કર્યો હતો.

જોગવાઈ કવરેજ રેશિયો 93 ટકા છે.