આર્થિક નીતિમાં નિષ્ફળ રહેલા મોદીના કારણે રિયલ એસ્ટેટમાં માંડ 2 ટકાનો ભાવ વધારો 5 વર્ષમાં થયો

Modi fails economic policy to increase real estate prices by 2% in 5 years

અમદાવાદ, ચેન્નાઈ, કોલકત્તા અને પુણે જેવા શહેરોમાં છેલ્લાં પાંચ વર્ષમાં મકાનોના ભાવ-ર-૪ ટકાનો વધારો થયો હતો. પ્રોપટાઈગરે કહયું હતું કે ભારતના મોટાભાગના શહેરોમાં પ્રાઈમ રેસીડેન્સીશયલ માર્કેટમાં પ્રોપર્ટી વેલ્યુમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધીમો ગ્રોથ જાવા મળ્યો છે. આર્થિક નરમાઈ અપેક્ષા કરતાં વધુ સમય રહી હોવાને કારણે ભાવ પર અસર થઈ હતી. દેશમાં ભાજપની નરેન્દ્ર મોદીની આર્થિક નીતિ અને ગુજરાતમાં રૂપાણીની નિષ્ફળ નીતિના કારણે રીયલ એસ્ટેટમાં 5 વર્ષમાં લોકોના રોકાણો પર કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે.

ન્યુઝકોર્પનું પીઠબળ ધરાવતી રીયલ્ટી પોર્ટલ પ્રોપટાઈગરના રીપોર્ટ અનુસાર ગુરુગ્રામમાં મકાનોના ભાવ છેલ્લાં પાંચ વર્ષમાં ૭ ટકા ઘટયા છે. અને નોઈડામાં ૪ ટકા ઘટયા છે. માંગમાં નરમાઈ રેસીડેન્શીયલ પ્રોજેકટસન પુરા કરવામાં વિલંબ અનેક મોટા ડેવલપર્સન નાદાર થઈ જવાને કારણે ભાવ ઘટયા હતા.

ગુરુગ્રામ અને હરીયાણામાં મકાનોના સરેરાશ ભાવ માર્ચ ર૦૧પની સરખામણીમાં ૭ ટકા ઘટીને ચોરસફુટ દીઠ રૂ.પર૩૬ થયા હતા. નોઈડામાં ભાવ ૪ ટકા ઘટીને ચોરસફુટ દીઠ રૂ.૩,૯રર થયા હતા. જાકે હૈદરાબાદમાં મકાનોના ભાવ સરેરાશ ૪૦ ટકા ઉછળીને ચોરસફુટ દીઠ રૂ.પ,૩૧૮ થઈ ગયા હતાં.મુંબઈમાં સરેરાશ ભાવ ૧પ ટકા વધીને રૂ.૯,૪૪૬ થઈ ગયા હતા. બેગ્લુરુમાં સરેરાશ ભાવ ૧૧ ટકા વધીને રૂ.પ,૧૯૪ થયા હતા.
રીપોર્ટ અનુસાર હૈદરાબાદમાં મકાનોના ભાવમાં જે નોધપાત્ર ૪૦ ટકા જેવો વધારો થયો તેનું કારણ ર૦૧પમાં તેની બેઝ પ્રાઈઝ ખાસ્સી નીચી હતી. આ ઉપરાંત અલગ તેલંગણા રાજય થયું હતું તેને કારણે પણ ભાવ વધ્યા હતા. દેશની ફાર્મા કેપીટલ ગણાતા હૈદરાબાદમાં આટલી વૃદ્ધિ પછી પણ તેના ભાવ અન્ય શહેરોના ભાવની આસપાસ છે.

2017માં રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં કુલ ૧.૮૬ લાખ કરોડના રોકાણ ગુજરાતમાં થયા છે. એસોચેમના સર્વેમાં સામે આવ્યું છે. દેશમાં હાલ ૧૪.૫ લાખ કરોડના ૩૪૮૯ પ્રોજેકટ ચાલી રહ્યા છે. આ કુલ રોકાણો પૈકીના ૫૦% રોકાણો ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્ત્।રપ્રદેશના ફાળે ગયા હોવાનું તારણ સર્વેમાં સામે આવ્યું છે. રોકાણોને આકર્ષવામાં મહારાષ્ટ્રનો સિંહફાળો છે અને લગભગ ૨૫%(૩.૬ લાખ કરોડના) રોકાણ મહારાષ્ટ્રમાં થયા છે. જયારે કે ઉત્તરપ્રદેશમાં ૧૩%(૧.૯૪ લાખ કરોડના) રોકાણ થયા છે. આ ત્રણેય રાજયો સિવાય કર્ણાટક ૧૦% રોકાણ સાથે ચોથા અને હરિયાણા ૯% સાથે પાંચમા ક્રમનું રાજય બન્યું છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રનો વૃદ્ઘિદર ૨.૫%નો રહ્યો છે. પરંતુ તેમાં અનેક રાજયોમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે અને ગુજરાતનો વાર્ષિક ગ્રોથ રેટ (-૫.૩%) જેટલો રહ્યો છે. એવી જ રીતે કુલ પ્રોજેકટ્સ પૈકી ૯૫% પ્રોજેકટ અમલીકરણ હેઠળના છે. જેમાં ગુજરાતમાં કુલ ૬૬%થી વધુ પ્રોજેકટ અમલીકરણ હેઠળના હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જો કે, વર્ષ ૨૦૧૧દ્ગક સરખામણીએ આ પરિસ્થિતિ સુધરી છે. આ તરફ બાંધકામ અને રિયલ એસ્ટેટના પ્રોજેકટ્સમાં વિલંબની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેકટ્સમાં ૩૯ મહિનાનો વિલંબ હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) મોટાભાગના રાજ્યોનો નેગેટિવમાં રહ્યો છે. ગુજરાતનો ગ્રોથ રેટ (-૫.૩) ટકા જેટલો હોવાનું સર્વેમાં જણાવાયું છે.

રાજ્યમાં રેરાની શરૂઆતને અંદાજીત ત્રણ વર્ષ થયા છે અને આ સમય દરમિયાન ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ્સમાં કુલ 1.98 લાખ કરોડનું રોકાણ નોંધાયું છે.

શહેર 2017-18 2018-19 2019-20
અમદાવાદ 42,517 22,324 16,382
સુરત 21,035 17,873 8,452
વડોદરા 8,482 16,648 5,880
રાજકોટ 3,161 4,990 3,134

ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના આંકડા (રૂપિયા કરોડમાં)
પ્રોજેક્ટ 2017-18 2018-19 2019-20
રહેણાંક 1055 1507 765
કોમર્શિયલ 415 431 264
મિક્સ 709 930 553
પ્લોટ 23 84 56
કુલ 2202 2952 1638

ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના આંકડા
ગુજરાતમાં રેરા અંતર્ગત નાણાકીય વર્ષ 2018-19માં કુલ 2,952 પ્રોજેક્ટ્સની નોંધણી થઇ હતી તેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધીમાં 1,638 પ્રોજેક્ટ્સ નોંધાયા છે જે ગત વર્ષના કુલ પ્રોજેક્ટ્સના 55% થાય છે. રાજ્યમાં ગત વર્ષે રૂ. 71,853 કરોડનું રોકાણ થયું હતું અને આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 41,925 કરોડનું રોકાણ આવ્યું છે.