એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન.
· કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે.
· કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મોંઘવારીના મારથી હેરાન પરેશાન છે. ‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી જીતી સત્તા મેળવનાર મોદી સરકાર – કેન્દ્ર સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી હોવાનો વિગતો સાથે આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વર્ષ ૨૦૧૪ માં સત્તામાં આવનાર મોદી સરકારે ૧૨ વખત એક્સાઈઝ અને ત્રણ વખત સેસની રકમ આંતર રાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં સતત ઘટાડાનો લાભ દેશની જનતાને મળતો નથી. જૂન-૨૦૧૦ માં પેટ્રોલને ડીરેગ્યુલેટ કરીને આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં વધારા-ઘટાડા પ્રમાણે પેટ્રોલના ભાવ નક્કી થવાની નિતી સુનિશ્ચિત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે.
દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં સબસીડી રૂપે ૨૦૦૪-૨૦૦૫ થી વર્ષ ૨૦૧૮-૨૦૧૯ એટલે કે, ૧૫ વર્ષના ૧૦,૯૯,૨૩૪ કરોડની સામે હિન્દુસ્તાનના નાગરિકો પાસે ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૧૮-૧૯ એટલે કે પાંચ જ વર્ષથી વિવિધ કરવેરા પેટે રૂા. ૧૧,૯૦,૭૭૭ કરોડ જેટલી માતબર રકમ એકત્ર કરવામાં આવી છે.
આંતર રાષ્ટ્રિય બજારમાં વર્ષ ૨૦૧૩ માં ક્રુડનો ભાવ અમેરીકન ડોલર ૧૦૯ હતો ત્યારે દેશના નાગરિકોને રૂા. ૭૪/- માં મળતુ હતું. આંતર રાષ્ટ્રીય બજારમાં વર્ષ ૨૦૨૦ માં ક્રુડનો ભાવ ૩૧.૦૨ અમેરીકન ડોલર જેટલો અતિ તળીયે ભાવ હોવા છતાં હિન્દુસ્તાનના નાગરિકો પાસેથી રૂા. ૭૦.૨૯ જેટલો વસૂલવામાં આવી રહી છે.