અમદાવાદ
મોદી આવ્યા ત્યારે 1 ડોલરના રૂપિયા 60 અમેરિકા આપતું હતું હવે 2 જુલાઈ 2021ના દિવસે ડોલરનો ભાવ રૂ.74.50 થઈ ગયો છે. થોડા દિવસમાં તે વધીને રૂપિયા 75 થઈ જશે. મોદી રારના 7 વર્ષમાં ડોલર સામે રૂપિયો 15 રૂપિયા નીચે ગયો છે. જે ભારત માટે નાલેશી છે. મોદીના રાજમાં રૂપિયો ગગડવાના કારણે ભારતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. મોદીએ રૂપિયાને નાનો કરી દીધો હોવાથી મોંઘવારી વધી રહી છે. ભારતની ખરીદ શક્તિ ઘટી છે. નહેરુના સમય કરતાં મોદીના સમયમાં ડોલર મજબૂત છે અને રૂપિયાની કિંમત સાવ નીચે જતી રહી છે.
ઓગસ્ટ 2013માં અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા માટે જે ભાષણ આપ્યું હતું તેમાં તેમણે લોકોને છેતરતી ભાષામાં કહ્યું હતું કે, “આજે જુઓ, રૂપિયાની કિંમત કઈ હદે કથળી રહી છે. ક્યારેક ક્યારેક તો લાગે છે કે દિલ્હી સરકાર અને રૂપિયા વચ્ચે સ્પર્ધા ચાલે છે કે કોની આબરૂ પહેલાં ખતમ થશે. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક રૂપિયો અને એક ડૉલર સમાન હતા.”
“જ્યારે અટલજીએ પહેલી વખત સરકાર બનાવી, ત્યાર સુધીમાં સ્થિતિ 42 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જ્યારે અટલજીનો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે 44 રૂપિયા હતા. પણ આ સરકારમાં અને અર્થશાસ્ત્રી વડા પ્રધાનના શાસન દરમિયાન સ્થિતિ 60 રૂપિયા સુધી પહોંચી ગઈ.”
નરેન્દ્ર મોદીનું આ ભાષણ 8 વર્ષ જૂનું છે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પણ ત્યારબાદ ભારતના રાજકારણમાં ઘણાં ફેરફાર થયા છે, આર્થિક સ્થિતિમાં પણ ઊથલપાથલ થઈ છે.
ડૉલરની સામે કમજોર થઈ રહેલા રૂપિયા અંગે મનમોહન સરકારને ઘેરનાર આ નેતા અત્યારે રૂપિયાની નબળી સ્થિતિ અંગે મૌન છે.
જ્યારે મોદી સરકાર મે 2014માં સત્તામાં આવી ત્યારે ડૉલરની તુલનામાં રૂપિયો 60ની આસપાસ હતો. પણ ત્યારબાદ રૂપિયાની સ્થિતિ બગડી રહી છે.
રૂપિયાનું સૌથી નીચું સ્તર પણ મોદી સરકારના સમયમાં જ જોવા મળ્યું હતું. નવેમ્બર 2016માં રૂપિયો ડૉલરની તુલનામાં 68.80ના સ્તરે પહોંચી ગયો હતો.
ક્યારેક રૂપિયો આર્થિક સ્થિતિનો શિકાર બને છે, તો ક્યારેક રાજકીય સ્થિતિનો અને ક્યારેક તો બન્નેનો શિકાર બને છે.
ક્રૂડ ઓઇલની કિંમત વધે તેમ રૂપિયો સતત કમજોર થાય છે. પણ મોદી જ્યારથી આવ્યા છે ત્યારથી કૃડ ઓઈલની આંતરરાષ્ટ્રિય ભાવ નીચે જતાં રહ્યાં છે. આયાત બિલ ઓછું થયું છે. તો પણ રૂપિયો મોદીના રાજમાં મજબૂત થવો જોઈતો હતો પણ નબળો થયો છે.
ભાજપની આગેવાની હેઠળની એનડીએની નરેન્દ્ર મોદી સરકારની ઇકોનોમિક પોલિસી પણ જવાબદાર છે. કેન્દ્રની નાણાકીય સ્થિતિ સદ્ધર છે પરંતુ નોટબંધી અને જીએસટીના કારણે આવકમાં મુશ્કેલી સર્જાઇ છે અને અણઘડ નિર્ણયોના કારણે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે.
2 જુલાઈ 2021ના દિવસે ડોલરનો ભાવ રૂ.74.50 થઈ ગયો છે.
ભારત 1947માં આઝાદ થયું ત્યારે ડૉલર અને રૂપિયાની સ્થિતિ એક સરખી હતી. 18મી સપ્ટેમ્બર 1947 સુધી રૂપિયો અને પાઉન્ડની વેલ્યુ સરખી હતી. ત્યારે દેશ પર કોઈ દેવું પણ નહોતું. બ્રિટીશ સરકારનું શાસન હતું. બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારમાં કારોબાર કરતી હતી. તે સમયે રૂપિયા અને ડોલરમાં લેણદેણ થતી હતી અને બન્નેની વેલ્યુ બરાબર હતી.
આઝાદી પછી ભારત એક અલગ દેશ બન્યો.
1951માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ થઈ તો સરકારે વિદેશો પાસે લૉન લેવાનું શરૂ કર્યું અને પછી રૂપિયાની શાખ પણ ઓછી થવા લાગી.
1962માં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતાં ખર્ચ બેહિસાબ વધ્યો હતો જેણે ભારતને દેવું કરવા મજબૂર કર્યો હતો.
1975 સુધીમાં તો એક ડૉલરની કિંમત 8 રૂપિયા થઈ ગઈ અને 1985માં ડૉલરનો ભાવ 12 રૂપિયા થઈ ગયો.
રૂપિયાના ભાવ ગગડે ત્યારે મોંઘવારી વધે છે. ક્રૂડ ઓઇલ મોંઘુ વેચવાથી મોંઘવારી પણ વધી જાય છે. પરિવહન મોંઘું થતાં શાકભાજી અને ખાવાપીવાની ચીજો પણ મોંઘી થાય છે. ડૉલરમાં કરાતી ચુકવણી પણ અસર થાય છે. વિદેશ મુસાફરી મોંઘી થાય છે. વિદેશોમાં અભ્યાસ કરવા જવું મુશ્કેલ થાય છે.