12 મે 2021
ભારતે અત્યાર સુધીમાં 76 દેશોમાં કોરોના રસીના 60 મિલિયન ડોઝ મોકલ્યા છે. હવે 40 થી વધુ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અમદાવાદ અને આખા ગુજરાતમાં રસી ઓછી આવે છે. આમ મોદીએ પહેલા વિદેશમાં રસી મોકલી દીધી હવે તેની અછત ભારતમાં છે તેથી લોકોને રસી આપી શકાતી નથી. આમ થતાં કોરોના વધારે તોફાન મચાવી રહ્યો છે.
દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકોનાં મોત નીપજ્યાં છે.
ભારતે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાની શરૂઆત કરી હતી. અમારું લક્ષ્ય છે કે પ્રથમ આઠ મહિનામાં 300 મિલિયન લોકોને રસી અપાય. દરરોજ લગભગ 1.3 મિલિયન રસી. અત્યાર સુધીમાં કુલ 9 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતે 85 દેશોમાં 6.45 કરોડ લોકો માટે રસી મોકલી છે. સહાયિત રસીમાં 1.05 કરોડ, વ્યાવસાયિક રસી 3.58 કરોડ અને કોવાક્સના 1.82 કરોડ ડોઝ શામેલ છે.
આદર પૂનાવાલાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પરિસ્થિતિ તંગ હતી. પૂનાવાલાએ જણાવ્યું કે હાલમાં કંપની દર મહિને 6 કરોડથી 6.5 કરોડ ડોઝ બનાવી રહી છે.
હમણાં સુધી અમે ભારત સરકારને 100 મિલિયન ડોઝ અને દેશની બહાર 6 કરોડ ડોઝ પૂરા પાડ્યા છે. કંપનીએ જૂન સુધીમાં તેની ક્ષમતા વધારવી પડશે તો આ માટે 3000 કરોડ રૂપિયાની જરૂર પડશે.
કોવિડ રાહત સહાય
અત્યાર સુધીમાં 9200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ; 5243 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5913 વેન્ટિલેટર/Bi PAP; લગભગ 3.44 લાખ રેમડેસિવીર શીશીનો જથ્થો પહોંચાડવામાં આવ્યો/રવાના કરવામાં આવ્યો
10 મે 2021 સુધીમાં 9200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ; 5243 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5913 વેન્ટિલેટર/Bi PAP; લગભગ 3.44 લાખ રેમડેસિવીર શીશીનો જથ્થો હવાઇ અને જમીન માર્ગે પહોંચાડવામાં આવ્યો/રવાના કરવામાં આવ્યો છે.
UAE, ઇઝરાયલ, USA અને નેધરલેન્ડ્સ તરફથી 10 મે 2021ના રોજ પ્રાપ્ત થયેલા મુખ્ય કન્સાઇન્મેન્ટમાં સામેલ છે:
· વેન્ટિલેટર્સ/BiPAP/CPAP (610)
· ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ (300)
· ફેરિપિરાવીર – 12600 સ્ટ્રીપ (દરેક સ્ટ્રીપમાં 40 ગોળી)
અસરકારક તાત્કાલિક ફાળવણી અને પ્રાપ્ત કરનાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓને સુવ્યવસ્થિત ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા પર વ્યાપકરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવે છે. એક સમર્પિત સંકલન સેલ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં તૈયાર કરવામાં આવ્યો છે જેથી વિદેશથી અનુદાન, સહાય અને દાન તરીકે પ્રાપ્ત થયેલી કોવિડ સંબંધિત રાહત સામગ્રીની પ્રાપ્તિ અને ફાળવણીનું યોગ્ય સંકલન થઇ શકે. 26 એપ્રિલ 2021ના રોજ આ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યારથી જ કાર્યરત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા 2 મે 2021ના રોજ પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા પણ તૈયાર કરીને તેનો અમલ કરવામાં આવ્યો છે.
સિંગાપોરથી પ્રાપ્ત થયેલી 3600 ઓક્સિજન સિલિન્ડરની તબીબી સહાય. વિવિધ રાજ્યોમાં વિતરણ માટે તેને ગઇકાલે સાંજે INS ઐરાવત દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે લાવવામાં આવ્યા હતા.