મોદીના નાદાર મિત્ર રિલાયન્સ, DHFL દ્વારા LICના રૂ.11 હજાર કરોડ ફસાયા

Modi's friend bankrupt Reliance, DHFL trapped Rs 11,000 crore in LIC

LICના પાપે નિર્દોષ વીમાધારકોના રૂ.11,000 કરોડ નાદાર કંપનીઓમાં ફસાયાં

અમદાવાદ : લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને(LIC) જે ડેટ સિક્યુરિટીમાં નાણાં લગાવ્યા છે તેમાંથી રૂ.11,000 કરોડના રોકાણ પર તેને ઈશ્યુઅર તરફથી ડિફોલ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડેટ સિક્યુરિટી મુખ્યત્વે DHFL,રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેને રેટિંગ કંપનીઓ દ્વારા ડાઉનગ્રેડ કરીને જંક કરાઈ છે. LICએ તેના જીવન અને પેન્શન ફંડ માટે DHFLમાં 6,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જૂન માસમાં કંપનીને ડાઉનગ્રેડ કરીને ડિફોલ્ટ જાહેર કરવામાં આવી હતી. LICએ રિલાયન્સ કેપિટલમાં રૂ.4000 કરોડનું રોકાણ કર્યું હતું. કંપની સપ્ટેમ્બરમાં બેંકો માટે NPA થઇ ગઈ હતી.
LICનાં નાણાં એવી કંપનીઓમાં ફસાયેલ છે જે હાલ નાદારી પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે તેમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, ABG શિપયાર્ડ, એમટેક ઓટો, મંધાના ઇન્ડસ્ટ્રીઝ, જેપી ઇન્ફ્રાટેક, જ્યોતિ સ્ટ્રક્ચર્સ, રેઈનબો પેપર્સ અને ઓર્ચિડ ફાર્મા સામેલ છે. દેશની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર LICની ટોટલ ડેટ બુક રૂ.4 લાખ કરોડ છે અને તેની પાસે 30 લાખ કરોડનો એસેટ અંડર મેનેજમેન્ટ છે. LICની કુલ 22,553 કરોડના એસેટને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા હતા. તેમાં રૂ.4300 કરોડના એસેટને રેટિંગ એજન્સીઓએ ડાઉનગ્રેડ કરીને જંક કેટેગરીમાં સામેલ કરી દીધું હતું જે પેંશન અને લાઈફ ફંડમાં રિલાયન્સ કેપિટલમાંથી ખરીદ્યા હતા.

LICની કુલ NPA 2018-19 દરમિયાન 6.15 ટકા હતી જે ગત નાણાંકીય વર્ષમાં 6.23 ટકા હતી. તેણે બેડ લોન માટે પ્રોવિઝનિંગ વધારી છે જેને કારણે તેનો ચોખ્ખો NPA 1.82 ટકાથી ઘટીને 0.27 ટકા થઇ ગયો છે. કંપનીનો NPA 31 માર્ચ 2019ના રોજ 24,777 કરોડ હતો. કંપનીએ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં રૂ.3250 કરોડ લગાવ્યાં હતા જેનું રેટિંગ AAAથી ડાઉનગ્રેડ કરીને AA+ કરી દેવાયું હતું.