મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવે ખેતી વધી પણ ઉત્પાદન ઠપ્પ

ગાંધીનગર, 15 નવેમ્બર 2020

ગુજરાતમાં સ્વાદના રસિયાઓ ઓછા થઈ રહ્યાં હોય એવું ખેડૂતોનું વલણ જણાય છે. છેલ્લાં 10 વર્ષથી મસાલા પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. SPICE – એટલે મસાલાની ચીજ, ગરમ મસાલાની કોઈ વસ્તુ-તજ, લવિંગ ઇ. જેવી, તેજાનો, પદાર્થમાં સ્વાદ, સુગંધ, તીખાશ, સ્વાદ ઉમેરનારી વસ્તુ, મસાલો નાખીને સ્વાદિષ્ટ બનાવવા વપરાતી ખેતરોમાં પેદા થતી વસ્તુઓ.

મરચી, જીરૂ, લસણ, આદુ, હળદળ, ઈસબગુલ, અજમો, સુવા, ધાણા, મેથી, વરીયાળી જેવા પાકો મળીને મસાલા પાક ગણાય છે. જેનું ઉત્પાદન છેલ્લાં 10 વર્ષથી જેમનું તેમ છે. તેની સામે વસતીમાં એક કરોડનો વધારો થયો છે. એક બાજું ઈંડા અને માંસના વપરાશ ગુજરાતમાં વધ્યો છે તેની સામે મસાલા પાકોનો વાવેચર વિસ્તાર સ્થગીત છે.

વાવેતર વિસ્તાર

વાવેતર વિસ્તાર 2010-11માં 4.96 લાખ હેક્ટર હતું. જે 2019-20માં 7.09 લાખ હેક્ટર થઈ ગયો છે. આમ વાવેતર વિસ્તારમાં 42-43 ટકાવો વધારો થયો છે.  નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી ગુજરાત છોડ્યું ત્યાં સુધીમાં વાવેતર વિસ્તાર બે ગણો થઈ ગયો હતો. 2.40 લાખ ટન સામે 10.29 લાખ ટન અચાનક વધી ગયું હતું. આવા આંકડાઓ કેમ સામે આવ્યા તે અંગે કૃષિ સંશોધકો આજે પણ સમાધાન શોધી શક્યા નથી, કે 329 ટકાનો વધારો થયો હતો તેનું કારણ શું છે. આંકડાઓ જાદૂઈ કેમ બની ગયા હતા. મોદીએ ગુજરાત છોડ્યું પછી ગુજરાતમાં મસાલા પાકોનું વાવેતર સતત વધી રહ્યું છે પણ ઉત્પાદન નીચે જઈ રહ્યું છે. ખેડૂતો ખોટની ખેતી ન કરે. આંકડાઓ જાદૂઈ હોઈ શકે. ખેડૂતો જાદૂ ન કરે. મસાલા પાકો સૌથી મોંઘા ભાવે વેચાય છે તેથી જો તેમાં થોડો પણ ફેરફાર કરાય તો ખેડૂતોની આવક બે ગણી ચોપડે બતાવી શકાય છે.

ઉત્પાદન

નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બનતાની સાથે મલાસા પાકોનું ઉત્પાદન જાદૂઈ રીતે વધવા લાગ્યું હતું. 1.70 લાખ ટન મસાલાનું થત્પાદન 2012-13માં વધીને 12.54 લાખ ટન થઈ ગયું હતું. આમ 9 ગણું ઉત્પાદન આંકડામાં બતાવી દેવાયું હતું. મોદીએ જેવું ગુજરાત છોડ્યું તેની સાથે મસાલાનું ઉત્પાદન તળીએ જવા લાગ્યું હતું. 7.67 લાખ ટન મસાલા પેદા થયા હતા. આજે પણ 10.96 લાખ ટન ઉત્પાદન છે. મોદીની ચમત્કારી આંકડાઓ પ્રમાણે જે વધારો થયો હતો તે પ્રમાણે આજે 25 લાખ ટન મસાલા ખેતરોમાં પાકવા જોઈતા હતા. પણ તેમ થયું નથી.

ઉત્પાદકતા 20 વર્ષથી એજ

1999માં મસાલા પાકની જેટલી ઉત્પાદકતા હતી એટલી આજે છે. આમ 20 વર્ષમાં ઉત્પાદકતાં કેમ ન વધી એવો સવાલ હવે સરકારના આંકડાઓને લઈને ઊભો કરવામાં આવી રહ્યો છે. હેક્ટર દીઠ ઉત્પાદકતાં વધવાના બદલે ઘટી રહી છે. આ વધા મસાલા પાકોની સરેરાશ ઉત્પાદકતાં એક હેક્ટરે 2010-11માં 2 ટનની હતી તે ઘટીને 2019-20માં 1.55 ટનની થઈ ગઈ છે. સરકાર, ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયો માટે આ પડકાર છે. તેમની હાર માનવામાં આવે છે. ઉત્પાદકતામાં ઘટાડો થવો તે હવમાન ફેર અને વધું ઉત્પાદન આપતી જાતો શોધી શકાઈ ન હોવાના કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. ઉત્પાદકતાંમાં 20 ટકાનો ઘટાડો થયો છે. જે ખરેખર દર વર્ષે 10 ટકા પ્રમાણે વધવી જોઈતી હતી. 4 ટનની ઉત્પાદકતાં હોવી જોઈતી હતી તે 1.55 ટન થઈ ગઈ છે. આમ ખેડૂતોને મોટો માર પડી રહ્યો છે.