મોદીનું નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા કે ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ યુરિયા કૌભાંડો અટકાવી સક્યા નહીં 

PM spinning ‘Charkha’ in Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad, Gujarat on August 27, 2022.

કરોડોનું કૌભાંડ અટકશે

9 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં 2019માં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામાંથી 300 કરોડનું કૌભાંડ થાય છે. નેનો યુરિયાથી તે બચાવી શકાશે, એવો દાવો સરકાર દ્વારા કરાયો હતો.

12 એપ્રિલ 2023માં નવસારીના ચીખલી તાલુકાનાં આલીપોર (ખુંધ) ખાતે આવેલી આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ, આલીપોર ખાતે આવેલી વિન્ડસન કેમીકલ પ્રાઇવેટ લીમીટેડ તથા થાલા ખાતેના શિવકૃપા હોટેલમાં દરોડા પડાયા હતા.

6 વાહનોમાંથી રૂ.88.37 લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત 1.42 લાખ કિલોની 2952 બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

ફરજ પ્રત્યે નિષ્કાળજી બદલ નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક પ્રફુલ્લભાઇ રમણભાઇ ચૌધરી, વર્ગ-1 તેમજ ચીખલીના ખેતી અધિકારી ટીપ્લેશકુમાર કાંતિલાલ પટેલ વર્ગ-2ને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)ના નિયમો મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી કરીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકાયા છે.

અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હતો.

12 જાન્યુઆરી 2023માં મહેસાણાના કડીના ડાગરવા પાસેની એક ફેક્ટરીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો. ઇફ્કો કપનીમાંથી ખેડૂતો માટે યુરિયા ખાતર ધાનેરા લઈ જવાતું હતું, જે ખાતરની ટ્રક બરોબાર ફેક્ટરીમાં લઈ જવાઈ હતી. ફેક્ટરીના માલિક હરસદ પટેલ સહિત સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

14 માર્ચ 2023માં સુરતના પાંડેસરામાં ખેતીનું યુરિયા ફેક્ટરીમાં વાપરતાં હોવાથી રાધેરાધે મિલના માલિકની ધરપકડ કરી હતી.

20 ઓક્ટોબર 2020માં અમદાવાદ જીલ્લાનાં દસક્રોઇનાં ગામડી ગામે ગેરકાદે રૂ.6.14 લાખનું યુરિયા પોતાના પ્રોડક્સન માટે ઉપયોગમાં લેવાતું હોવાનું કૌભાંડ ખુલ્લુ પડી ગયું હતું.

બે વર્ષ પહેલા ખંભાતરા કંસારી ગામની જીઆઈડીસીમાં કેમ્બે સ્ટોન વર્કમાંથી રાહત દરના યુરિયા ખાતરને અન્ય માર્કાવાળી થેલીઓમા ભરીને અનેક ગણા ભાવો સાથે વેચવાનું કૌભાંડ 23મી ડિસેમ્બરે ઝડપી પાડ્યું હતું.

જુલાઈ 2019માં હિંમતનગરના પીપલોદમાં ગોડાઉનમાંથી 600 થેલી નીમકોટેડ યુરીયા પકડાયું હતું.

જૂન 2022માં 8,184 બેગોના જથ્થાના વપરાશને અટકાવવામાં આવ્યો હતો અને કુલ 30 જેટલા શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા તરીકે નમુનાઓ લઇ ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા.

ગુજરાતમાં હાલ 5 લાખ ટન યુરિયાની ઘટ ખેતી પાકમાં છે.

ખાતરનો વપરાશ

ગુજરાતમાં 10થી 22 લાખ ટન યુરિયા વપરાય છે. એક થેલીની કિંમત 1300 ગણતાં ખેડૂતો રૂપિયા 3 હજાર કરોડનું યુરિયા વાપરી નાંખે છે. તેના પર સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.

રવી 2022-23 દરમિયાન યુરિયા માટે સમગ્ર ભારતની જરૂરિયાત 180.18 LMT છે.

યુરિયા – નાઈટ્રોજનનો ગુજરાતમાં વપરાશ ટન

વિસ્તાર વપરાશ જરૂરિયાત       ઘટ

મધ્ય ગુજરાત  323010        240624       82386

દક્ષિણ ગુજરાત 126951        60880 66071

ઉત્તર ગુજરાત  291083        154969        136114

સૌરાષ્ટ્ર 360103        546416        186314

કુલ     1101147        1002889      470885

યુરિયા કેમ બન્યું

યુરિયાની શોધને 250 વર્ષ થયા છે.

યુરિયા એક કાર્બનિક સંયોજન છે.  કાર્બામાઇડ પણ કહેવામાં આવે છે. રંગહીન, ગંધહીન, સફેદ, રવાદાર તેમજ ઝેરી ઘન પદાર્થ છે. સસ્તન અને સરીસૃપ વર્ગના પ્રાણીઓના મૂત્રમાં જોવા મળે છે. યુરિયા સર્વપ્રથમ 1773માં મૂત્રમાંથી ફ્રેંચ વૈજ્ઞાનિક હિલેરી રાઉલેએ શોધ્યું હતું. કૃત્રિમ રીતે સિલ્વર આઇસોસાઇનેટમાંથી સૌથી પહેલાં યુરિયા બનાવવાનારા જર્મન વૈજ્ઞાનિક વોહલર હતા.

નેનો યુરિયા

નેનો યુરિયાથી યુરિયાનો વપરાશ ઘટી જશે એવો દાવો સરકાર કરી રહી હતી. 500 મિલિલીટર નેનો યુરિયાની એક બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે. જે નાઇટ્રોજન પોષક તત્વો સામાન્ય યુરિયાની થેલી જેટલું પૂરું પાડશે. 50 ટકા વપરાશ ઘટાડશે. રૂપિયા 3 હજાર કરોડનું સરકાર અને ખેડૂતોનું ખર્ચ બચી જશે. યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ થાય છે. સમસ્યાથી છૂટકારો મળશે. તેનાથી સરકારને રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપવી પડે છે તેમાં મોટો ફાયદો થશે.

50 લાખ ટન કૃષિ ઉત્પાદન વધી શકે

રાજ્યમાં 98 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં 500 લાખ ટન જેવું કૃષિ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાં 8 ટકા ઉત્પાદનમાં વધારો અને 2 ટકા ખર્ચમાં બચત ગણવામાં આવે તો 50 લાખ ટન ઉત્પાદન વધી શકે છે.

11 લાખ ટન યૂરિયા ગુજરાતમાં ચોમાસામાં વપરાશે, થેલાએ 500ની સબસિડી
https://allgujaratnews.in/gj/11-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%9f%e0%aa%a8-%e0%aa%af%e0%ab%82%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9a/

DAPની 3 હજાર કરોડની સબસિટી બચાવવા નવો વિકલ્પ
https://allgujaratnews.in/gj/daps-new-option-to-save-subsidy-of-rs-3000-crore-in-gujarat/

વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો
https://allgujaratnews.in/gj/worlds-first-liquid-nano-urea-gujarat/

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે
https://allgujaratnews.in/gj/expenditure-of-urea-fertilizer-in-gujarat-liquid-urea-local-very-cheap-urea/

ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર થશે
https://allgujaratnews.in/gj/drone-spraying-nano-urea/