મોરબીના ભાજપના નેતા અને યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ લોકફાળો કરીને જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી.
પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી મોરબી સહિતના શહેરોમાં શૌચાલયોમાં ચોંટાડી અનોખો વિરોધ અને રોષ વ્યકત કર્યો હતો.
દક્ષિણ ભારતના બાકી રહી ગયેલા સહિદોને ૨૨ ફેબ્રુઆરીથી કેરળ,કર્ણાટક,તમિલનાડુ ના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે.
લોકફાળો
31 જેટલા શહિદના પરિવારોને રૂ. 58 લાખની હાથોહાથની સહાય પહોંચાડી હતી. અજય લોરીયા સહિતના યુવાનોની ટીમે લોકફાળો એકઠો કરી, લોક ડાયરો કર્યો હતો. નવા બસ સ્ટેન્ડ પાસે મંડપ નાખીને નગરજનો પાસેથી ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો હતો.
મોરબી યુવા ભાજપ ઉપપ્રમુખ
18 મે 2017ના દિવસે મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ લોરિયાની બેહેન અને ભગવતીબેન તથા મનસુખભાઈની લોરિયાની લાડકી દીકરીના તા.૨૧ ને રવિવારના રોજ બંધન પાર્ટી પ્લોટ,નાની વાવડી,સતનામ ગૌશાળા સામે ખાતે રાખેલ હતા.
વિવાદ
મોરબીના ઉદ્યોગપતિ તુલસીભાઈ પટેલ (ટી.ડી.પટેલ) એ ડીવીઝન પોલીસમાં લેખિત અરજી આપીને જણાવ્યું હતું કે, રવાપર રોડ પર રહેતા હોય જે પોતાના ઘરેથી નીકળી બાપા સીતારામ ચોકમાં જતા હતા ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને અન્ય લોકો રસ્તા પર ફટાકડા ફોડતા હોય જેથી તેમને રસ્તો ખુલ્લો કરવા કહેતા કાંતિ અમૃતિયાએ ૩૧ ઓક્ટોબરના રોજ પટેલ સમાજના કાર્યક્રમમાં કેમ ગયો હતો તેમ કહી કાંતિ અમૃતિયા તેમજ તેની સાથે અજય લોરિયા અને અન્ય ચાર લોકોએ ઢીકાપાટુ મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ મામલે PAASના આગેવાનો મનોજ પનારા સહિતના પાસના કાર્યકરો પોલીસ મથક દોડી ગયા હતા. જોકે ફરિયાદને બદલે પોલીસે અરજી સ્વીકારી તપાસ ચલાવી છે. આ મામલે એ ડીવીઝન પી.આઈ. બી.પી.સોનારાએ લેખિત અરજી મળી હોવાનું અને તપાસ ચલાવતા હોવાનું તે સમયે જણાવ્યું હતું.