રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ ચૂકવણીની જાહેરાત કરી છે. પેકજની જોગવાઇઓના ઝડપી અમલીકરણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધારે ગરીબ લોકોએ રૂ.65,454 કરોડની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી છે.
PMGKPની વિવિધ જોગવાઇઓ અંતર્ગત અત્યાર સુધી પ્રાપ્ત કરવામાં આવેલી પ્રગતિ નીચે મુજબ છેઃ
- 8.94 કરોડ લાભાર્થીઓને PM-KISANના પ્રથમ હપ્તાની ચૂકવણી પેટે રૂ. 17,891 કરોડની આગોતરી ચૂકવણી.
- પ્રથમ હપ્તા તરીકે 20.65 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ. 10,325 કરોડ જમા કરવામાં આવ્યાં. બીજા હપ્તા સાથે 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ. 10,315 કરોડ જમા કરવામાં આવ્યાં. ત્રીજા હપ્તા સાથે 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ.10,312 કરોડ જમા કરવામાં આવ્યાં.
- બે હપ્તાઓમાં 2.81 કરોડ વૃદ્ધ વ્યક્તિઓ, વિધવાઓ અને દિવ્યાંગોને કુલ રૂ. 2814.5 કરોડનું વિતરણ કરવામાં આવ્યું. તમામ 2.81 કરોડ લાભાર્થીઓને બે હપ્તાઓમાં લાભોનું હસ્તાંતરણ કરવામાં આવ્યું.
- ભવન નિર્માણ અને બાંધકામ ક્ષેત્રના 2.3 કરોડ શ્રમિકોએ રૂ. 4312.82 કરોડ જેટલી રકમની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી.