રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રીયકૃત બેન્ક બેન્ક ઓફ બરોડા સાથે MoU થયા છે. નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં અને જરૂરિયાત મુજબ નાણાં સંશાધનો મળી રહેશે.
આ MoU હેઠળ MSME ઊદ્યોગ સાહસિકોના રૂ.પાંચ કરોડ સુધીના પ્રોજેકટ માટે લોન સાત દિવસમાં તેમજ પાંચ કરોડથી ઉપરની રકમના ઊદ્યોગ-પ્રોજેકટ માટે 21 દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.
બેન્ક ઓફ બરોડાએ આ હેતુસર મુંબઇ ખાતે એક સેન્ટ્રલાઇઝડ મોનીટરીંગ સેલ કાર્યરત કર્યું છે જે ગુજરાતના આવા MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ તેમજ ત્વરાએ નાણાં ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.
MSME એકમોને ઊદ્યોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ-મંજૂરીઓ લેવામાંથી ત્રણ વર્ષ માટે મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના 35 લાખથી વધુ MSME ઊદ્યોગોને સોલાર એનર્જી સૌરઊર્જાના ઉત્પાદન માટે નીતિ જાહેર કરી છે