નવસારીમાં હાથીપગાના 20 રોગીઓ મળી આવ્યા, ગુજરાતમાં કેટલાં

નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે. રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ રોગના દર્દીઓની શોધખોળ માટે સર્વેલન્સની કામગીરી કરીને સારવાર વિનામુલ્યે અપાય છે. ઉપરાંત મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ, રોગના દર્દીને સ્વમાવજતની તાલીમ, વિનામૂલ્યે સર્જરીની વ્યવસ્થા સહિત આરોગ્ય શિક્ષણની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

બહારથી વ્યક્તિ તંદુરસ્ત દેખાય છતાં પણ તે વ્યક્તિના શરીરમાં માઇક્રો ફાઇલેરી જંતુ હોય શકે છે. માઇક્રો ફાઇલેરી જંતુને શરીરના ઇસિકાવાહિની અને લસિકાગ્રંથિમાં રહેતા પુખ્તવયના જંતુ વર્ષમાં એક વાર જન્મ આપે છે. માઇક્રો ફાઇલેરિયા ધરાવતા વ્યક્તિને ક્યુલેક્ષ નામના ગંદા પાણીમાં થતા મચ્છર કરડે અને તે મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે તો જેનામાં માઇક્રો ફાઇલેરી જંતુ દાખલ થાય છે, એક વાર રોગ થયા બાદ જેનો ઇલાજ નથી, પીડા જ ભોગવવી પડતી હોવાની માહિતી અંગે તમામ લોકો અજાણ રહ્યા છે.

માઇક્રો ફાઇલેરિયાના જંતુથી મોટાભાગે હાથીપગો જ થતો હોય છે પણ કેટલાય કેસોમાં પુરુષોને હાઇડ્રોસીલ અને સ્ત્રીઓનાં સ્તનને પણ આ જંતુ રોગગ્રસ્ત બનાવી દે છે. ટૂંકમાં શરીરનાં લટકતાં અંગો ઉપર ભયાનક રોગની અસર દેખાય છે. એક અભ્યાસમાં ચોંકાવનારી હકીકતો એવી છે કે, આમાંથી માત્ર પાંચ ટકા કેસો જ સુરત શહેરના લોકોના છે. બાકી ૯૫ ટકા કેસો પરપ્રાંતથી શહેરમાં આવેલા લોકોના છે, તેમાં પણ ૫૦ ટકા કેસો માત્ર ઓરિસાવાસીઓના છે. ઓરિસાવાસીઓમાં પણ મુખ્ય ગંજામ ડિસ્ટિ્રકટના હોવાનું નોંધાયું છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, એકવાર માઇક્રો ફાઇલેરિયાના જંતુ શરીરમાં પ્રવેશી જાય પછી ૧૦થી ૧૫ વષe પછી રોગ થઈ શકે છે.

2006માં 3.4 ટકા રોગનું પ્રમાણ હતું જે ઘટી ને 0.44 ટકા થવા પામ્યું છે. વિશ્વ સહિત ભારતના ગુજરાત, કેરાલા, ઉતરપ્રદેશ, મધ્પ્રદેશ, તામીલનાડુ પશ્ચિમ બંગાળ જેવા 20 રાજ્યો અને સંધપ્રદેશો મળી 250 જીલ્લાઓમાં હાથીપગા રોગનું પ્રમાણ છે જ્યારે ગુજરાત રાજયના 8 જિલ્લામાં સૌરાષ્ટ્રનાં અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર, તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત જીલ્લામાં ફાઈલેરિયા રોગનું પ્રમાણ વધુ જોવા મળેલ છે. જે ગુજરાતમાં 1960 વર્ષમા ફાઈલેરીયા રેટ 10% હતો જે 2015માં ઘટીને 0.44% નોંધાયેલ છે.

હાથીપગાનો રોગ હજુ પણ રાજ્યના સાત જિલ્લાઓમાં સૌથી વધુ છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, જામનગર,જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને પોરબંદર મુખ્ય છે. જોકે, સુરત શહેરમાં માઇક્રો ફાઇલેરિયા (એમ.એફ.) રેટ સૌથી ઓછો ૦.૨૨ ટકા જેટલો છે. જ્યારે, સુરત જિલ્લામાં એમ.એફ. રેટ ૧.૪૫ ટકા છે.

તાપી જિલ્લામાં ૨૦૧૪માં થયેલા સરવે મુજબ ૪૧૫ જેટલા દર્દીઓ નોંધાયા છે, જ્યારે ૨૦૧૫ અને ૨૦૧૬માં નવા કેસો નોંધાયા ન હોવાનું આરોગ્ય વિભાગના દફતરો જણાવી રહ્યા છે. જિલ્લામાં હાઇડ્રોસિલના ૨૦૧૪માં ૫૪૪ કેસો નોંધાયા હતા, ૨૦૧૫માં નવા ૩૩ કેસો મળતા આંક ૫૭૭ પર પહોંચ્યો હતો.
કયા તાલુકામાં કેટલા દર્દીઓ (૨૦૧૪ મુજબ)

તાલુકા હાથીપગો હાઇડ્રોસિલ

વ્યારા ૧૨૫ ૨૬૦

ઉચ્છલ ૩૮ ૩૩

નિઝર ૦૦ ૨૪

સોનગઢ ૭૧ ૧૨૫

વાલોડ ૧૮૧ ૧૩૫

કુલ ૪૧૫ ૫૭૭