બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી દ્રારા કરવામાં આવેલું આ એક એન્ટી શિપ મિસાઈલ પરીક્ષણ હતું.આ પરીક્ષણથી સમુદ્રમાં પણ ભારતની તાકાત નો પરચો આપવામાં આવ્યો છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણને ચીનની હિન્દ મહાસાગર માં વધતી જતી દખલના જવાબ રૂપે જોવાઈ રહી છે.
આ મિસાઇલ તેના નક્કી કરેલા ટાર્ગેટ પર ત્રાટકી હતી અને આ પરીક્ષણ સફળ રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષણને ચીનની હિન્દ મહાસાગર માં વધતી જતી દખલના જવાબ રૂપે જોવાઈ રહી છે. નોંધનીય છે કે ભારત આ અગાઉ જ 10 થી વધુ મિસાઈલ પરીક્ષણ કરી ચૂક્યું છે. ભારતીય નૌકાદળનું ઓફિશિયલ સ્ટેટમેન્ટભારતીય નૌકાદળે શુક્રવારે તેની ક્ષમતાઓમાં નવો વધારો કર્યો હતો, શુક્રવારે INS કોરા થી એન્ટી શિપ મિસાઇલ એએસએચએમ પ્રકારની મિસાઈલ છે.
મિસાઈલે નક્કી કરેલા ટાર્ગેટને ફૂંકી માર્યું હતું. મહત્વ નું છે કે INS કોરા એ કોરા ક્લાસનું યુદ્ધ જહાજ છે. બંગાળની ખાડીમાં તેનું પરીક્ષણ કરાયું હતું. આ મિસાઈલ પરીક્ષણ બાદ ભારતીય નેવીએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે આ મિસાઈલ પરીક્ષણ ખૂબ જ સફળ રહ્યું હતું અને મિસાઈલે નક્કી કરેલા ટાર્ગેટને ફૂંકી માર્યું હતું.
મહત્વ નું છે કે INS કોરા એ કોરા ક્લાસનું યુદ્ધ જહાજ છે, જેનો ઉપયોગ આવી મિસાઇલોને લોંચ કરવા માટે થાય છે. 1998 માં ભારતીય નેવીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જહાજ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ ૨૫ છ હેઠળ બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજમાં કેએચ 35 એન્ટિશિપ મિસાઇલો પણ ગોઠવવામાં આવી છે. ભારતીય નૌકાદળ પાસે INS ર્કિચ, INS કુલિશ અને INS કારામુક સહિત આવા ત્રણ યુદ્ધ જહાજો છે.