[:gj]લોકડાઉનમાં ભારતીય શિક્ષકો દુનિયાભરના વિધ્યાર્થીઓના વહોરે આવ્યા [:]

[:gj]કોરોના વાયરસના રોગચાળાના કારણે એક તરફ અમેરિકામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષકો મદદગાર સાબિત થયા છે. ભારતના શિક્ષકો ઓનલાઈનના માધ્યમથી અમેરિકા જ નહીં વિશ્વભરના ઘણા દેશોના બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપી રહ્યા છે. તેમના આ યોગદાનમાં ઘણા ઈન્ટરનેશનલ એજ્યુકેશન પોર્ટલ અને એપ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

આ કારણથી સમગ્ર વિશ્વમાં ભારતના શિક્ષકોના આ યોગદાનની પ્રશંસા પણ થઈ રહી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે કોરોનાના રોગચાળા દરમિયાન અમેરિકાના એટલાન્ટામાં ઘણા મહિના સુધી સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી. આ દરમિયાન શેરી એક્રેલે સાતમાં અને ત્રીજા ધોરણમાં ભણતા પોતાના બે બાળકોનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરાવવાનું શરૂ કરી દીધું છે.

તેમણે કહ્યું છે કે ઓનલાઈન અભ્યાસ દરમિયાન પણ મારા બાળકોને વન-ટૂ-વન એટેન્શન મળ્યું. જોકે, ઘરથી અભ્યાસ કરવો વધારે મહેનતનું કામ છે. તેમ છતાં પણ તે સસ્તુ છે. ઓનલાઈન અભ્યાસની માંગ વધવાથી ભારતીય શિક્ષકો માટે નવા દ્વારા ખુલી રહ્યા છે. આ શિક્ષક કેલક્યુલસથી લઈને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સુધી પ્રત્યેક વિષય અમેરિકન બાળકોને ભણાવી રહ્યા છે. તે અમેરિકન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તેમનું હોમવર્ક પૂરૂ કરાવવામાં પણ મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ તેમના અર્થશાસ્ત્ર અને એન્જિનિયરિંગ વિષયોને સારી રીતે સમજે છે.[:]