છાણ પ્રોજેક્ટથી પશુપાલકોને 4 ફાયદાઓ થઈ રહ્યા છે. એક તો મફત ગેસ મળશે, રબડી મળશે, સ્વચ્છતા રહેશે, પર્યાવરણના પ્રશ્નો મિથેન ગેસના ઓછા થશે. પોતેજ પોતાના ક્લસ્ટરમાં બનાવેલી નૈસર્ગિક ક્વોલીટી પ્રોડક્ટથી ખેતરોમાં ઉત્પાદનમાં 26 ટકાવો વધારો કરી શકાશે.
એનિમલ ફીડ પાર્લર
એક જ સીજનમાં ખેડૂતોએ બે ગામમાં ટ્રાયલ લેવામાં આવ્યા તે જોઈને અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યાં છે કે તેમને આ પ્રોડક્ટ આપવામાં આવે. આ પ્રોટોકોલથી જે વસ્તુ બનશે તે એક સરખી આખા ભારતમાં મળશે. અમૂલ દૂધની જેમ. કોમ્પીટેશન માર્કેટમાં નહી પણ સહકારી ધોરણે તેનું વેચાણ થશે. એનિમલ ફીડ વેચવા માટેના પાર્લર છે ત્યાં આ વસ્તુ વેચાશે.
ઈંદિરા ગાંધી
ઈંદિરા ગાંધી, ગુજરાતના તમામ મુખ્ય પ્રધાનો, પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી અને વિશ્વ બેંકે આણંદને ઉજળું કર્યું હતું. ઓપરેશન ફલડનો એક ભાગ છાણને આપવો જોઈએ એવું હવે ખેડૂતો માની રહ્યાં છે. કારણ કે ઓપરેશન ફલડમાં વિશ્વ બેંકે 40 લાખ ડોલર આપ્યા હતા. પૂર્વ નાણાં પ્રધાન એચ. એમ. પટેલે તેલીબીયાનો ધંધો કરવા અમૂલને કહ્યું અને તે સફળ થયો હતો. ધારા સિંગતેલ 5 વર્ષ 1 લાખ ટન તેલ વેચવા લાગ્યું હતું. મીઠાનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો. હવે છાણનો પ્રોજેક્ટ આવ્યો છે તે 2020થી સફળ થાય છે કે કેમ તેની રાહ આખી દુનિયા જોઈ રહી છે.
છાણથી કાગળ બની શકે
જયપુરમાં ખાદી ગ્રામોદ્યોગ પંચે ગોવંશના છાણ માંથી કાગળ બનાવવાનું શરૂ કર્યું છે. ગાયનાં છાણમાં જે પદાર્થો હોય છે, તેના 7 ટકાનો કાગળ બનાવવામાં ઉપયોગ થઇ શકે તેમ છે. એક પ્લાન્ટ વડે એક મહિનામાં કાગળની એક લાખ થેલીનું ઉત્પાદન કરી શકાય છે. સરકાર તે રૂ.5ના કિલોના ભાવે ખરીદ કરશે. જેમાંથી ચારાનું ખર્ચ કાઢી શકે છે.
ગોબરમાં ગોલમાલ
બાયોગેસ પ્લાન્ટમાં મોડેલ વિલેજ તરીકે વર્ષ 2012માં પાલિતાણા તાલુકાના લાખાવાડ ગામની તત્કાલિન ગુજરાત એગ્રો કોર્પોરેશના ચેરમેન મનસુખ માંડવીયાએ 100 ગોબરગેસ પ્લાન્ટ ઘરે ઘરે મુકાવી 100 ટકા ગોબરગેસ આધારીત ગામ ગણાવ્યું હતું. 2016માં તપાસ કરી તો 100 પૈકી માત્ર 1 ગોબરગેસ પ્લાન્ટ ચાલુ હતો. ગેસની ટાકીઓ તુટી ગઇ હતી. નબળી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હતી. કિંમત વધું ભરવામાં આવી હતી. આવી કહાની દરેક સ્થળેથી સાંભળવા મળે છે.
ઓઈલ કંપનીઓ મેદાને
2018માં ગેસ અને તેલની આયાત ઘટાડવા 2022 સુધીમાં 5 હજાર કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ શરૃ કરશે. રૂ.1.75 લાખ કરોડનું રોકાણ થશે. ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલે પ્લાન્ટ ઉભો કરશે. ઓઇલ કંપનીઓ બાયોગેસ એક કિલોના રૂ.46ના ભાવે વેચશે. વર્ષે 15 મિલિયન ટન કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. જેનાથી ભારતના હાલના કુદરતી ગેસનો ઉપયોગ 44 મિલિયન ટનના 40 ટકા ઉત્પાદન થશે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સાથે બાયો ગેસ નું વિતરણ કરવાની યોજના છે.
24 કલાકમાં પંજાબે કર્યું ગુજરાત કરશે
પંજાબ સરકારે જર્મનીની એક કંપનને સંગરૂર જિલ્લામાં રૂ.100 કરોડના ખર્ચે બાયોગેસ સીએનજી પ્લાન્ટ સ્થાપવાની યોજનાને મંજૂરી 2018માં આપી છે. બીજા 9 પ્રોજેક્ટ થવાના છે. જેનાથી પંજાબમાં રૂ. 900 કરોડનું રોકાણ થશે. જર્મનીનો એક પ્લાન્ટ દર વર્ષે 33,000 કિલોગ્રામ બાયો-સીએનજી અને 45,000 ટન ઓર્ગેનિક ખાતર તૈયાર કરશે. ગુજરાતમાં વિદેશી કંપની આવા પ્લાંટ નાખવા તૈયાર છે.
બનાસ ડેરી
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ગાય- ભેંસના છાણ માંથી બાયોગેસ જેવી પેદાશો ઉત્પન્ન થાય તે માટેનું યુનિટ બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે જેના લીધે તે માંથી બનાસવાસીઓને દૂધના વ્યવસાય સાથે અન્ય પૂરક આવક મળી રહેશે.
નકામા પશુનો પ્રોજેક્ટ
પશુના છાણના બિજનેશ અંગે ડો. કુરીયને વિચાર્યું નહીં હોય. પણ હવે તે શક્ય બન્યો છે. એનડીડીબીએ હવે દૂધ ન આપતા હોય એવા નકામા પશુઓ અંગે અને શહેરમાં માનવ વસતી વચ્ચે વસતા 18 લાખ પશુઓ અંગે પ્રોજેક્ટ બનાવવાનો સમય છે. આ પશુઓ મોટા ભાગે નકામા છે.
ગુજરાતની સૌથી મોટી સમસ્યા એ છે કે લગભગ 3 હજાર જેટલા જંગલી શિકારી પ્રાણીઓ દીપડા, સિંહ, જરખ રોજ દૂધાળા પશુ જેમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગાય જાત ગીર છે, તેનો મોટા પાયે શિકાર થઈ રહ્યો છે. શિકારી પ્રાણીઓને રોજ 1 હજાર પશુઓની આવશ્યકતા રહે છે. જેમાં 100 જેટલા પાળતું પ્રાણીઓનો શિકાર ગામમાં આવીને કરે છે. આ શિકારી પ્રાણીઓને નકામા પ્રાણીઓનો ખોરાક આપી શકાય તેમ છે. જે પશુ દૂધાળા છે તેના સ્થાને દૂધ ન આપતાં હોય
એવા પશુઓનો શિકાર થાય એવો પ્રોજેક્ટ બનાવવાની જરૂર છે તો દૂધના ઉત્પાદનમાં જંગી વધારો કરી શકાય તેમ છે. આવા પશુઓને જંગલમાં મૂકી આવવા માટે એનડીડીબીએ કામ કરવું જોઈએ એવું જંગલ આસપાસના પશુ પાલકો માની રહ્યાં છે. જો 100 દૂધાળા પ્રાણીઓને બચાવી શકાય તો રોજનું 1500 લીટર દૂધ બચાવી શકાય તેમ છે. સિંહ અને દીપડાથી થતાં અનેક માણસોના મોતને અટકાવી શકાય તેમ છે.
(સમાપ્ત)