નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને મહેસૂલ વિભાગના સચિવ અજય ભૂષણ પાંડેયને મોદીએ નાણા સચિવ બનાવ્યા છે. મંત્રીમંડળની નિયુક્તિ સબંધી સમિતિએ અજય ભૂષણ પાંડેયને નાણા સચિવ બનાવવાની મંજૂરી આપી દીધી છે. નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને
ગત વર્ષ જુલામાં ઝારખંડ કેડરના ૧૯૮૪ની બેચના આઇએએસ અધિકારી રાજીવ કુમારને નાણા સચિવ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, નાણા મંત્રાલયના સચિવોમાં જે સૌથી વરિષ્ઠ હોય છે, તેમને જ નાણા સચિવ તરીકે પસંદ કરવામાં આવે છે.
અજય ભૂષણ પાંડેય મહારાષ્ટ્ર કેડરના ૧૯૮૪ બેંચના આઇએએસ અધિકારી છે. તેમણે આઇઆઇટી કાનપુરથી બીટેકની ડિગ્રી મેળવી છે. અજય ભૂષણ પાંડેય અંદાજે ૯ વર્ષ સુધી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીઇઓ રહી ચૂક્યા છે. તેમણે જ્યારે યુઆઇડીએઆઇનું પદ સંભાળ્યું, ત્યારે પ્રથમ આધાર નંબર પણ ઈસ્યૂ નહતું કરવામાં આવ્યું.
જો કે અજય ભૂષણ પાંડેયને એવા સમયે નાણાં સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે, જ્યારે જીએસટી કલેક્શન સતત ઓછુ થઈ રહ્યું છે. જો કે છેલ્લા મહિનાઓમાં નજીવો સુધારો જરૂર થયો છે.