New road will be built again in 4 years, Bhuj-Nakhtrana Expressway cost Rs 1 thousand crore 4 साल में फिर बनेगी नई सड़क – भुज-नख्तराना एक्सप्रेसवे की लागत 1 हजार करोड़ रुपये
અમદાવાદ, 9 ડિસેમ્બર 2024
ભૂજ – નખત્રાણાનો 45 કિલો મીટરન માર્ગ હાઈ સ્પિડ કોરીડોર બનાવવા નિર્ણય લેવાયો હતો.
તે માટે રૂ. 937 કરોડ ખર્ચ કરાશે. ચાર માર્ગીય માર્ગ બનવાનો છે. હાલ 10 મીટર પહોળો છે. જેના માટે 2021માં કામ પુરું થયું અને હવે ફરીથી મોટું ખર્ચ કરવામાં આવી રહ્યું છે. રણના પ્રાણીઓ માટે માર્ગ ઓળંગવા માટે નાળા મૂકવાનું જંગી ખર્ચ કરવું પડશે.
સ્થાનિક લોકોને માર્ગ ઓળંગવા માટે પણ દર બે કિલોમીટરે નાળું મૂકવું પડશે. આમ 100 જેવા તો નાળા કે પુલ બનાવવા પડશે. જો તેમ નહીં કરે તો લોકોને અને વન્ય પ્રાણી તથા ઘેટા બકરા અને પશુઓને પરેશીનીનો સામનો કરવો પડશે.
માતાના મઢ, નારાયણ સરોવર, ધોરડો, સફેદ રણ,આંતરરાષ્ટ્રિય સરહદ, પાનન્ધ્રો લિગ્નાઈટની ખાણ સુધી જવા માટે ઝડપ વધશે. ભુજથી સફેદ રણ 80 કિલોમીટર છે. રણમહોત્સવમાં 8 લાખ લોકો આવે છે. રોજ અહીં 1 લાખ લોકો આ માર્ગ પરથી પસાર થાય છે. તેઓ ભારે પરેશાન હતા. હવે તેમની પાસેથી રૂ. 200નો ટોલ લેવાશે.
2019માં કામ થયું
24 સપ્ટેમ્બર 2019માં ભુજ-નખત્રાણા હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હતું. માતાના મઢના પદયાત્રીઓ માટે જોખમ હતું. 8 મહિનાથી પૂરું કરાતું ન હતું. 8 મહિનામાં માત્ર 50 ટકા કામ થયું હતું. કોન્ટ્રાકટરને 6 માસમાં પુરું કરવાનું હતું. આખા રસ્તો પુરો કરતા બે વર્ષ નીકળી જાય તેવી સ્થિતી હતી.
રસ્તાની બન્ને બાજું માટીનું પુરાણ, સ્ટોન, પથ્થર નાંખવા, સાઈન બોર્ડ મુકવા કે સફેદ પટ્ટા સાથે રિફલેકટર લગાડવાની તસ્દી લેવાઈ ન હતી. રસ્તાની બાજુમાં એક ફુટના ખાડા પડી ગયા હતા. ગાંડા બાવળની ડાળખીઓ હાઈવે રોડ પર આવી ગઈ હતી.
2020માં ભારે વરસાદના પગલે નખત્રાણા ભુજ હાઈવે બંધ કરાયો હતો.
જુલાઈ 2024માં ભૂજ-નખત્રાણા હાઈવે પર ખાડાં પડી ગયા હતા. અંગિયા પાસે આવેલા ભારત પેટ્રોલ પંપની નજીક ગોલાઇ પર અગાઉથી ખાડા હતા પરંતુ વરસાદ બાદ તે જોખમી ખાડા મોટા થઇ ગયા હતા. ત્યારે પવનચક્કીનું પાંખડું લઈને જતું ટ્રેઇલર પલટી જતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
2008માં
ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ કોર્પોરેશને ભુજ – નખત્રાણા રોડની સુધારણા અને મજબૂતીકરણ માટે ઠેકો જાહેર કરીને 2008માં તે કામ પૂરું કરવાનું જાહેર કર્યું હતું.
કન્સેશનર: એમ. એસ. ખુરાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટોલ રોડ પ્રાઈવેટ લિમિટેડ. અમદાવાદ
પ્રોજેક્ટ ખર્ચઃ રૂ. 35.04 કરોડ
લંબાઈ: 45 કિમી
કેરેજ વેની પહોળાઈ : 7.0 મી
મુખ્ય કેરેજવે જેવો જ પોપડો ધરાવતા બંને બાજુ મોકળા ખભા : 1.5 મીટર
બંને બાજુ સખત ખભા : 1.0 મી
બાંધકામ પૂર્ણ થવાનો મહિનો/વર્ષઃ ફેબ્રુઆરી 2008
કન્સેશન અવધિ: 13 વર્ષ 3 મહિના 2 દિવસ
ટોલ વિભાગોની સંખ્યા: બે