લોકડાઉનમાં nitrogen oxideનું પ્રમાણ 30 ટકા વધ્યું, કારણો શોધવા સરકારને કહેવાયું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા Study of State of Environment, Gujarat, during Covid-019 National Lock Down, April-2020 રીપોર્ટમાં માત્ર Ambient Air Qualityનો અભ્યાસ જ કરવામાં આવ્યો છે. જે રીપોર્ટના આધારે અમે નીચે મુજબના અવલોકનો કર્યા છે. આ અભ્યાસમાં જે હેતુઓમાં બતાવ્યા છે તે પ્રમાણે વર્ગીકરણ અને ભવિષ્યમાં એક્શન પ્લાન બનાવવાની તાતી આવશ્યકતા છે. એમ પર્યારણ મિત્રના મહેશ પંડ્યાએ સરકારે કહ્યું છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન મુકેશ પૂરી (આઈએએસ)ને કડક શબ્દોમાં લખેલા પત્રમાં કેટલાંક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે.

31 જાન્યુઆરી 2020 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ.એચ.ઓ. (WHO) દ્વારા પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) જાહેર કરવામાં આવી. ત્યારબાદ, ભારતમાં ૨૨મી માર્ચના રોજ એક દિવસ માટે જનતા કરફ્યુ અને ૨૫ માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.

આ લોકડાઉન દરમિયાન મહદઅંશે વાહન વ્યવહાર ,ઉદ્યોગો તથા કોમર્શિયલ પ્રવૃતિઓ અટકી ગઇ. જેને લીધે પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણી પ્રદૂષણ અને હવા પ્રદૂષણ નો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. એપ્રિલ મહિનામાં હવા પ્રદૂષણ નો અભ્યાસ કરવામાં આવ્યો

હવા પ્રદૂષણના અભ્યાસ માટે પાંચ પેરામીટર લેવામાં આવ્યા .જેમાં (1) pm10, (2) pm 2.5, (3) કાર્બન મોનોક્સાઈડ(CO), (4) સલ્ફર ડાયોક્સાઇડ (SO2) અને oxides of nitrogen

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જનતા કરફ્યુ ના એક અઠવાડિયા પહેલાં તથા જનતા કરફ્યુ અને લોકડાઉન દરમિયાન એક અઠવાડિયા સુધી continuous એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ દ્વારા ગાંધીનગર વટવા મણીનગર અંકલેશ્વર અને વાપી જેવા સ્થળોએ કરવામાં આવ્યું

ત્યારબાદ લોકડાઉન પહેલાંની અને પછીની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું

ગાંધીનગરની પરિસ્થિતિ જોઈએ તો લોકડાઉન પહેલાં પણ પ્રદૂષણ નિયંત્રણ હતું અને લોકડાઉન દરમિયાન પરિસ્થિતિ સુધરી અલબત્ત nitrogen oxide નું પ્રમાણ પહેલા કરતા 30 ટકા જેટલું વધ્યું જેનું કારણ શોધવાની જરૂર છે.

મણિનગર ખાતે લોકડાઉન પહેલા pm10 જે નિયત માત્રા કરતાં વધારે હતું (123 mg /m3) જેમાં ઘટાડો થયો અને નિયત માત્રામાં પરિણામ આવ્યું. જોકે કાર્બન મોનોક્સાઈડ નું પ્રમાણ થોડુંક વધુ તેનું પણ કારણ શોધવું જોઈએ. એકંદરે મણિનગર ખાતે lockdown દરમિયાન વાતાવરણમાં ની હવા શુદ્ધ થઈ

વટવા ખાતે pm10 નિયત માત્રા કરતાં ઘણું વધારે હતું (146mg /m3). જેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો એકંદરે વટવાની હવા લોકડાઉન દરમિયાન શુદ્ધ થઈ

તેવી જ રીતે અંકલેશ્વર અને વાપીમાં પણ pm10 નું પ્રમાણ ઘણું વધારે હતું જે લોકડાઉન દરમિયાન નિયત માત્રા ની અંદર આવ્યું

આ અભ્યાસ અહેવાલના આધારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વિવિધ નિસ્બત ધારકોના મંતવ્યો લઈને સર્વાંગી હવા પ્રદૂષણ નિયંત્રણ એક્શન પ્લાન બનાવવાની માગણી કરીએ છીએ.

આ અંગેની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ એ.વિ. શાહને કરી છે.