अहमदाबाद में भ्रष्टाचार के अलावा कोई रास्ता नहीं है No Way Out of Corruption in Ahmedabad અમદાવાદમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ માર્ગ નથી
અમદાવાદ, 4 ડિસેમ્બર 2025
ચોમાસુ શરૂ થાય એ પહેલાં જ માર્ગો પરના ખાડા અને તૂટેલા નબળા માર્ગો ફરીઝી બનાવવા માટે જૂન 2025માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 8 મહાનગર પાલિકાઓ, 5 નગર પાલિકાઓ 1700 કરોડ રૂપિયા આપ્યા હતા.
અમદાવાદ મહાનગરના ઇજનેર વિભાગની ગુનાઇત બેદરકારીથી વર્ષે રસ્તાના કામો પાછળ સરેરાશ રૂ. 300થી રૂ. 400 કરોડ ખર્ચાય છે. એક કિલોમીટરે એક કરોડનું ખર્ચ આવતું હતું જે હવે રૂ. 2 કરોડ સમારકામ માટે આવી રહ્યું છે. એટલા નાણામાં જો આખો માર્ગ બની શકે છે. ઇજનેર વિભાગે સામાન્ય કામોમાં સિંગલ ટેન્ડર રજૂ કરીને તેમના માનીતા કોન્ટ્રાક્ટરોને કામ આપતાં રહ્યાં છે.
માર્ગ અને મકાન વિભાગના રૂ. 25 હજાર કરોડમાંથી અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 546 કરોડ, ગાંધીનગર મહાનગર પાલિકાને 32 કરોડ, આણંદ 148 કરોડ, મોરબી 270 કરોડ, સુરેન્દ્રનગર 257 કરોડ, નડિયાદ 72 કરોડ, નવસારી 91 કરોડ અને વાપીને 252 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી ચોમાસામાં તૂટેલા માર્ગો બનાવવામાં આવી રહ્યાં છે.

અમદાવાદના 200 માર્ગો પર ખાડા પૂરવા અને ફરીથી મજબૂત કરવા પડે એવી હાલત ચોમાસા પછી થઈ હતી. અત્યાર સુધીમાં 32 માર્ગોનું કામ પૂરૂં થયું છે. જે માટે 13 ડામર હોટ મીક્સ પ્લાંટ દ્વારા રોજના 7 હજાર મેટ્રીક ટન ડામર નાંખવામાં આવી રહ્યો છે. 230 માર્ગો ખરાબ થઈ ગયા હતા.
3 ડિસેમ્બર 2025ના રોજ મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ બાકી છે ત્યાં ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
અમદાવાદ ધૂળીયું અને ખાડાનું શહેર બની ગયું છે. ખરાબ માર્ગોના કારણે અકસ્માતો થઇ રહ્યા છે. અકસ્માતોમાં નાગરિકોના મોત થઈ રહ્યાં છે. કમરના મણકાની ફરિયાદો વધી છે. ચોમાસુ પુરું થાય એટલે શહેરમાં 2 હજાર ખાડા કે ગાબડા પડી જતાં હોવાની ફરિયાદો આવે છે.
2024માં શહેરી વિકાસ વિભાગના અનુદાન ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના અનદાનમાંથી ધારાસભ્યદીઠ વધારાની 2 કરોડ રૂપિયાનું અનુદાન ખાસ કિસ્સામાં આપવામાં આવ્યું હતુ. જેમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને રૂ. 86 કરોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. જેમાંથી અમદાવાદમાં પૂરા વપરાયા ન હતા.
2023-24
નણાંકીય વર્ષ 2023-24માં અમદાવાદમાં 192 કિલોમીટરના 40 માર્ગોના ખાડા અને મજબૂત કરવામાં આવ્યા હતા. રૂ. 235 કરોડનું ખર્ચ કરાયું હોવાનો અંદાજ છે.
પશ્ચિમ ઝોન માટે સૌથી વધુ 85 માર્ગો હતા. જેમાં પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, રાણીપ, નવા વાડજ, સાબરમતી અને ચાંદખેડા વોર્ડ હતા.
અમદાવાદમાં બીજા 37 કિ.મી. લંબાઈના માર્ગોનું સમારકામ કરાયું હતું. બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વોર્ડ ધરાવતા શહેરના
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 38 કિલોમીટરના 74 માર્ગો રિસરફેસ કરાયા હતા.
પૂર્વ ઝોનમાં 19 કિલોમીટરના 42 માર્ગો રિસરફેસ કર્યા હતા. જેમાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા, હાટકેશ્વર, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરાઈવાડી અને વિરાટનગર વોર્ડ હતા.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 કિલોમીટરના 38 માર્ગો રિસરફેસ કર્યા હતા. જેમાં જોધપુર, સરખેજ, વેજલપુર અને મકતમપુરા વોર્ હતા.
દક્ષિણ ઝોનમાં બહેરામપુરા, લાંભા, દાણીલીમડા, મણિનગર, ઈસનપુર, વટવા, ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં 13 કિલોમીટરના 30 માર્ગ રિસરફેસિંગ કર્યા હતા.
મધ્ય ઝોનમાં શાહીબાગ, અસારવા, દરિયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર વોર્ડમાં 10 કિલોમીટરના 25 માર્ગો હતા.
ઉત્તર ઝોનમાં 28 માર્ગોના 10 કિલોમીટર લંબાઈના માર્ગો સરસપુર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ઈન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, કુબેરનગર અને સૈજપુરબોઘા વોર્ડ હતા.
હોટમિક્સ પ્લાંટ
2022ના ગ્યાસપુરમાં ખાનગી ભાગીદારો સાથે હોટમિક્સ પ્લાન્ટ ઊભો કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની જવાબદારી સોંપવાનો ર્નિણય લઈ લીધો હતો.કારણ કે ગુજરાત વડી અદાલતે માર્ગોની ખરાબ હાલત અંગે શહેરના સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી.
2017 ભ્રષ્ટાચારનું વર્ષ
2017માં રૂ. 450 કરોડના રસ્તાના કૌભાંડ થયું હતું. આ કૌભાંડે તો સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ હતું. વિકાસ ગાંડો થયો છે – સૂત્રએ લોકોના મનમાં અસર કરી અને વિધાનસભાની 99 બેઠકો ભાજપને મળી હતી.
માર્ગ એપ
2025માં માર્ગ અને મકાન વિભાગે ગુજમાર્ગ મોબાઈ ફોન એપ્લિકેશન શરૂ કરી અને 10 હજાર લોકોએ તે ડાઉનલોડ કરી દીધી હતી. નાગરિકોએ 3632 ફરિયાદો કરી હતી. તમામ ફરિયાદોનો નિકાલ કરાયો હતો.
વિધાનસભા 40 દિવસ મળે છે અને અમદાવાદ મહાનગરપાલિકાના સામાન્ય બોર્ડ બેઠક વર્ષમાં 12 વખત મળે છે. તેથી શહેરીજનોની સુવિધા તથા પ્રશ્નોનોની ચર્ચા અને નિરાકરણ થતું નથી.
ગુજરાતી
English



