ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે.
આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બીઝનેસ સેન્ટર (AC&ABC), ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHGs), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPCs), ફાર્મર જોઈન્ટ લાયબેલીટી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, PACS, ઈનપુટ રીટેલ આઉટલેટ, ઈનપુટ રીટેલર્સ અને શાળા-કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે.
જેમા જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ ખર્ચ રૂ. 5 લાખના 75% લેખે રૂ. 3.75 લાખ લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઈ થયેલ છે.