ખેત પેદાશોની ટ્રકો ગુજરાતમાં આવી શકશે

ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલી કામગીરીઓ, ખેત પેદાશોની તથા ખેત ઉત્પાદનો, ખેતી માટેનાં સાધનો, ફર્ટિલાઈઝર્સ તથા ખેતીનાં ઉપકરણો અને યંત્ર સામગ્રીની હેરફેર કરવા માટે અપાયેલી મુક્તિ બાબતે રાજ્યોને આ ક્ષેત્રમાં કામ કરતી એજન્સીઓને માહિતગાર કરવા કહેવામાં આવ્યું

16, એપ્રિલ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ખરીફ નેશનલ કોન્ફરન્સ યોજાશે

લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી સહિત ખેત પેદાશોની કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓ ખેડૂતો અને ખેત કામદારો દ્વારા ખેતરમાં કરવામાં આવતી ખેત પ્રવૃત્તિ
ખેત પેદાશ બજાર સમિતિ મારફતે સંચાલિત અથવા તો રાજ્ય સરકારોએ નોટિફાય કરવામાં આવેલી મંડીઓ. મંડીઓમાં રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના વહિવટી તંત્રએ ખેડૂતો થવા તેમનાં જૂથો, એફપીઓ, સહકારી વ્યવસ્થાઓ વગેરે સાથે ડાયરેકટ માર્કેટીંગની કરેલી વ્યવસ્થાનો વગેરેનો સમાવેશ થશે.
બિયારણ, ફર્ટિલાઈઝર અને જંતુનાશકોની દુકાનો
બિયારણ, ફર્ટિલાઈઝર અને જંતુનાશકોનુ ઉત્પાદન અને પેકેજીંગ કરતાં એકમો
ખેતીની યંત્ર સામગ્રી ભાડે આપતાં કસ્ટમ હાયરીંગ સેન્ટર્સ
ખેતરમા લીધેલા પાકની તથા વાવણી માટે વપરાતાં કમ્બાઈન્ડ હાર્વેસ્ટર્સ, અને તેના જેવી અન્ય કૃષિ તથા બાગાયત માટે વપરાતી યંત્ર સામગ્રી અને ઉપકરણોની રાજ્યની અંદર અથવા તો બીજા રાજ્યમાં કરાતી હેરફેર
કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગ સર્વિસીસ
ખાદ્યાન્ન વસ્તુઓની પેકેજીંગ સામગ્રીનુ ઉત્પાદન કરતાં એકમો
આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર
ખેત મશિનરીની અને તેના સ્પેરપાર્ટસની દુકાનો (તેની સપ્લાય ચેઈન સહિત) તથા તેના રિપેરિંગની દુકાનો
પ્લાન્ટેશન સહિતનો ચા ઉદ્યોગ મહત્તમ 50 ટકા કામદારો સાથે કામગીરી શરૂ રાખી શકાય
એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ અને રાજ્ય સરકારોની નીચેની બાબતે માહિતગાર કરવા વિનંતિ કરવામાં આવી હતી.

ફીલ્ડમાં કામ કરીત એજન્સીઓને એ બાબતે જાણ કરવી કે વાવણી, પાક લેવાની કામગીરી અને વેચાણ સહિતની ખેતીની કામગીરી સરળતાથી ચાલે તે માટે ફિલ્ડમાં કામ કરતી એજન્સીઓને સંવેદનશીલ બનાવવી
જે કામગીરીઓને મુક્તિ આપવામાં આવી છે તેવી કામગીરીઓ સાથે સંકળાયેલા સ્ટાફ, શ્રમીકો, માલ સામાન, યંત્રો, સામગ્રી તથા તેની સાથે સંકળાયેલી એજન્સીઓને પરવાનગી આપવામાં ઝડપ દાખવવામાં આવે તેની ખાતરી રાખવી
આવશ્યક ચીજોની દેશવ્યાપી સપ્લાય ચેઈન ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓ તેમની સપ્લાય ચેઈન જાળવી શકે તે માટે અધિકાર પત્રો આપવા તથા તેમના મહત્વના સ્ટાફની અને કામદારોની આવન જાવન આસાન બને તે માટે પ્રાદેશિક પાસ આપવા
આ બધી પ્રવૃત્તિઓ હાથ ધરતી વખતે સામાજિક અંતરનાં ધોરણોનુ પાલન થતુ રહે તથા તમામ જાહેર સ્થળોએ યોગ્ય સ્વચ્છતા તથા સફાઈ જળવાઈ રહેવી જોઈએ
કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારોને ખાતરી આપી હતી કે આ ગાળા દરમિયાન તેમને તમામ જરૂરી સહાય તેમજ ટેકો પૂરો પાડવામાં આવશે કે જેથી તેઓ પડકારોનો સામનો કરી શકે.

રાજયના પ્રધાનોને એવી માહિતી પણ આપવામાં આવી હતી કે ખેડૂતના સોર્સ પોઈન્ટથી તેમજ ફાર્મ પ્રોડ્યુસ સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ ઈ-ટ્રેડીંગ કરી શકે તે માટે મંત્રાલયે ઈ-નામ મોડ્યુલ્સ બહાર પાડયાં છે. રાજ્ય સરકારો તેને અમલી બનાવવા જરૂરી સૂચનાઓ આપશે તો ખેડૂતોને તેમના ઘર આંગણેથી કેત પેદાશો વેચવામાં સુગમતા રહેશે. વપરાશનાં કેન્દ્રો ઉપર ખેત પેદાશોની ઉપલબ્ધી જળવાઈ રહેશે અને મંડીઓમાં થતી ભીડમાં ઘટાડો થશે. સમાન પ્રકારે વાવણી અને પાક લણવા અંગેની યંત્ર સામગ્રીની હેરફેર રાજ્યનિ અંદર તથા એકથી બીજા રાજ્યમાં સરળતાથી થઈ શકે તે માટે કમ્બાઈન્ડ હાર્વેસ્ટર તથા ખેતી તથા બાગાયતનાં અન્ય ઉપકરણોની હેરફેરમાં સુગમતા થાય તેવાં પગલાં લેવાં કે જેથી તમામ રાજયોને તેનો લાભ મળી શકે.