નવી દિલ્હી, માર્ચ 23, 2020
કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે 22 માર્ચ 2020માં રાજ્યોના તમામ મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોવિડ-19 અંગે સમીક્ષા કરી હતી. અસરકારક હસ્તક્ષેપ કરવાની જરૂર હોવાની રાજ્યોને તાકીદ કરી હતી. તેમાં ગુજરાતના કચ્છ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓને તદદન બંધ કીને લોક આઉટ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં રૂપાણી સરકારે પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશમાં આ 6 જિલ્લાના અમૂક ભાગોમાં જ લોક આઉટ જાહેર કર્યું છે. આ જાહેનામું અત્યંત વિવાદ સર્જી રહ્યું છે. શું સરકાર ઉદ્યોનો ફાયદો કરાવવા માટે લોકોના જીવન જોખમમાં મૂકી રહી છે ?
નરોનેદ્ર મોદીના આદેશથી મળેવી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા: જેને રૂપાણી સરકારના અધિકારઓ પૂરંપુરું પાલન કર્યું નથી, લોકોના જીવ સામે જોખમ ખેડી રહ્યા છે. શું છે નિયમો જે જાણો ……
a. કોવિડ-19ના કેસોની પુષ્ટિ થઇ હોય તેવા જિલ્લાઓમાં રાજ્ય સરકાર માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી આપતો આદેશ બહાર પાડશે. હોસ્પિટલ, ટેલિકોમ, દવાની દુકાનો અને કરિયાણાના સ્ટોર જેવી આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રહે તેના પર ધ્યાન આપવાનું રહેશે.
b. દવાઓ, રસી, સેનિટાઇઝર, માસ્ક, તબીબી ઉપકરણો, તેની સાથે સંકળાયેલી અન્ય ચીજો અને સહાયક સેવાઓ વગેરે આવશ્યક ચીજોના ઉત્પાદન અને વિતરણમાં સંકળાયેલી સંસ્થાઓ/ફેક્ટરીઓને આ પ્રતિબંધોમાંથી બાકાત રાખવામાં આવશે.
c. રાજ્ય સરકારો સ્થાનિક પરિસ્થિતિના મૂલ્યાંકનના આધારે આ યાદીમાં ઉમેરો કરી શકે છે.
d. ઉપનગરીય રેલ સેવાઓ સહિત તમામ ટ્રેન સેવાઓ 31 માર્ચ 2020 સુધી સ્થગિત રાખવામાં આવશે.
e. આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે માલવાહક ટ્રેનોનું આવનજાવન યથાવત રાખવામાં આવશે.
f. તમામ મેટ્રો રેલ સેવાઓ 31 માર્ચ 2020 સુધી સ્થગિત રાખવામાં આવશે.
g. આંતરરાજ્ય મુસાફર પરિવહન સેવાઓ 31 માર્ચ 2020 સુધી સ્થગિત રાખવામાં આવશે.
h. માલની હેરફેરની સેવાઓ માત્ર મૂળભૂત સુવિધાઓ પુરતી ચાલુ રહેશે.
i. આ પગલાં હંગામી ધોરણે છે પરંતુ વાયરસના ચેપની સાંકળ તોડવા માટે અત્યંત જરૂરી છે.
j. રાજ્યોને પણ વિનંતી કરવામાં આવે છે કે, આ પગલાં લેવામાં આવે ત્યારે, સમાજના ગરીબ અને વંચિત વર્ગને શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછી અસુવિધાઓ થાય એ સુનિશ્ચિત કરે.
k. રાજ્યોનાં ઉદ્યોગો, કંપનીઓ વગેરેને વિનંતી કરી કરે કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સવલત આપે અને આ સમયગાળા દરમિયાન તેમના પગારમાં કોઇ કાપ ન મૂકે.
l. કેન્દ્ર સરકારે પહેલાંથી જ શ્રમ મંત્રાલય અને કૉર્પોરેટ બાબતોના મંત્રાલયને આ સંદર્ભે જરૂરી સૂચનાઓ બહાર પાડવા માટે જણાવ્યું છે.
m. વધુમાં રાજ્યોને, સ્વાસ્થ્ય સુવિધાઓમાં પોઝિટીવ કેસોના વ્યવસ્થાપન માટે જરૂરી પૂર્વતૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે.
n. રાજ્યોને ક્વૉરેન્ટાઇન સહિતની તબીબી સુવિધાઓની ઉપલબ્ધતાનું આકલન કરવા અને તમામ સંભવિત આકસ્મિક સ્થિતિઓને પહોંચી વળવા તેમાં વધારો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
o. રાજ્યોને માત્ર કોવિડ-19 કેસોના વ્યવસ્થાપન માટે સંપૂર્ણ સમર્પિત નિર્ધારિત સુવિધાઓ ઉપબલ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે.
p. દરેક રાજ્યોને કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે સજ્જ હોસ્પિટલો ઓળખવાની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું હતું.
કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોના જિલ્લાની યાદી નીચે દર્શાવ્યા અનુસાર છે:
રાજ્ય જિલ્લા
આંધ્રપ્રદેશ પ્રકાશમ
વિજયવાડા
વિઝાગ
ચંદીગઢ ચંદીગઢ
છત્તીસગઢ રાયપુર
દિલ્હી સેન્ટ્રલ
પૂર્વ દિલ્હી
ઉત્તર દિલ્હી
ઉત્તર પશ્ચિમ દિલ્હી
ઉત્તર પૂર્વ દિલ્હી
દક્ષિણ દિલ્હી
પશ્ચિમ દિલ્હી
ગુજરાત કચ્છ
રાજકોટ
ગાંધીનગર
સુરત
વડોદરા
અમદાવાદ
હરિયાણાં ફરિદાબાદ
સોનેપત
પંચકુલા
પાણીપત
ગુરુગ્રામ
હિમાચલ પ્રદેશ કાંગરા
જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ શ્રીનગર
જમ્મુ
કર્ણાટક બેંગલોર
ચિક્કાબલ્લાપુરા
મૈસૂર
કોડગુ
કલાબુર્ગી
કેરળ અલાપ્પુઝા
અર્નાકુલમ
ઇડુકી
કન્નુર
કાસરગોડ
કોટ્ટયમ
મલ્લપુરમ
પઠાનમિથિટ્ટા
તિરુવનંતપુરમ
થ્રીસુર
લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ કારગીલ
લેહ
મધ્યપ્રદેશ જબલપુર
મહારાષ્ટ્ર અહેમદનગર