ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ડીઝલ ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 17 પૈસા વધીને 81.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ પેટ્રોલનો ભાવ નો ભાવ યથાવત રહ્યો હતો. પેટ્રોલના ભાવમાં કોઇપણ વધારો થયો ન હતો. ઘણા દિવસોથી ફક્ત ડીઝલ ના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવ 29 જૂને વધ્યા હતા. ત્યારબાદ સતત પેટ્રોલના ભાવ યથાવત છે. દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે.
વધુ વાંચો: પાણીની બોટલ કરતાં પેટ્રોલ સસ્તું છે, 24 રૂપિયા લીટર પેટ્રોલ આપો – કોંગ્રેસ
વધુ વાંચો: 4 મહિનામાં પેટ્રોલ પર લેવાતા ટેક્સમાં 168% નો વધારો
વધુ વાંચો: 18 રૂ. પેટ્રોલ ના આપડે 71 રૂ. આપીયે છીયે, સરકારના ખીચાં માં કેટલા જાય છે તે જાણો