ગુજરાતના 35 લાખ ખેલાડીઓમાંથી 50ને નોકરી મળી, સરકાર નોકરી આપતી નથી

50 players from Gujarat got jobs, but Gujarat’s BJP govt is not giving jobs

દિલીપ પટેલ

07/05/2025
50માંથી 44 ખેલાડીઓને કેન્દ્રમાં નોકરી મળી, જેમાં 16 રમતવીરો લશ્કરમાં જોડાયા. પણ ગુજરાત સરકારે તો માત્ર 6 ખેલાડીઓને નોકરી આપી છે. ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રે નોંધાયેલા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે. ગુજરાત રાજ્ય રમતગમત સત્તા (Sports Authority of Gujarat – SAG) અનુસાર, રાજ્યમાં કુલ 35 લાખ 62 હજાર ખેલાડીઓ નોંધાયેલા છે. આમાં 1,23,821 પુરૂષ ટીમો અને 59,941 મહિલા ટીમોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 10થી 12 લાખ રમતગામતના ખેલાડીઓ મેદાનમાં હાલ રમે છે. તેમાંથી માંડ 50ને જ નોકરી મળી છે.

ગુજરાતના ખેલાડીઓએ એથ્લેટિકસમાં મેડલ પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટામાં અત્યાર સુધીમાં 50 ખેલાડીઓમાંથી 44 ખેડાલીઓ કેન્દ્ર સરકારમાં અને ગુજરાત સરકારમાં માંડ 6 ખેલાડીઓને નોકરી મળી છે. આમ ગુજરાત સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં સદંતર નબળી પુરવાર થઈ છે. ખેલ પ્રધાન હર્ષ સંઘવી ખેલાડીઓને નોકરી આપવામાં ભારે બેદરાક સાબિત થયા છે.

એથ્લેટિકસ રમતમાં વર્ષ – 2010 પછી અત્યાર સુધીમાં 100 મી દોડથી 10 હજાર મી દોડ, વિધ્ન દોડ, મેરેથોન તેમજ ડેકેથલોનની સ્પર્ધાના શ્રેષ્ઠ 16 ખેલાડીઓએ ભારતના લશ્કરમાં
2 ખેલાડીઓ હવાઈ દળમાં, 1 ખેલાડીને કેન્દ્રીય અનામત દળમાં, 1 ખેલાડી આસામ રાયફલમાં, 1 ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં તેમજ 1 ખેલાડી ઈન્ડો – તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાયા હતા.

એથ્લેટિકસ રમતમાં જોડાઈને 11 ખેલાડીઓએ ઇન્ડીયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા હતા. જ્યારે બે ખેલાડીઓ દિલ્હી ખાતે આવકવેરા વિભાગમાં, એક ખેલાડી ગોવા ખાતે આવકવેરા વિભાગમાં, એક ખેલાડી ભારત સંચાર નિગમમાં, 6 ખેલાડીઓ રેલવેમાં, એક ખેલાડી ખેતી બેંકમાં તેમજ 6 ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

ગુજરાતમાં 11 સિન્થેટીક એથ્લેટીક્સ ટ્રેક અમદાવાદ શહેર, મહેસાણા, પાટણ શહેર સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા ભાવનગર શહેર તેમજ પોરબંદર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાત દ્વારા બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ

ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ
તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ
ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ- સ્કેટંગિ
નમન પારેખ અર્જુન એવોર્ડ- સ્કેટંગિ
કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક
જશુ પટેલ પદ્મશ્રી- ક્રિકેટ
કિરણ મોરે અર્જુન એવોર્ડ- ક્રિકેટ
નયન મોંગિયા અર્જુન એવોર્ડ- ક્રિકેટ
પાર્થિવ પટેલ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
ઈરફાન પઠાણ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
અંશુમાન ગાયકવાડ સરદાર પટેલ એવોર્ડ- ક્રિકેટ
દત્તાજી ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯
વિજય હઝારે કેપ્ટન, ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય
નરી કોન્ટ્રાક્ટર કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત
વિનુ માંકડ કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ
હેમુ અધિકારી લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા
રૂસી સુરતી ઓલરાઉન્ડર
સલીમ દુરાની હાર્ડ હીટર- છગ્ગાના શહેનશાહ
દીપક શોધન ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી
ધીરજ પરસાણા ઓલરાઉન્ડર, પીચ ક્યુરેટર
અશોક પટેલ બોલર
મુનાફ પટેલ ઈખર એક્સપ્રેસ- ફાસ્ટ બોલર
યુસુફ પઠાણ ઓલરાઉન્ડર
ચેતેશ્વર પૂજારા ત્રેવડી સદીની હેટ્રીક
રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર
અમિષ સાહેબા બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા
કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ
પારૂલ પરમાર અર્જુન એવોર્ડ બેડમિન્ટન
દીપીકા મૂર્તિ આં.રા. હોકી ગોલકીપર
રઝિયા શેખ જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ
વૈદિક મુન્શા જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ
બાબુભાઇ પણુચા વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી
ભરત દવે કારરેસર- હિમાલયન કારરેસ
ઘ્યાની દવે ચેસમાં ૈંઉસ્ ખિતાબ પ્રથમ ખેલાડી
સુફિયાન શેખ નવસમુદ્ર તરવાનો વિક્રમ
પરિતા પારેખ આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ
વંદિતા ધારિયાલ એશિયાની તૈરાક
લજ્જા ગોસ્વામી એશિયન મેડિલિસ્ટ શૂટર
પૂજા ચૌૠષિ ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ
વૈશાલી મકવાણા આંતરરાષ્ટ્રીય યોગ
રૂપેશ શાહ બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
સોનિક મુલ્તાની બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
પથિક મહેતા ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા. ખેલાડી
મલય ઠક્કર ટેબલ ટેનિસ ખેલાડી
નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ
કરિશ્મા પટેલ ટેનિસ
હીર પટેલ સ્કેટંગિની આં.રા. ખેલાડી
મનસ્વી બેલા વુશ્‌ની આં.રા. ખેલાડી
પરેશ કહર કુશ્તી
સુનિલ ગુપ્તે કેરમ ખેલાડી, આં.રા. રેફરી
ગુલાબસંિહ ચૌહાણ ફૂટબોલના આં.રા. રેફરી
મામા કિશન કર્વે હોકી
પ્રાચી-પ્રાર્થના વૈદ્ય માઉન્ટેનિયરીંગ- એવોર્ડ
અતુલ કરવલે એવરેસ્ટ સર
નિલોફર ચૌહાણ પાવર-વેઈટ લિફ્‌ટીંગ
અનુજ ગુપ્તા બેડમિન્ટન
પાર્થો ગાંગુલી અર્જુન એવોર્ડ- બેડમિન્ટન
મહેન્દ્ર ગડ્ડા બોડી બિલ્ડર્સ
કમલેશ નાણાવટી તરણ ખેલાડી- કોચ આં.રા. રેફરી

કૃપાલી પટેલ-અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ
પારૂલ પરમાર-અર્જુન એવોર્ડ બેડમિન્ટન
દીપીકા મૂર્તિ-આં.રા. હોકી ગોલકીપર
રઝિયા શેખ-જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ
વૈદિક મુન્શા-જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ
બાબુભાઇ પણોચા-વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી
ભરત દવે- કારરેસર- હિમાલયન કારરેસ
સુફિયાન શેખ-નવસમુદ્ર તરવાનો વિક્રમ
પરિતા પારેખ આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ
વંદિતા ધારિયાલ એશિયાની તૈરાક
લજ્જા ગોસ્વામી એશિયન મેડિલિસ્ટ શૂટર
પૂજા ચૌૠષિ – ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ
વૈશાલી મકવાણા -આંતરરાષ્ટ્રીય યોગ
રૂપેશ શાહ-બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
સોનિક મુલ્તાની બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
પથિક મહેતા-ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા.ખેલાડી
મલય ઠક્કર-ટેબલ ટેનિસ ખેલાડી
નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ
કરિશ્મા પટેલ-ટેનિસ
હીર પટેલ-સ્કેટિંગ આં.રા. ખેલાડી
મુરલી ગાવિત-જુનિયર એશિયન એથ્લેટીક્સ ૫૦૦મીટર દોડ- ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ પુરુષ
સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ- ૪૦૦ મીટર દોડ-ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ મહિલા

ચેસ

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા અંડર ૭થી અંડર ૧૯ તેમજ તેનાથી વધુ વયના લોકો માટે વિવિધ કેટેગરીમાં ટુર્નામેન્ટ્સ યોજાય છે.વર્ષ ૨૦૦૮-૧૦  સુધી રાજ્યભરમાંથી માત્ર ૭૦થી ૯૦ જેટલા બાળકો અને તરૃણા આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. જ્યારે હાલના સમયમાં તે સંખ્યા વધીને ૧૮૦થી ૨૦૦એ પહોંચી છે. જેમાં આશરે ૭૦ ટકા છોકરાઓની સંખ્યા જોવા મળે છે. ૨૦૦માંથી ૪૦થી ૫૦ જેટલા ખેલાડીઓ અમદાવાદના હોય છે.

ક્રિકેટ
2025માં આઈપીએલની 13મી સિઝન માટેની હરાજીમાં એક કરોડની બેઝ પ્રાઇઝમાં 23માંથી માત્ર ત્રણ જ ભારતના ખેલાડીઓ હતા. તે તમામ ગુજરાતના હતા. યુસુફ પઠાણ, પીયૂષ ચાવલા અને જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ એક કરોડની હતી.

ગુજરાત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમેલા ટોપ-10 ખેલાડીઓ
ગુજરાત ભારતીય ક્રિકેટના એલિટ રાજ્યમાં સામેલ છે. ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન પણ આવેલા છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA),બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA),અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) નો સમાવેશ થાય છે. આ ક્રિકેટ એસોસિએશન તરફથી રમીને ઘણા ખેલાડીઓએ તો ભારતીય ટીમમાં પણ એન્ટ્રી કરી હતી. આજે આપણે ગુજરાતના ટોપ-10 ખેલાડીઓ વિશે વાત કરીશું જે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે.

વિનૂ માંકડ
આ લિસ્ટમાં પ્રથમ સ્થાને વિનૂ માંકડ છે. જેઓ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરનારા શરૂઆતી ખેલાડીઓમાંના એક હતા. તેમણે 1940ના દાયકાના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિનૂ માંકડ જમણા હાથના બેટર હતા અને ઓથ્રોડોક્સ સ્પિનર હતા. તેમણે 200થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેમણે 44 ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો ટોપ સ્કોર 241 રનનો છે. ટેસ્ટમાં તેમની એવરેજ 31ની હતી. આઈસીસી દ્વારા 2021માં વિનૂ માંકડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

રવીન્દ્ર જાડેજા
સૌરાષ્ટ્રના જામનગરથી આવતા રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમનો મહત્વનો સભ્ય છે. રવીન્દ્ર જાડેજા વર્ષ 2008માં અન્ડર 19 વિશ્વકપ અને ત્યારબાદ આઈપીએલ રમી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ જાડેજા ભારતીય ટીમનો પણ મહત્વનો સભ્ય બની ગયો છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. આ સાથે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. જાડેજાની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ ફીલ્ડરોમાં પણ થાય છે.

જસપ્રીત બુમરાહ
અમદાવાદથી ક્રિકેટના પાઠ શીખી વિશ્વ ક્રિકેટમાં પોતાની અલગ છાપ બનાવી ચૂકેલો બુમરાહ ભારતીય ટીમના ફાસ્ટ બોલરોનો સ્તંભ છે. કોઈપણ પરિસ્થિતિમાં શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવવાની ક્ષમતા બુમરાહમાં છે. બુમરાહે પહેલા આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2016માં ભારતીય ટીમમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી બુમરાહ ટીમનો મહત્વનો સભ્ય બની ગયો છે. બુમરાહ પોતાની અલગ બોલિંગ એક્શન માટે પણ જાણીતો છે.

અજય જાડેજા
જામનગર સાથે સંબંધ ધરાવતા અજય જાડેજાએ 90ના દાયકામાં ભારતીય ટીમમાં પર્દાપણ કર્યું હતું. તે એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ થયા હતા. અજય જાડેજા બેટર હોવાની સાથે મીડિયમ ફાસ્ટ બોલિંગ પણ કરતા હતા. તેમણે ભારતીય ટીમ માટે 196 વનડે મેચ રમી હતી જેમાં 5 હજારથી વધુ રન ફટકાર્યા હતા. આ સિવાય 15 ટેસ્ટ મેચમાં પણ તેમણે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મુનાફ પટેલ
મુનાફ પટેલ વર્ષ 2011ની વિશ્વ વિજેતા ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. ગુજરાતના ભરૂચથી નિકળીને મુનાફ પટેલે ભારતીય ટીમમાં એક અલગ જગ્યા બનાવી હતી. મુનાફ પટેલ ફાસ્ટ બોલર હતો. તેણે ભારતીય ટીમ માટે 70 વનડે મેચ રમી હતી. જ્યારે 13 ટેસ્ટ મેચમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મુનાફ પટેલ છેલ્લે વર્ષ 2011માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. આ સિવાય તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે.

યૂસુફ પઠાણ
યુસુફ પઠાણ વડોદરાથી નિકળીને ભારતીય ટીમ માટે ચમક્યો હતો. યુસુફ પઠાણ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. આ સિવાય સ્પિન બોલિંગ કરીને પણ ટીમને મદદરૂપ બનતો હતો. યુસુફ પઠાણ વર્ષ 2007ની ટી20 અને વર્ષ 2011ની વિશ્વકપ વિજેતા ટીમનો પણ સભ્ય રહી ચૂક્યો છે. યુસુફ પઠાણે તેના આઈપીએલ કરિયરની શરૂઆત રાજસ્થાન રોયલ્સ સાથે કરી હતી.

ઈરફાન પઠાણ
ગુજરાતના ક્રિકેટરોની વાત આવે તો ઈરફાન પઠાણને કેમ ભૂલી શકાય. ઈરફાન પઠાણે પોતાની સ્વિંગ બોલિંગની મદદથી ભારતીય ટીમમાં મહત્વની જગ્યા મળી હતી. ઈરફાન પઠાણ વર્ષ 2007માં ટી20 વિશ્વ વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો. ઈરફાન પઠાણના નામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેવાનો પણ રેકોર્ડ છે. તે ફાસ્ટ બોલિંગ સાથે સારી બેટિંગ પણ કરતો હતો. ઈરફાન પઠાણ વર્ષ 2013માં ભારતીય ટીમનો સભ્ય હતો જ્યારે ટીમે ઈંગ્લેન્ડમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા વર્તમાન સમયમાં ભારતીય ટીમનો બેસ્ટ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. વડોદરાના એક ગરીબ પરિવારમાં જન્મેલા હાર્દિક પંડ્યાએ અનેક સંઘર્ષો બાદ ક્રિકેટમાં પોતાનું એક મોટુ નામ બનાવ્યું છે. હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરની શરૂઆત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કરી હતી. ત્યારબાદ તેને ભારતીય ટીમમાં એન્ટ્રી મળી હતી. હાર્દિક પંડ્યા આક્રમક બેટિંગ માટે જાણીતો છે.

ચેતેશ્વર પુજારા
ભારતીય ટેસ્ટ ટીમના ધ બોલ ગણાતા ચેતેશ્વર પુજારાએ વર્ષ 2010માં ભારતીય ટીમમાં પર્દાપણ કર્યું હતું. ચેતેશ્વર પુજારાને રાહુલ દ્રવિડના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો હતો. પુજારાએ પોતાની ધૈર્યપૂર્ણ બેટિંગથી ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ટેસ્ટ મેચમાં તેની ક્ષમતા લાંબો સમય ક્રિઝ પર ઉભા રહેવાની હતી. પુજારા ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. ભારતીય ટીમે જ્યારે બે વખત ઓસ્ટ્રેલિયામાં જઈને ટેસ્ટ સિરીઝ જીતી હતી, ત્યારે ચેતેશ્વર પુજારાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

જયદેવ ઉનડકટ
પોરબંદરથી આવતો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો જયદેવ ઉનડકટ પણ ભારતીય ટીમ વતી રમી ચૂક્યો છે. જયદેવ ઉનડકટે વર્ષ 2010માં ટેસ્ટ ટીમમાં પર્દાપણ કર્યું હતું. આ મેચ બાદ તે આશરે 10 વર્ષ ટીમમાંથી બહાર રહ્યો હતો. તે ટી20 અને વનડે મેચમાં પણ ભારત માટે રમી ચૂક્યો છે. આ સિવાય આઈપીએલમાં પણ વિવિધ ટીમ તરફથી રમેલો છે. ભારતીય ટીમમાં જયદેવ ઉનડકટને વધુ તક મળી નથી.

ગુજરાતી મહિલા ક્રિકેટર જેઓ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે.

રાધા યાદવ :

ડાબા હાથની સ્પિનર ​​અને ઉત્તમ ફિલ્ડર રાધા યાદવે 18 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણીએ દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચ રમી હતી. ભારતીય ટીમમાં પસંદગી પામનાર રાધા ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર છે. રાધા યાદવ 17 વર્ષની ઉંમરે 2018 માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પસંદ કરવામાં આવી ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ ગુજરાતની સ્થાનિક ટીમમાંથી પ્રથમ ખેલાડી બની હતી. 2024 ના t20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં રાધા યાદવની મુખ્ય સીન બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે, જેથી સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

તેણે 13 ફેબ્રુઆરી 2018 ના રોજ દક્ષિણ આફ્રિકાની સામે ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય (WT20I) ડેબ્યૂ કર્યું. તે ખૂબ જ હોંશિયાર ડાબા હાથની સ્પિનર ​​છે, જે ટૂંકા ફોર્મેટ માટે વધુ અનુકૂળ છે અને તે મેદાન પર સફળ ખેલાડી પણ છે. સ્થાનિક સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શનને કારણે પસંદગીકારો માટે રાધાના ઉદયને અવગણવું અશક્ય બન્યું અને તેણીએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પદાર્પણ કર્યું. તે જ વર્ષે તે વર્લ્ડકપ ટી20માં પણ રમી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મૂળ મહારાષ્ટ્રની રાધા 2014-15ની સિઝનમાં બરોડા ગઈ અને અંડર-19 વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ, બંને ફોર્મેટમાં વરિષ્ઠ મહિલા ટૂર્નામેન્ટ (વ્હાઇટ-બોલ ક્રિકેટ) અને અંડર-23 વેસ્ટ ઝોન વન ડે સહિત અનેક સ્પર્ધાઓમાં રમી. હાલમાં ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો તેને T20 ફોર્મેટની માહિર ખેલાડી માનવામાં આવે છે. 1988માં, વડોદરાની બે મહિલા ખેલાડીઓ, મંગળા બાબર અને રાજકુવરદેવી ગાયકવાડ, ભારતીય વન-ડે ઈન્ટરનેશનલ ટીમ માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યા ન હતા.

રાધા યાદવ
WPL કારકિર્દી : રાધા યાદવને WPL ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં સૌથી પહેલા ખરીદી હતી. આ 23 વર્ષીય ખેલાડી દિલ્હીની સ્પિન ટીમનો મહત્વનો ભાગ છે. તે બે T20 વર્લ્ડ કપ (2018 અને 2020)નો ભાગ રહી ચુકી છે અને તેની પાસે ઘણો અનુભવ છે. રાધા એક ઉત્તમ સ્પિનર ​​છે, જેની પાસે ઉડાન અને ખતરનાક આર્મ બોલ છે. તે નીચલા ક્રમમાં બેટથી અજાયબીઓ કરી શકે છે અને તે એક ઉત્તમ ફિલ્ડર પણ છે.

યાસ્ટિકા ભાટિયા:

યસ્તિકા ભાટિયા મૂળ ગુજરાતના વડોદરાની છે . તેનું ભારતીય ટીમમાં વિકેટકીપર- ડાબોડી બેટ્સમેન છે અને તે તેની નક્કર ટેકનિક અને ઇનિંગ્સની રચના કરવાની ક્ષમતા માટે જાણીતી છે. ભાટિયાના સ્થાનિક સ્તરે બેટ સાથે સતત સારા પ્રદર્શનને કારણે તેને 2021માં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું. ભાટિયાએ સપ્ટેમ્બરમાં કેરારા ઓવલ (Carrara Oval) ખાતે આયોજિત એકમાત્ર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેને મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2022 અને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે દેશને સિલ્વર મેડલ જીતવામાં મદદ કરી હતી.