ભાગ 4 જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જાહેર હિસાબ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલાં અહેવાલ સ્ફોટક છે. તેમાં જણાવ્યું છે કે,
મુંબઈ ખાતે ગુજરાત ભવનના નિર્માણમાં વિલંબના ઓડિટ વાંધાના સંબંધમાં વિભાગે ઓડિટને કરેલ લેખિત ખુલાસામાં જણાવ્યું હતું કે રૂ . ૭૩ . ૦૪ લાખની CIDCOને ચુકવણી ભાડાપટ્ટાના કરારની શરતો અને બોલીઓ મુજબ કરવામાં આવી હતી કાબુ બહારનો કારણોસર કામ શરૂ કરી શકાયું ન હતું પરંતુ સરકારે કરોડોની કિંમતની જમીનની સુરક્ષા માટે પ્રિમિયમની રકમ ચુકવી હતી, ગુજરાત ભવનના નિર્માણનું કામ શા માટે ભાડાપટ્ટાના કરારમાં દર્શાવેલ સમયમાં શરૂ ન થઈ શક્ર્યું અને પરિણામે વધારાના ભાડાપટ્ટા પ્રિમિયમની ચુકવણી કરવી પડી તે માટે કોઈ સ્પષ્ટ જવાબ વિભાગ તરફથી ઓડિટ દરમ્યાન આપવામાં આવ્યો ન હતો.
10 વર્ષથી કોઈ કામ કેમ ન થયું
રાજ્યનું અતિથિગૃહ અને નવી મુંબઈ ખાતે એક એપોરિયમ રાખવાનો હેતું દસ વર્ષ પસાર થઈ ગયા હોવા છતાં સિધ્ધ થયો ન હતો. ઉક્ત વાંધા સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ – ૨૦૧૩માં મોકલી આપેલ લેખિત ખુલાસામાં જણાવ્યાનુસાર રૂ.૭૩.૦૪ લાખની ચુકવણી ” સીડકો ” મહારાષ્ટ્રને ભાડાપટ્ટના કરારની – શરતો અને બોલીઓ મુજબ કરવામાં આવી હતી.
કાબુ બહારના કારણોસર કામ કરી શકાયું ન હતું પરંતુ સરકારી કરોડોની કિંમતની જમીનની સુરક્ષા માટે પ્રિમિયમની રકમ ચુકવી હતી. જેના પર ભવિષ્યમાં ગુજરાત ભવન બનાવવામાં આવશે. સમિતિની તા . ૬/૯/૨૦૧૬ના રોજ રાખેલી બેઠકમાં વિભાગના પ્રતિનિધિની રૂબરૂ તપાસ દરમ્યાન સમિતિએ એમ એન સી,ની મંજૂરી માટે નક્શો રજૂ કરવામાં આવ્યો છે કે કેમ , તેવી પૃચ્છા કરતાં વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે નક્શો મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ નથી. તેમણે વધુમાં – જણાવ્યું હતું કે હાલ આ પ્રોપર્ટીની કિંમત અંદાજીત રૂપિયા પચીસ કરોડ જેટલી થવા જાય છે.
એમ.ઓ.યુ. દ્વારા કેટલાક પાર્ટ કોમર્શીયલ તરીકે પી.પી.પી.ના ધોરણે આગળની કાર્યવાહી કરવા વિચારવામાં આવેલ. જોકે આ અંગે કોઈ જાહેરાત આપીને MOU માટે દરખાસ્ત આમંત્રિત કરેલા નથી આથી જે એમ.ઓ.યુ. – પી.પી.પી.ના ધોરણે કામ કરવા માટે થયેલા છે, તે પારદર્શિતા અને કોમ્પીટીશનના પ્રભાવવાળુ હોઈ તેને તાત્કાલિક રદ કરવા અને સરકારએ પી.પી.પી.ના ધોરણે આગળ વધવાને છે બદલે મુંબઈ ખાતેની પ્રોપર્ટી સરકાર હસ્તક જે રાખી તેની યોગ્ય જાળવણી તથા મરામત કરાવવા સમિતિએ ભલામણ કરી છે.
સીડકો પાસેથી પ્રાપ્ત થયેલા બે પ્લોટો પર સમયમર્યાદામાં બાંધકામ કરવાની શરત હોઈ પુરેપુરું બાંધકામ કરવું શક્ય ન હોય તો થોડું બાંધકામ કરીને પણ તે બાંધકામ અને બિલ્ડીંગ માટે યુઝ પરમીશન લઈ લેવી કે જેથી બાંધકામના અભાવે ખૂબ જ સસ્તા દરે હસ્તગત કરેલી મુંબઈ ખાતેની હાલની કરોડો રૂપિયાની બજાર કિંમતની પ્રોપર્ટી ગુમાવવાનો વારો ન આવે આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લઇ સમિતિને તેની જાણ કરવા સમિતિ ભલામણ કરે છે.
ગુજરાતી
English




