Tuesday, January 27, 2026

મોદીની જીદથી બગીચા પર બની રહી છે બુલેટ ટ્રેન

ફળદ્રુપ ખેતીની જમીન પર ખેડૂતો સરકારની અને ખાનગી કંપનીની બુલેટ ચલાવવા દેવા માંગતા નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યાં છે. વલસાડ અને નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન પ્રક્રિયા ગેરકાયદે, બિનસંવેદનશીલ અને અપારદર્શક છે. ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખવામાં આવી રહ...

સોનલ પટેલને કોંગ્રેસ અહેમદ પટેલ સામે કેમ આગળ કરી રહી છે

સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ મહિલા કોંગ્રેસનું સૌથી મોટું સંગઠન ઉભું કરનાર સોનલબેન પટેલી નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. હવે તેઓ મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં સહપ્રભારી તરીકે લોકસભાના કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે સાથે જવાબદારી સોંપવામાં આવી છે. જે સમગ્ર...

ડો.તોગડિયા સફળ કે નિષ્પળ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો.પ્રવિણ તોગડિયા ગુજરાતમાં ચારે બાજું ફરી રહ્યાં છે. તેઓ સંગઠનમાં નવી નિયુક્તિ કરી રહ્યાં છે. તે જે કંઈ કરી રહ્યાં છે. તેને લોકો હજું શંકાની નજરે જોઈ રહ્યાં છે. તેની નવી નીતિ અને નવા સંગઠન પર હજું જોઈએ એવું વ્યાપક જન સમર્થન મળી શક્યું નથી. જો કે તેની સામે વિશ્વ હિંદુ પરિષદ પણ નબળી પડી છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ ...

વિક્રમ માડમ કેમ અચાનક શાંત થઈ ગયા

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક મહિના પહેલા તોફાન ઊભું કરી દીધું હતું હવે તેઓ એકાએક શાંત થઈ ગયા છે. 2017 ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણી સભા ખંભાળિયામાં રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીના એકદમ નજીકના વિક્રમ માડમ ખંભાળીયાના MLA છે, કે જે સાંસદ પૂનમ માડમના કાકા છે. પુનમ માડમની સામે વિક્રમ માડમ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. વિક્રમ માડમ સંસદની ચૂ...

કેન્દ્રએ નાણાં ન આપતાં રૂ.453 કરોડ વીમો ગુજરાત સરકાર ચૂકવશે

ગુજરાતના ખેડૂતો માટે વીમાની રકમ કેન્દ્ર સરકાર તરફથી મળે તેમ ન હોવાથી રાજ્ય સરકાર પોતે ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે, તે પેટે વેચાણની રકમ માટે રાજ્ય સરકારે રૂા.૪૫૩ કરોડ મંજૂર કર્યા છે. જે આગામી બે-ત્રણ દિવસમાં ખેડૂતોને ચૂકવી દેવાશે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યુંહતું  કે, ખેડૂતો પાસેથી ચણા...

કોંગ્રેસની જૂઠ્ઠાણાં ફેલાવો યોજનાથી છે, ભાજપ

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મૂકેલા ગંભીર આરોપોનો જવાબ ભાજપના પ્રવક્તા આપી શક્યા નથી. મેહુલ ચોકસીને ભગાડવામાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે એ આરોપોનો કોઈ જવાબ ભાજપે આપવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના દબાણથી જ લોનો આ ભાગેડુઓને લોનો આપવામાં આવી હતી. તે દેશની પ્રજા સુપેરે જાણે છે. ગ્રેસનાં નેતાઓના ...

મેહુલ ચોકસી મોદીનું મોટું કૌભાંડ, કોંગ્રેસ

મેહુલ ચોક્સીને એન્ટીગુઆનું નાગરિકત્વ અપાવવા ભારત સરકારે પોલીસ ક્લીઅરન્સ આપ્યું ત્યારે દેશની કોર્ટોમાં ૪૨ કેસો પેન્ડીંગ હતા. અર્જુનભાઈ મોઢવાડીયાએ મેહુલ ચોક્સી સામેના ૪૨ કેસોની યાદી, આ કેસો અંગે જાણ કરતા અને તેમનો પાસપોર્ટ જમા કરવાની માંગણી કરતા પત્રો સહિતના દસ્તાવેજો જાહેર કર્યા. મેહુલ ચોક્સી સામેના કેસોની વિગતો પ્રધાનમંત્રી, નાણા મંત્રી, મહારાષ્ટ્...

મગફળી કૌભાંડમાં 22ની ધરપકડ સરકારે કરવી પડી, કોંગ્રેસ

ભાજપ સરકારે આચરેલાં રૂ. ૪૦૦૦ કરોડના મગફળી કાંડમાં ‘‘મગફળી માટી ભેળવી છે કે માટીમાં મગફળી?”ની તટસ્થ તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્વમાં કરવાની માગ સાથે વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ સરકારે ખરીદેલી મગફળીના ખાનગી અને સરકારી ગોડાઉનોમાં મગફળી ભરેલાં કોથળાઓની તપાસ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં કરવાનો સરકારને પડકાર ફેંક્યો છે. ગોંડલના રામરાજ...

બિલ્ડીંગોની પાર્કિંગ પ્લેસના ભાજપના અબજોના કૌભાંડથી વાહન પાર્કિંગ સમસ્...

પોલીસતંત્રનો ભય, દબાણખાતાનો ડર, હપ્તા રાજનો ભોગ બની રહેલા મહેનત કરીને જીવન નિર્વાહ કરતાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સીધો જવાબદાર હોવાનો પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાના માધ્યમથી લાખો નાગરિકો મહેનતથ...

એક કરોડ આદિવાસી પ્રજા માટે રજા જાહેર કરો

અંબાજી થી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા 1 કરોડથી વધુ આદિવાસી સમાજ વતી 9 ઓગષ્ટ - વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર માંડવી મામલતદાર મારફત મુખ્યમંત્રીને આપવાનો કાર્યક્રમ કરાયો હતો. આદિવાસી નાગરિકો હવે રજાની માંગણી કરી રહ્યા છે ત્યારે ભરૂચમાં યોજાનારા વિશાળ આદિવાસી સંમેલનમાં આ વાત કરવામાં આવશે. ધારાસભ્ય આનંદ ચૌધરીએ ...

વિજય રૂપાણી સરકાર સામે ભાજપનાં નેતા મનુભાઈએ સૂત્રોચ્ચાર કર્યા

અમરેલીમાં આજે જાફરાબાદ પંથકનાં કોળી સમાજનાં આગેવાનોએ વિવિધ પ્રશ્‍ને કલેકટર કચેરીમાં ભાજપ સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કર્યા હતા. જેમાં જાફરાબાદ તાલુકા પંચાયતનાં ભાજપનાં સદસ્‍ય મનુભાઈ વાજાએ પણ સહયોગ આપતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાડા ગામનાં નિર્દોષ યુવકને સ્‍થાનિક પોલીસે ઢોર માર્યાનાં આક્ષેપ સાથે  કોળી સમાજનાં આગેવાનોએ રેલી સ્‍વરૂપે કલેકટર અને એસપીને ત...

ખેડૂત સમાચાર

બોટાદના ખેડૂતો પાસેથી સરકારે ખરીદેલા ચણાના 14 કરોડ હજુ સુધી ચૂકવાયા નથી બોટાદ જિલ્લાના ખેડૂતો પાસેથી ગુજકોમાસોલ, નાફેડ અને બોટાદ તાલુકા સંઘ મારફત સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામા આવી હતી. જેના પૈસા હજી સુધી ખેડૂતોને ચુકવવામા આવ્યા નથી જેના લીધે આ જીલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ અંગે રમણીકભાઈ ભાવનગરીયા ખેડૂતોની આગેવાનીમા ખેડૂતો એકઠા થઈ સ...

વીજ કરંટથી એક વર્ષમાં 500 પશુ અને 600 માણસોના મોત

2016-17માં ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16માં 408 પશુના મોત થયા હતા. 2017-18માં તે આંક વધીને 500 ઉફર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વિજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુક...

ખેત તલાવડી કૌભાંડ

રાજ્ય સરકારની ખેત તલાવડી યોજનામાં સુરત જિલ્લાના મહુવા, માંડવી,માંગરોળ તાલુકામાં ખેત તલાવડી નહીં બનાવી રૂ. 20.52 લાખના કૌભાંડમાં સુરત ગ્રામ્ય એ.સી.બી દ્વારા 11 વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધ્યા બાદ એસીબીએ ધરપકડ કરેલા આરોપીને બારડોલી એ.ડી સેશન કોર્ટમાં રજૂ કરતાં મહુવાના ઘડોઈ ગામના પ્રકરણમાં 4 ઓગષ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત ગ્રામ્ય એન્ટ...

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને વિખેરી વહીવટદાર નિમવા નોટિસ પર...

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટદારની નિમણૂંક કરવા અંગે ગુજરાતના સહકાર વિભાગે આપેલી કારણદર્શક નોટિસને સંઘના નિયામક મંડળે હાઈકોર્ટની સિંગલ બેંચ બાદ ડબલ બેંચ અને છેવટે સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રિમ કોર્ટે આ નોટિસ પરનો સ્ટે લંબાવતાં ડેરીમાં વહીવટદારની નિમણૂંક પ્રક્રિયા પર ફરીથી બ્રેક લાગી ગઈ છે. મહેસાણા દૂધસાગર ડેરીના ગેરવહીવટ મામ...