દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આવ્યો

દાહોદ

દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કરી રહ્યા હતા. આ ખાતરના જથ્થામાં 10 બેગ નાઇટ્રો ફોરેસ્ટ 50 કિ.ગ્રા. અને હિન્ડાલકો લિ. ની ખાતરની 2 બેગ ડીએપી જેટલી થાય છે તે જપ્ત કરવામાં આવી છે.

દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ ખેડૂતોને ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવા માટે જણાવ્યું છે.