10 હજાર કરોડના ફંડ માટે રાષ્ટ્રપતિએ કેમ હુકમ ન કર્યો

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .

એનો અર્થ એ જ છે કે પીએમ કેર્સ ફંડ એટલા માટે રચવામાં આવ્યું કે જેથી તેમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિ ના હોય , કોઈ ખાનગી ટ્રસ્ટના પ્રતિનિધિ ના હોય અને કોંગ્રેસના પ્રમુખ પણ તેમાં ના હોય . કોઈ પણ રાજકીય પક્ષના પ્રમુખ પીએમ કેર્સ ફંડમાં ના જ હોવા જોઈએ . પણ તેથી વાત પતી જતી નથી . નવા ફંડમાં તમામ નિર્ણયો વડા પ્રધાન સહિતના ચાર પ્રધાનો જ લેશે એ એક હકીકત છે . જો નરેન્દ્ર મોદીને આ ફંડ ખરેખર પારદર્શક બનાવવું હોત તો તેમણે તે માટે કાયદો કરતો વટહુકમ રાષ્ટ્રપતિ મારફતે હાલ બહાર પડાવ્યો હોત . – જૂનું ફંડ અપારદર્શક અને ખાનગી હતું તો હકીકતમાં નવું ફંડ વધુ અપારદર્શક અને વધુ ખાનગી બન્યું છે .