વડી અદાલતે કહ્યું આ ફંડ ખાનગી છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માંગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું જાહેર હિતમાં નથી અને તેમાં ‘ દાતાઓની ગુપ્તતાનો ભંગ થાય છે . તેની સામે અપીલ થતાં કેન્દ્રીય માહિતી પંચે એમ કહ્યું ખરું કે દાતાઓને વાંધો ના હોય તો સંસ્થાઓનાં અને ખાનગી નામ જાહેર થઈ શકે પણ તેણે પણ ફંડના લાભાર્થીઓની વિગતો જાહેર કરવા માટે આદેશ આપ્યો નહોતો . જો કે , આ આદેશ સામે પણ ફંડ દિલ્હીની વડી અદાલતમાં અપીલમાં ગયું હતું અને ફંડ મે 2018માં એમ કહ્યું હતું કે માહિતી અધિકારના કાયદા મુજબ આ ફંડ કોઈ જાહેર સત્તામંડળ છે જ નહિ અને તેથી કોઈ હિસાબો રજૂ કરવાનું તેને માટે ફરજિયાત હોઈ શકે નહિ .