કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
હવે કોરોના મહામારીના માહોલમાં નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની રચના કરી છે અને તેમાં એક જ સપ્તાહમાં રૂ . 6,500 કરોડ જમા થયાનો એક અંદાજ છે. તેમાં મહાનુભાવોથી માંડીને સૌ કોઈ દાન આપી રહ્યું છે . 2014 – 15થી 2018 – 19 દરમ્યાન ‘ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ‘માં જેટલી રકમનું દાન આવ્યું હતું તેના ત્રણ ગણા કરતાં પણ આ વધ રકમ છે . આ ફંડમાં લઘુતમ રૂ . 10નું દાન પણ આપી શકાય છે.
પીએમ કેર્સ ફંડ એક જાહેર ટ્રસ્ટ છે અને તે તા . 27 – 03 – 2020ના રોજ નોંધાયેલું ટ્રસ્ટ છે એમ પ્રેસ : ઇન્ફર્મેશન બ્યુરોની એક અખબારી યાદી જણાવે છે . તેમાં વડા પ્રધાન અને બીજા ત્રણ કેન્દ્રીય નાણાં , સંરક્ષણ અને ગૃહ પ્રધાનો છે તેટલા માત્રથી તે સરકારી ટ્રસ્ટ બની જતું નથી . આ ફંડ પણ ખાનગી ટ્રસ્ટ જ કહેવાય . આ ટ્રસ્ટનું ડીડ એટલે કે ટ્રસ્ટની સ્થાપના માટેનો કરાર પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી એટલે ખરેખર તે કેવા પ્રકારનું ટ્રસ્ટ છે તેની ખબર પડતી જ નથી . માત્ર પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા એક અખબારી નિવેદન કરીને ટ્રસ્ટની રચના વિષે માહિતી આપવામાં આવી છે તેટલું જ . .