રાજકારણીઓ તેમના સોસાયટી અને પોતાના ઘર ને સેનેટઈઝ કરાવવા દબાણ કરે છે

અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું કે, જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે.

પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે. સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટી ને સેનેટઈઝ કરાવવાની જાણે હોડ લાગી હોય તેમ લાગી રહ્યું છે. તેઓ પોતાના ઘરને સેનેટાઈઝ કરાવવા માટે ફાયર બ્રિગેડને દબાણ કરે છે. લાગવગ કરે છે. ઉપરથી ફોન કરાવડાવે છે.

શહેરના hotspot ગણાતા તેમજ અન્ય વિસ્તારોમાં બેથી ત્રણ વખત સેનેટાઇઝ ની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી કરતા ફાયર કર્મીઓને સુરક્ષાના કોઈપણ સાધન આપવામાં આવતા નથી. જેના કારણે તેમની જિંદગી જોખમાઈ શકે છે તદુપરાંત જે દવાનો છંટકાવ થાય છે તે દવાની પણ ઘણી આડઅસરો છે. મ્યુનિસિપલ કમિશનર અને હોદ્દેદારો આ બાબતથી વાકેફ હોવા છતા તેનો છંટકાવ કરાવી રહ્યા છે.