ગુજરાતની અંદાજીત વસતીના તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં વસતી 6 કરોડ 61 લાખ થઇ ચૂકી છે. જે 2011ના છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6 કરોડ 3 લાખ નોંધાયેલી હતી. 2021માં આવવાના ત્યાં સુધીમાં તો ગુજરાતની વસતી 6.70 કરોડ આસપાસ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. 10 વર્ષમાં 58 વસતી વધી ગઈ છે.
પોપ્યુલેશન પ્રોજકશનના રિપોર્ટ પ્રમાણે 2014માં રાજયની વસતી છ કરોડ 38 લાખ હતી તેથી એનો અર્થ એવો થયો કે એક વર્ષમાં 13 લાખનો વસતી વધારો થયો છે. સાડા છ કરોડની વસતી સાથે ગુજરાત વસતી વધારા સાથે ભારતનું દસમું મોટું રાજય બની ચૂક્યું છે. આજે પણ અમદાવાદ એ સૌથી વધુ વસતી ધરાવતું રાજયનું પહેલું શહેર છે. તે પછી સુરત, વડોદરા અને રાજકોટનો ક્રમ આવે છે.
ગુજરાતની સાથે સાથે ભારતની વસતીમાં પણ વધારો થયો છે. 2015ના વર્ષમાં ભારતની વસતી વધીને 128 કરોડ થવા જાય છે, જે 2014માં 127 કરોડ હતી અને 2017ના અંતે વધીને 131 કરોડ થઇ છે. દરવર્ષે સરેરાશ એક કરોડ લોકોનો ઉમેરો થાય છે.
પોપ્યુલેશનના પ્રોજક્શન રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે સીધી ગણતરી કરીએ તો એક મિનિટમાં ભારતમાં 51 નવા બાળકો જન્મ લે છે. નવા આંકલન પ્રમાણે 50 ટકા વસતી 25 વર્ષની વયની છે જયારે 65 ટકા વસતી 35 વર્ષની નીચેની વયની છે. સૌથી વધુ વસતી ધરાવતા રાજયનો દરજ્જો આજેપણ ઉત્તરપ્રદેશે જાળવી રાખ્યો છે.
ગુજરાતમાં આ વખતે પહેલીવાર મોબાઇલ એપ્લિકેશનની મદદથી વસતી ગણતરી થવાની છે. રાજ્યની 2019ની વસતીમાં વધુ 25 લાખ લોકોનો ઉમેરો થાય તેવી સંભાવના છે એટલે કે 2026 સુધીમાં વસતીનો આંકડો સાત કરોડ સુધી પહોંચી શકે છે.
ગુજરાતમાં પોપ્યુલેશન પ્રોજેક્શન —
2020 ——— 65532000
2021 ——— 66139000
2022 ——— 66774000
2023 ——— 67396000
2024 ——— 68013000
2025 ——— 68671000
2026 ——— 69258000
ગુજરાતમાં હાલના પ્રોજેક્શન પ્રમાણે 2019ની વસતી 64891000 થઇ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં 3.43 કરોડ પુરૂષ અને 3.05 કરોડ મહિલાઓ છે. 2020ના અંતે ગુજરાતની વસતી 6.55 કરોડને પાર હશે. રાજ્યમાં 2020માં વસતી ગણતરી થવાની અને તેના આંકડા 2021માં આવવાના છે ત્યારે વસતી ગણતરી વિભાગના અંદાજ પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6.61 કરોડ થશે જેમાં 3.50 કરોડ પુરૂષ અને 3.11 કરોડ મહિલાઓ હશે.