સુરતમાં વિદ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ વખતે વડાપ્રધાનનો ફોટો

શિક્ષણ સમિતિના 1.62 લાખ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ વખતે વડાપ્રધાનનો ફોટો
અપડેટ: 12 માર્ચ, 2024

શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે સ્કૂલ બેગ પર સરસ્વતી માતાનો ફોટો લગાવવાની માંગ કરી હતી.

સુરત, તા. મંગળવાર 12 માર્ચ 2024

સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત સ્કૂલ બેગ અને રમતગમતનો ગણવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. 1.62 લાખ વિદ્યાર્થીઓને સ્કુલ બેગનું વિતરણ કરવાની શિક્ષણ સમિતિની ઝુંબેશને દરેક જગ્યાએ આવકારવામાં આવી રહી છે, પરંતુ બેગનું વિતરણ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. શિક્ષણ સમિતિના વિપક્ષે સ્કૂલ બેગ પર સરસ્વતી માતાની તસવીર લગાવવાની માંગ કરી છે. પરંતુ આ બેગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે.

સુરત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પ્રથમ વખત સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગણવેશ ચંપલ અને સ્કૂલ બેગ તેમજ સ્પોર્ટ્સ યુનિફોર્મ અને સ્પોર્ટ્સ શૂઝ આપવામાં આવશે. આ નિર્ણયને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે.

શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ પણ આ નિર્ણય બદલ શાસકોને અભિનંદન પાઠવ્યા હતા પરંતુ આ વખતે નહીં પરંતુ દર વર્ષે ગણવેશ અને બુટ મોજાના વિતરણમાં વિલંબ થાય છે તેવી ખાતરી પણ માંગી હતી. તેમણે શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવતી સ્કૂલ બેગ પર સરસ્વતી માતાનો ફોટો લગાવવો જોઈએ તેવી પણ માંગણી કરી છે. જો કે, 1.62 લાખ બેગમાંથી મોટાભાગની બેગ આવી ગઈ છે અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી તસવીરો વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ મુદ્દે વિવાદ થવાની શક્યતા નકારી શકાતી નથી.