પોલીસના 13 દલાલોની મિલકતો તપાસવા આદેશ

Probe ordered into properties of 13 police brokers पुलिस के 13 दलालों की संपत्तियों की जांच का आदेश

અમદાવાદ, 8 ડિસેમ્બર 2024

અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી તેમજ ઉપરી અધિકારીઓ દારૂ-જુગારના અડ્ડા વાળા પાસેથી તેમજ કોઇ પણ આડાઅવળા કામ કરીને પૈસા લેવા માટે વહીવટદાર રાખે છે.

પોલીસ અધિકારીઓના ભ્રષ્ટાચારના શોદા કરવા માટે કામ કરતાં વહીવટ કરનાર, મૅનેજર કે ઉઘરાવનારની બદલી કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ મથકના 200 ફોજદારો, એસીપી તેમજ અન્ય ઉપરી અધિકારીઓ માટે ઉઘરાણાં કરતાં 13 વહીવટદારોની જિલ્લા બદલી કરી દાવામાં આવી છે.

અમદાવાદમાં તોડબાજીની ફરિયાદો થતાં ડીજીપી અને પોલીસ કમિશનરની સંયુક્ત તપાસ બાદ બદલી કરી છે. રાજ્ય પોલીસ વડાએ વહીવટદારો અને તેમના પરિવારની મિલકતો અંગે રાજ્ય નિરિક્ષણ ટૂકડી દ્વારા તપાસ કરવામાં આવે તેવા આદેશો કર્યા હતા. આવી ઘટના રાજ્યમાં પ્રથમ વખત જ બની છે.

તોડબાજી
હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પોતાના તથા બહારના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી. વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું હતું.

એક-બે કિસ્સામાં તો દારૂની હેરાફેરી, અન્ય ગેરકાયદે કૃત્યો અને લાખો રૂપિયા પડાવાની ઘટનાઓ ખુલી હતી. આથી ડીજીપીએ 13 વહીવટદારોની બીજા જિલ્લામાં બદલીના આદેશ કર્યા હતા. સરકારી કર્મચારી હોવાના નાતે વહીવટદારોએ હાઈકોર્ટમાં ધા નાંખવા તૈયારી હાથ ધરી હતી.

9 વર્ષ પહેલાં
9 વર્ષ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ 118 વહીવટદારની વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી કરી હતી. તમામ વહીવટદારોને દરેક પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ તેમજ એકાઉન્ટ રાઈટર હેડ તરીકેની સૌથી મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી. જેના કારણે વહીવટદારોની આડી આવક બંધ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં 39 પોલીસ મથક છે. સુરત શહેરમાં કુલ 33 પોલીસ મથક છે. વડોદરામાં 21 પોલીસ મથક છે. રાજકોટમાં 12 પોલીસ મથક છે. ભાવનગર શહેરમાં 9 પોલીસ મથક છે. 8 મહાનગરોમાં 125 પોલીસ મથકોમાં આવી વ્યવસ્થા મોટા ભાગે ગોઠલેવી હોય છે.