જાણો આ 15 બિન-ગુજરાતી IPS ઓફિસરો પાસે કેટલી પ્રોપર્ટી છે

ગુજરાત કેડરના 15 IPS અધિકારીઓ કે જેમનું મૂળ વતન ઉત્તરપ્રદેશ કે અન્ય રાજ્યો છે તેમની ઇમ્મુવેબલ પ્રોપર્ટી (સ્થાવર મિલકતો) આ પ્રમાણે છે. IPS અધિકારીઓને 1લી જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે જેમાં દર્શાવેલી પ્રોપર્ટીની વિગતો આ પ્રમાણે છે. આ અધિકારીઓએ 2019માં તેમની પ્રોપર્ટી જાહેર કરી હતી.

એકે સિંઘ 1. ગાંધીનગરના સેક્ટર-1માં 1.20 કરોડનો પ્લોટ

2. અમદાવાદના શિલજમાં ફ્લેટ જેની કિંમત 30 લાખ છે

3. પ્રોપર્ટીમાંથી 5.40 લાખની વાર્ષિક આવક મળે છે

વિનોદ કુમાર મલ્લ 1. ઉત્તરપ્રદેશમાં 40 લાખની બે વિધા જમીન

2. ગાંધીનગરમાં 60 લાખનો 330 ચોરસ મીટરનો સરકારી પ્લોટ

3. વસ્ત્રાપુરના ગોયલ પાર્કમાં 200 સ્કવેરયાર્ડનો ફ્લેટ

4. ગાંધીનગર પાસે સરગાસણમાં 80 લાખની 9611 હેક્ટર જમીન

5. ગોરખપુરમાં 60 લાખનું બે રૂમનું મકાન

6. કર્ણાટકના મૈસુરમાં 15 લાખનો 2400 ચોરસમીટરનો પ્લોટ

7. ઉત્તરાખંડમાં 3 લાખનો 200 ચોમીનો પ્લોટ

8. ગાંધીનગરના ઉનાવામાં 11 લાખની 4627 ચોમી જમીન

સંજય શ્રીવાસ્તવ 1. ગાંધીનગરમાં 30 લાખનો 245.50 ચોમી પ્લોટ પર મકાન 17.50 લાખની બેન્ક લોનથી બાંધ્યું છે
મનોજ અગ્રવાલ 1. અમદાવાદમાં શૈલી ટાવરમાં 65 લાખનો ફ્લેટ

2. ગાંધીનગરના સેક્ટર-7માં એક કરોડનું મકાન

3. એપલવુડ, અમદાવાદમાં 50 લાખનો ફ્લેટ

રજનીશકુમાર રાય 1. દિલ્હીમાં 1310 સ્વેરફીટનો રેસિડેન્શિયલ ફ્લેટ જેની કિંમત 6.63 લાખ છે
અનુપમસિંહ ગેહલોત 1. 347 યાર્ડનો અમદાવાદના સેટેલાઇટમાં ફેલ્ટ જેની કિંમત 1.90 કરોડ

2. ગાંધીનગરના કલોલમાં 1000 ચોરસવારની બે જમીન જેની કિંમત 1.20 કરોડ

3. અમદાવાદના વેજલપુરમાં 1274 યાર્ડની જમીન જેની કિંમત 3 કરોડ છે

સંદીપસિંઘ 1. હરિયાણામાં 842 ચોમીનો નિવાસી પ્લોટ જેની કિંમત 70 લાખ છે

2. ગાંધીનગરના મોટેરાના શ્રીબાલાજીમાં 50 લાખનો ફ્લેટ

3. અમદાવાદના શિલજમાં 99 લાખનો ફ્લેટ

રાઘવેન્દ્ર વત્સ 1. યુપીના ગૌતમબુદ્ધ નગરમાં 22 લાખનું મકાન

2. પ્રતાપગઢમાં કૃષિ જમીન સાથે મકાન

3. ગાંધીનગરના કલોલમાં 400 યાર્ડનું 2.90 લાખનું મકાન

4. વડોદરાના વાઘોડિયામાં 4.14 લાખની 542 ચોરસવારની જમીન

દિવ્ય મિશ્રા 1. અમદાવાદના ધંધુકામાં 220 ચોરસવારની જમીન જેની કિંમત 6.50 લાખ છે.
નિર્લિપ્ત રાય 1. નીલ….. કંઇ નથી
હિમકર સિંઘ 1. ઉત્તરપ્રદેશના સંભાલમાં છ એકર જમીન જેની કિંમત 1.47 કરોડ છે
મનિશ સિંઘ 1. લખનૌમાં 2.75 લાખનો જમીન પ્લોટ

2. લખનૌમાં 3 લાખનો પ્લોટ

3. દિલ્હીના દ્વારકામાં 48 લાખનો ફ્લેટ

ઘર્મેન્દ્ર શર્મા 1. નીલ…. કંઇ નથી…
અચલ ત્યાગી 1. ઉત્તરપ્રદેશમાં કૃષિ જમીન

2. એક કરોડની સંયુક્ત એસેટ્સ

3. પ્રોપર્ટીમાંથી વાર્ષિક ઉપજ 20000

સુધા પાંડેય 1. ગાંધીનગરમાં 60 ચોમીનો પ્લોટ જેની કિંમત 8 લાખ છે

2. ગાંધીનગરના કુડાસણમાં 327 ચોમીનું મકાન જેની કિંમત 35 લાખ