કોરોના – ભીડ ટાળવા રેલ્વે પ્લેટફોર્મની ટિકિટનો દર રૂ10થી વધારી 50 કરાયો

કોરોના વાઈરસને લીધે રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂ.10થી વધારીને 50 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝન અને મુંબઈના તમામ સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 16 માર્ચે મધરાતથી નવા દર લાગુ કરી દેવાયા છે.

ગુજરાતમાં અમદાવાદ કાલુપુર, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખ્યાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સમરમતી (એસબીટી) અને સમરમતીનો સમાવેશ થાય છે.  પ્લેટફોર્મ ટિકિટ મોંઘી કરાતા હવે પેસેન્જરોને ટ્રેન સુધી મૂકવા આવતા લોકોની સંખ્યા ઘટશે, જેનાથી ભીડ પણ ઓછી થશે.

ટ્રેનોના એર કંડિશન્ડ પેસેન્જર કોચને 25 ડિગ્રી સેલ્સિયસ પર ફિક્સ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી મુસાફરોને ધાબળાની જરૂર ન પડે. રેલવે દ્વારા ટ્રેનોમાંથી પડદા હટાવી દેવામાં આવ્યા છે. એસી કોચમાં મુસાફરોને ધાબળા આપવાનું પણ બંધ કરી દેવાયું છે. રેલવેના કોચને જંતુનાશક દવાઓથી સાફ કરાઈ રહ્યા છે.  હેન્ડલ્સ, પાણીના નળ તેમજ સ્વીચોને પણ વારંવાર સાફ કરવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશનો પર પણ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં કોરોના સંક્રમીત એક દર્દીનું મોત નીપજ્યું હતું.