ગાંધીનગર, 9 માર્ચ 2020
રાજ્યમાં 10 માર્ચ 2020ના ધુળેટીના દિવસે ફરીથી ખેડૂતો પર અવકાશી આફત રૂપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે એવી આગાહી હવામાંન વિભાગે કરી છે. નવો ઉપગ્રહ આવ્યા બાદ હવામાન ખાતાની આગાહી હમણાંથી સાચી પડવા લાગી છે. 5 અને 6 માર્ચ 2020ના દિવસે આગાહી સાચી પડી હતી અને 60 તાલુકાના ખેડૂતો અને વેપારી બજારોને ભારે મોટું નુકસાન થયું હતું. લોકોએ અને ખેતીના પાકો માટે ત્રણ ઋતુઓનો અહેસાસ થયો હતો.
જમીનદોસ્ત
60 તાલુકામાં ક્યાં કેટલું નુકસાન થયું છે તે કૃષિ વિભાગ અને હવામાન વિભાગના વરસાદના આંકડાઓથી હવે સ્પષ્ટ થયું છે. ભારે પવન સાથે આવેલા વરસાદથી પાક જમીન પર નમી ગયા છે. ઘઉ, એરંડા, રાયડો, વરિયાળી, કપાસ જેવા ઊંચા છોડના પાક જમીન દોસ્ત થયા છે.
વળતર આપો
ચોમાસા બાદ કમોસમી વરસાદ વારંવાર પડે છે. તેથી ખેડૂતોને દર વર્ષે શિયાળુ, ઉનાળું અને ચોમાસામાં પારાવાર નુકસાન ભોગવવું પડે છે. 5 અને 6 માર્ચે પડેલા વરસાદથી 50 તલુકામાં ભારે નુકસાન થયું હતું. 20 પાક અને ફળના બગાચીઓના પાકને સારું એવું નુકસાન થયું છે. તેનો સરવે કરી રહેલા ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરે છે.
ફરી વરસાદ
ફરી એક વખત રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ રહ્યું છે. ગરમી-ઠંડી રહેશે
13 માર્ચ સુધી લઘુત્તમ તાપમાન 12-15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. અમદાવાદ શહેરમાં આગામી અઠવાડિયું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. સુરતમાં 30 ડિગ્રી, રાજકોટ 14થી 32 ડિગ્રી તાપમાન રહેશે. વલસાડ, દ્ગારકા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા 10 માર્ચે હળવો વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદ પીછો નથી છોડતો, ખેડૂતો માટે કાળ અને દુષ્કાળ સમાન પુરવાર થયો છે.
60 તાલુકા કુદરતના ભરડામાં
5-6 માર્ચે આવેલાં વરસાદમાં 50 જેટલાં તાલુકામાં નુકસાન થયું હતું. પાલનપુર, વડગામ, થરાદ, ઉંઝા, પાટણ, સિધ્ધપુર, વડનગર, બહુચરાજી, ધાનેરા, વાવ, ડીસા, હળવદ, કલ્યાણપુર, દ્વારકા, નખત્રાણા, અબડાસા, લખપર, માંડવી, ભૂજ, ભાવનગરના સોનગઢ, શિહોર, પલીતાણા, વાળુકડ, સમઢિયાળા અને પાટણના સમી, હારીજ , શંખેશ્વર, ગણદેવી, અમરેલીના મોટા બારમન, ચોતરા, નાના બારમન, દીવ, મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુર, નવસારીના ચીખલી, અરવલ્લીના માલપુર અને મેઘરજ, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, તાલાલા, કોડીનાર, માંગરોળ વેરાવળ , જસદણ, આટકોટ, વડોદરા, ઊંઝા, વિજપુર, રાજપીપળા, બહુચારાજી, સતલાસણા,
5-6 માર્ચ 2020એ થયેલા વરસાદથી શું નુકસાન
કયા પાકને નુકસાન
શિયાળુ પાકો કાપણી અને લણણી ચાલી રહી છે. કપાસની છેલ્લી વીણી બાકી હતી. ઉપરાંત ખેતરમાં તમાકુ, વરિયાળી, ઘઉં, ધાણા, ચણા, રાઇ, જીરું ,ચણા ,સવા, એરંડા, કેરી, ઘાણા, ઉનાળુ મગફળી, શાકભાજી અને ચોખા,
ઘઉંને નુકસાન
કમોસમી વરસાદને કારણે ઘઉંનો ઊભો પાક નીચે નમી ભેરાઈ ગયો હતો.
કેરીને નુકસાન
5 માર્ચે ડાંગ જિલ્લાનાં આહવા, વધઇ, બોરખલ, ચીંચલી સહીત પૂર્વપટ્ટીનાં ગામો અને જંગલોમાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો. ખેતીના ઊભા પાક અને વેપારીઓનો માલ પલળી ગયો હતો. ચિખલી, નવસારી અને વલસાડના કેરીના બગીચાઓની કેરી પાક પર છે જ્યાં મોટું નુકસાન થતાં ઉત્પાદન પર માઠી અસર પડી છે. કેરી ખરી છે કાં તેનો વિકાસ રૂંધાઈ ગતાં કાળી પડી છે. દીવ, ગીર સોમનાથ, કોડીનાર, તાલાલા, કોડીનારમાં કેરીના પાકને વ્યાપક નુકસાન છે.
જીરું ગયું
5 માર્ચે પડેલા કમોસમી વરસાદથી જીરૂ સહિતની કૃષિ પેદાશો ખેતર અને એપીએમસી બજારમાં પલળી જતા ખેડૂતોની સાથે વેપારીઓને સારું આવું નુકસાન ગયું છે. જીરું વેચવા જતાં ખેડૂતોનો માલ રસ્તામાં પલળી ગયો હતો. ભેજ વધી જતાં અતિસંબેદનશીલ જીરું ખરી પડ્યું છે વરસાદથી કાળું પડી ગયું છે. રોગ દેખાવા લાગ્યો છે.
વરીયાલી
વાવાઝોડા સાથે આવેલા વરસાદથી ઘઉ, એરંડા, રાયડો, વરિયાળી જેવા પાક જમીન દોસ્ત થયા છે.
જીવાત અને રોગ
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉભા પાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ વધી ગયા છે. તેથી વધારાની દવાના ડોઝનું ખર્ચ કરવું પડી રહ્યું છે.
મકાઈ
મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં ઘઉં, મકાઈ, બાજરીના પાક ઘણાં ખરા બગડી ગયા છે.
તમાકુ
આણંદ જિલ્લામાં તમાકુને નુકસાન છે.
ડાંગર
નવસારી, સુરત, વલસાડમાં ડાંગર, શેરડી, ચીકુ, આંબા જેવા પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે ડાંગરના છોડ નીચે ગયા હતા ડાંગરના પાકના વરસાદી પાણીના સંગ્રહને લીધે સડો થવા લાગ્યો છે. ડાંગર કાળી પડી ગઈ છે. જેથી ખેડૂતોને ભાવ નહીં મળે.