ભારતીય રિઝર્વ બેંકે સહકારી ક્ષેત્ર માટે નીતિ વિષયક ત્રણ નિર્ણયો જાહેર કર્યા છે-
સૌપ્રથમ, શહેરી સહકારી બેંકો માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા બમણી કરવામાં આવી છે. આ નિર્ણય સાથે, ટિયર 1 અર્બન કોઓપરેટિવ બેંકો (UCBs) માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા હવે ₹30 લાખથી વધારીને ₹60 લાખ, ટિયર 2 UCB માટે ₹70 લાખથી ₹1.40 કરોડ અને ગ્રામીણ સહકારી બેન્કો (RCBs) માટે ₹30 લાખથી વધારીને ₹60 લાખ કરવામાં આવી છે. મર્યાદા અનુક્રમે 20 લાખ અને 30 લાખથી વધારીને 50 લાખ અને 75 લાખ કરવામાં આવી છે.
બીજા મોટા નિર્ણયમાં, ગ્રામીણ સહકારી બેંકો (RCBs) ને કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરને ધિરાણ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જે અમારી ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારશે અને લોકોને ઘરો કિફાયત રીતે પ્રદાન કરવાના સંકલ્પને પણ પ્રોત્સાહન આપશે.
ત્રીજા મોટા નિર્ણયમાં, હવે શહેરી સહકારી બેંકોને તેમના ગ્રાહકોને કોમર્શિયલ બેંકોની જેમ ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી, સહકારી બેંકોને હવે સ્પર્ધાત્મક બેંકિંગ ક્ષેત્રમાં એક સ્તરનું સ્થાન મળશે અને તેઓ અન્ય બેંકોની જેમ ગ્રાહકોને ડોર ટુ ડોર બેંકિંગ સુવિધા પણ પૂરી પાડી શકશે. સહકારી બેંકો દ્વારા હાઉસિંગ સેક્ટરમાં ધિરાણના પ્રવાહમાં વધારો થવાથી આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે, મૂડી નિર્માણમાં વધારો થશે અને રોજગાર નિર્માણમાં વધારો થશે, જેની અર્થતંત્રમાં ગુણક અસર થશે.