રિવરફ્રંટ : ઝૂંપડાના વિકલ્પના 285 મકાનો પર બીજાનો કબજો

रिवरफ्रंट: 285 घरों पर दूसरों की झोपड़ियों का कब्ज़ा Riverfront: 285 Houses Occupied by Others’

સરકારી 416 મકાનોમાં 285માં ગેરકાયદેસર વસવાટ

અમદાવાદના વટવામાં મોટી ગેરરીતિ

અમદાવાદ, 6 ડિસેમ્બર 2025
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા વિસ્તારમાં JNRUMની ગ્રાન્ટમાંથી ચાર માળિયા મકાનો બનાવવામાં આવેલા છે. આ મકાનો સાબરમતી રિવરફ્રન્ટના વિસ્થાપિત સહિતના લોકોને ફાળવવામાં આવ્યા હતા. 10,000 પરિવારો નદી કિનારે ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતા તે પૈકિના પરિવારોને મકાનો અહીં અપાયા હતા. પણ

મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વટવા ચાર માળિયા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 285 જેટલા લોકો ગેરકાયદેસર રીતે રહેતા કુટુંબ પકડાયા હતા.

મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી. મકાનમાં સર્વે કરવામાં આવ્યો હતો. મકાનોમાં હાઉસિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી હતી. 416 મકાનોમાંથી 285 મકાનોમાં ગેરકાયદેસર લોકો રહેતા હતા.

મકાનો વર્ષ 2011માં બનાવીને સાબરમતી રિવરફ્રન્ટ વિસ્થાપિતો સહિતના લોકોને આપવામાં આવ્યા હતા. મકાનોમાં અનેક અસામાજિક તત્વો રહે છે.

શહેરમાં સાબરમતી નદીના કાંઠાં બાંધવાનો પ્રસ્તાવ ઇ.સ. 1960માં મૂકાયો હતો.નિર્માણ ઇ.સ. 2005માં શરૂ થયું હતું. 2014 પછી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ઇતિહાસ
રિવરફ્રન્ટ વિકસાવવાનો પહેલો પ્રસ્તાવ 1960-61માં શહેરના અગ્રણી નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચ આર્કિટેક્ટ બર્નાર્ડ કોહને ધરોઈ ડેમથી ખંભાતના અખાત સુધી સાબરમતી બેસિનમાં એક ઇકોલોજીકલ ખીણ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 1964માં તેમણે 30 હેક્ટર એટલે કે 74 એકર જમીન મેળવી શકાય તેમ છે એવો પ્રસ્તાવ મૂક્યો હતો.

1966માં ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પણ થયો ન હતો. 1976માં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ગ્રુપે બાંધકામ માટે નવો પ્રસ્તાવ મૂક્યો હતો.

1992માં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજનામાં પાણીના પ્રદૂષણને ઘટાડવા માટે ગટર અને પમ્પિંગ સ્ટેશનોના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદ મહાનગરપાલિકાએ 1997માં ભારત સરકાર તરફથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે રૂ. 1 કરોડ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપનીની બનાવી હતી.

1998માં શક્યતા અહેવાલ તૈયાર કર્યો. સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધીના 10.4 કિલોમીટર કાંઠાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં 162 હેક્ટર (400 એકર) નદીના પટની જમીન ફરીથી મેળવવાની યોજના રજૂ કરી હતી.

2003માં 11.25 કિલોમીટર કરીને 202.79 હેક્ટર (501.1 એકર) જમીન ફરીથી મેળવવાની યોજના બનાવી હતી. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,200 કરોડ હતો. આ ખર્ચ નવી મેળવેલી જમીનનો એક ભાગ વેચીને વસૂલવાના હતા.

બિમલ પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ સ્થિત HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પ્રોજેક્ટના મુખ્ય આર્કિટેક્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પાણીના સ્તરનો ભારે વિવાદ હતો. નદી સાંકડી થઈ જતાં પૂરનો ખતરો વધવાનો હોવાથી વિરોધ હતો. વિસ્થાપિત ઝૂંપડપટ્ટીવાસીઓના પુનર્વસન અને ઝૂંપડપટ્ટીના લોકોના વિરોધને કારણે પ્રોજેક્ટ વિલંબિત થયો હતો.

કેટલાક ભાગો 15 ઓગસ્ટ 2012 ના રોજ જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
ત્યારથી વિવિધ સુવિધાઓનું બાંધકામ ચાલી રહ્યું છે. 2014 સુધીમાં રૂ. 1,152 કરોડ ખર્ચાયા હતા.

2019 સુધીમાં રૂ. 1,400 કરોડ ખર્ચ થયો હતો.

નદી
નદીની ચેનલની સરેરાશ પહોળાઈ 382 મીટર (1,253 ફૂટ) અને સૌથી સાંકડી ક્રોસ-સેક્શન 330 મીટર (1,080 ફૂટ) હતી. સૌથી પહોળા બિંદુએ તેને 263 મીટર (863 ફૂટ) સુધી સાંકડી કરવામાં આવી છે. નદીની પૂર વહન ક્ષમતા હાઇડ્રોલોજિકલ – ઘટી હોવાનો આરોપ રહ્યો છે.

ઓવરફ્લો થયા વિના 470,000 cu ft/s (13,000 m³/s) પાણી વહી શકે છે.

કુલ 202.79 હેક્ટર (501.1 એકર) જમીન પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. આ પુનઃપ્રાપ્ત જમીનનો ઉપયોગ જાહેર અને ખાનગી વિકાસ બંને માટે થાય છે. પુનઃપ્રાપ્ત જમીનમાંથી 85% થી વધુ જમીનનો ઉપયોગ જાહેર માળખાકીય સુવિધાઓ, મનોરંજન ઉદ્યાનો, રમતગમત સુવિધાઓ અને બગીચાઓ માટે પ્રસ્તાવિત છે, જ્યારે લગભગ 14% વાણિજ્યિક અને રહેણાંક હેતુઓ માટે પ્રસ્તાવિત છે.

સાબરમતી રિવરફ્રન્ટ માટે કોંક્રિટ પાળા છે. બંને કાંઠે રિટેનિંગ દિવાલો બનાવવામાં આવી હતી. રિટેનિંગ દિવાલોએ શહેરમાંથી વરસાદી પાણીના નદીમાં ઝડપી નિકાલને અટકાવ્યો છે.

વહન ક્ષમતા ઘટી
470,000 ક્યુસેક (ક્યુબિક ફૂટ/સેકન્ડ) ના પ્રવાહને વહન કરવા માટે રચાયેલ આ નદીમાં 2025 માં ફક્ત 30,000 ક્યુસેક અને 60,000 ક્યુસેક કરતા ઓછો પ્રવાહ હોવાનું જાણવા મળે છે. 2015 માં, જ્યારે પ્રવાહ 250,000 ક્યુસેક સુધી પહોંચ્યો ત્યારે શહેરના 500 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.

ગટરનું પાણી
38 ગટર અને ઔદ્યોગિક કચરાના નિકાલને અટકાવ તો હોવાનો દાવો છે. પણ, 786 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) શુદ્ધ ન કરાયેલ પાણી ગટર શુદ્ધિકરણ પ્લાન્ટની બહાર નદીમાં પ્રવેશી રહ્યું હતું.

2021 સુધીમાં અમદાવાદમાં ભારતમાં ત્રીજું સૌથી ઊંડું ભૂગર્ભ જળ 67 મીટર (220 ફૂટ) છે. નર્મદા નહેરમાંથી કૃત્રિમ રીતે પાણી ભરવામાં આવે છે. વાસણા બેરેજ પાછળ પાણી સંગ્રહિત થાય છે.

રિવરફ્રંટના અન્ય સમાચારો
https://allgujaratnews.in/wp-admin/edit.php?s=%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%9F&post_status=all&post_type=post&action=-1&m=0&cat=0&post_format&seo-filter&paged=1&action2=-1